________________ 12 * જેન ધર્મનાં સ્વાધ્યાય-સુમન પ્રસિદ્ધ નવ સ્મરણમાં આઠમું કલ્યાણ મંદિર સ્તોત્ર છે. તેના જેવું સાતમું ભક્તામર સ્તોત્ર છે. બંને લોકપ્રચલિત હોવા છતાં પણ ભક્તામરનું પઠન, અધ્યયન, આરાધના, પૂજાદિ કેમ વધારે થાય છે ? બંને સ્તોત્રો ‘ઉક્તાવસંતતિલકાત:જાજગૌગ:' સૂચિત વસંતતિલકા છંદમાં રચાયા છે. બંનેમાં સમાન 44 શ્લોકો છે. બંનેનો છેલ્લો શ્લોક અન્ય છંદમાં છે. બંનેના કર્તા વિદ્વાન, પ્રતિષ્ઠિત, ગુરુવર્યો માનતુંગસૂરીશ્વરજી તથા પ્રભાવક સિદ્ધસેન દિવાકર છે; જેમણે છેલ્લી અન્ય છંદમાં રચેલી ગાથામાં જનનનયનકુમુદચંદ્ર' તરીકે ઓળખાવ્યા છે. ભક્તામરમાં પાણીમાં પ્રતિબિંબિત થયેલા ચંદ્રના પકડવા જેવી સુલભ ચેષ્ટા તથા કલ્યાણ મંદિરમાં સુરગુરુ બૃહસ્પતિ જે કાર્ય ન કરી શકે તેવું કપરું કાર્ય અલ્પબુદ્ધિવાળો હું કરવા કટિબદ્ધ થયો છું, એમ વર્ણવી બંને હાસ્યાસ્પદ છે એમ સૂચવ્યું છે. બંને સ્તોત્રોમાં ભરપૂર અનુપ્રાસ અલંકાર જોવા મળે છે. ભક્તામરમાં નાયભુત ભુવન ભૂષણ ભૂતનાથ, ભૂતૈગુણભુવિ ભવન્તમભણ્વન્તઃ; કલ્યાણ મંદિરમાં ગર્જદૂર્જિતનોઘમદભ્રભીમ ભશ્યન્તડિન્સલમાંસલધોરધારમ્ ભક્તામરમાં શબ્દોની પુનરાવૃત્તિ જેવી કે મનાગપિ મનો, કલ્પાન્તકાલ, ચલિતાચલન, મોહ-મહાંધકાર, શાલિવનશાલિની, જલધરેર્જલભાર, હરિહરાદય, શતાનિ શતશઃ, શિવ-શિવપદસ્ય, મદાવિલવિલોલ, ભ્રમભ્રમર, બદ્ધક્રમ ક્રમાગત, ગજગર્જિત કલ્યાણ મંદિરમાં સરસ સરસો, ભવોભવતો , હતા હતાશો, મુસલમાંસલ, વિધિવત્ વિધૂત, શરણં શરણં શરણ્ય, ભુવને ભવાન્તરેપિમાં, પુનરાવૃત્તિમાં સુંદર સંગીત સર્જેલું છે. ભક્તામરમાં આઠ પ્રભુના આઠ અતિશયોમાંથી ફક્ત ચારને સ્થાન મળ્યું છે, જેમ કે : અશોકતરુ (28) સિંહાસન (29) ચામર (30) તથા છત્રત્રય (31) ગાથાઓમાં છે; જ્યારે કલ્યાણ મંદિરમાં આઠે આઠને સ્થાન મળ્યું છે, જેમ કે અશોક (19) સુરપુષ્પવૃષ્ટિ (20) દિવ્યગિર (21) ચામર (22) સિંહાસન (23) ઘુતિમંડલ (24) સુરદુભિ (25) આતપત્રય (2 ), કલ્યાણ મંદિરમાં વિશેષમાં અપ્રચલિત શબ્દો જેવા કે : કમઠસ્મધૂમકેતુ, કૌશિકશિશુ, વનશિખષ્ઠિનું ચામીકર, શિતિઘુતિમંડલ, પાર્થિવનિપ, વગેરે. વિશેષમાં કલ્યાણ મંદિરમાં એક શબ્દના વધુ અર્થ નીકળે તેવા શબ્દો પ્રયોજ્યા છે, જેમ કે : ગોસ્વામિનીના ત્રણ અર્થ જેવા કે રાજા, ભરવાડ તથા સૂર્ય, વિગ્રહયુદ્ધ, શરીર અશોક તે નામનું વૃક્ષ, તથા શોક રહિત પાર્થિવનિપ માટીનો ઘડો, રાજાથી સુરક્ષિત; દુર્ગત-દુષ્ટ ગતિ, કઠિનાઈથી સમજાય તેવું; અક્ષર અમર, શબ્દદેહ, અલિપિ-લિપિ રહિત, મૌન; અજ્ઞાનવતિ-અભણ, અજ્ઞોનું રક્ષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org