________________ 124 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ઉચ્ચ ભાવથી નિરાશસભાવે વંદનાદિ ચૈત્યવંદન કરે છે. તેનું પ્રત્યક્ષ ફળ મળે છે. પ્રભુના નવણથી શ્રીપાલનો કોઢ નષ્ટ થઈ સુંદર સ્વરૂપવાળા બને છે. પ00 કોઢિયાનું પણ તેવું જ થાય છે. ધવલ શેઠને મદદ કરે છે. તેને કલ્યાણમિત્ર તરીકે સ્વીકારે છે; પરંતુ લોભી ધવલ તેને મારવા દોરડા કાપી નાંખે છે. સમુદ્રમાં પડતાં કશી હાયવોય નહીં. પરંતુ માની શિખામણ પ્રમાણે નવકારમંત્રનું સંસ્મરણ તથા રટણ જેવી મગરમચ્છની સવારી તથા સમુદ્રકાંઠે આવવું. ત્યાર પછી જે નવી નવી આઠ પત્નીઓ પરણે છે તે અંગેના પ્રત્યેક પ્રસંગમાં પુનિત મંત્ર નવકારાદિની આરાધના બળવત્તર તથા ફળદાયી નીવડે છે. મયણા તથા શ્રીપાલ રાજસુખ પ્રાપ્ત કર્યા પછી પણ ધામધૂમથી સ્વદ્રવ્યના વ્યય વડે સિદ્ધચક્રની આરાધના તલ્લીનતાથી ગદ્ગદ રીતે કરે છે. નવપદની સ્તુતિ કરતાં તેના ધ્યાન બળે નવમો દેવલોક પામે છે. ચાર દેવ તથા ચાર મનુષ્યભવ પામી નવમા ભવે મોક્ષ મેળવશે. - નિરાશસભા-નિરીહભાવે ધર્મારાધના કરવાથી - અસંગભાવે ભક્તિ કરતાં જ્ઞાનાવરણાદિ આઠ કર્મોનો તીવ્ર ક્ષયોપશમ કે ક્ષય થતાં કેવલ્યપદ સુધી સાધક પહોચી શકે છે. ભગવાન મુનિવ્રતસ્વામીના સમયમાં થયેલા આ દંપતી યુગલનું જીવનચરિત્ર જે વિનયવિજયજીએ રચ્યું છે તે શ્રીપાલરાજાનો રાસ પ્રતિવર્ષ ઉત્સાહપૂર્વક ધર્મી જીવો સાંભળે છે, વાંચે છે તથા નિરાશસભાવને ચરિતાર્થ કરવા મનસૂબો સેવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org