________________ 14 કલ્યાણમંદિર સ્તોત્ર જૈન સાહિત્યના ઇતિહાસ પ્રમાણે વિક્રમાદિત્ય રાજાના સમયમાં સિદ્ધસેન દિવાકર, જેમને કલ્યાણ મંદિરની છેલ્લી ગાથામાં કુમુદચંદ્ર તરીકે ઓળખાવ્યા છે તે એક મહાન, વિદ્વાન અને પ્રભાવક આચાર્ય હતા. એક વખત તેમણે સંઘ ભેગો કરી પોતાનો વિચાર જણાવ્યો કે હું સર્વ આગમો સંસ્કૃતમાં કરવા વિચારું છું. શ્રી સંઘે તરત કહ્યું કે શું તીર્થકરોને તથા ગણધરોને સંસ્કૃત નહોતું આવડતું કે જેથી તેઓએ તે બધાં માગધીમાં રચ્યાં? તમને આમ કહેવાથી પારાંચિત નામનું પ્રાયશ્ચિત્ત લાગે છે. અહીં જોવા મળે છે કે આચાર્ય કરતાં પણ શ્રી સંઘ મહાન છે. સિદ્ધસેને સંઘની આજ્ઞા શિરોવંદ્ય ગણી જણાવ્યું કે હું મૌન ધરી બાર વર્ષનું પારાંચિત પ્રાયશ્ચિત્ત લઈ ગુપ્ત રીતે મુખવસ્ત્રિકા, રજોહરણાદિ લિંગ રાખી અવધૂતની જેમ ફરીશ. બાર વર્ષ પછી તેઓ ઉજ્જૈન નગરીના મહાકાલના મંદિરમાં રંગીન વસ્ત્રો પરિધાન કરી બેઠા. પૂજારીએ મહાદેવને નમસ્કાર કરવા કહ્યું. તેઓ મૌનવ્રતમાં હોવાથી બોલતા નથી. આ લોકવાયકા સાંભળી રાજા ત્યાં આવ્યા. પૂજારીએ નીકળી જવા જણાવ્યું. તેઓ ન નીકળ્યા. રાજાના નોકરોએ પગ પકડી ઘસડવા માંડ્યા; પરંતુ તેમના પગ લાંબા થતા ગયા. રાજાએ કહ્યું, ક્ષીર નિનિ મિશે વિિિત તથા ટેવો રવિંદ્યતે. તેમણે જણાવ્યું કે “મારા વંદનથી લિંગ ફાટી જશે.' ફાટે તો ફાટવા દો પણ નમસ્કાર તો કરો જ.' સિદ્ધસેને તરત જ પદ્માસને બેસી, દ્વાત્રિશિકાની બત્રીશ ગાથાથી સ્તવના કરવા માંડી. તેની પ્રથમ ગાથા બોલતા લિંગમાંથી ધુમાડો નીકળ્યો. એટલે લોકોને લાગ્યું કે શિવજીનું ત્રીજું નેત્ર ઊઘડ્યું છે. ભિક્ષુકને તે ભસ્મીભૂત કરી દેશે. એવામાં વિજળીના તેજ જેવો તડતડાટ કરતો પ્રથમ અગ્નિ નીકળ્યો અને પછી ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ. તેમણે કલ્યાણમંદિરની રચના કરી ક્ષમા માંગી. રાજાએ ખુલાસો પૂળ્યો. તેમણે જણાવ્યું કે બ્રાહ્મણોએ કાલાનુસાર બળ પામી પ્રભુપ્રતિમા નીચે દબાવી તેના ઉપર શિવલિંગની સ્થાપના કરી. રાજાએ ગુરુ સમક્ષ બાર વ્રત ગ્રહણ કર્યા, ત્યાં દેરાસર બંધાવી તેના નિભાવાદિ માટે સો ગામ આપ્યાં. સંધે ત્યારબાદ સંતુષ્ટ ગુરુને સંઘમાં લીધા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org