SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણમંદિર સ્તોત્ર - 127 કરનાર આને અલંકારશાસ્ત્રમાં વિરોધાલંકાર તરીકે ગણાવાયા છે. આવા શબ્દો 16, 29, 30, ૩૫મી ગાથામાં જોવા મળે છે. ભક્તામરમાં આદિનાથને આ રીતે સંબોધવામાં આવ્યા છે :- ગુણસમુદ્ર, મુનીશ, નાથ, ત્રિભુવને કલલામભૂત, ત્રિજગદીશ્વર, મુનીન્દ્ર, ધીર, ભગવત્ જિનેન્દ્ર. જ્યારે કલ્યાણ મંદિરમાં શ્રી પાર્શ્વનાથના સંબોધનમાં આવા શબ્દો મળે છે :- અધીશ, નાથ, ઈરા, જિન, વિભો, જિનેન્દ્ર, સ્વામિન, જિનેશ, મુનીશ, વીતરાગ, દેવ, વિશ્વેશ્વર, જનપાલક, જનબાંધવ, દુઃખીજનવત્સલ, શરણ્ય, કારણ્યપુણ્યવસત, વશિનાં વય, મહેશ, ભુવનપાવન, દેવેન્દ્રવંધ, વિદિતાખિલ વસ્તુસાર, સંસાર-તારક, ભવનાધિનાથ, કરુણાહૃદ, જનનયનચંદ્ર. આમ કલ્યાણ મંદિરમાં સંબોધનો વધારે ભાવવાહી અને ભક્તિસભર છે. ભક્તામરમાં અપ્રચલિત સંસ્કૃત શબ્દો દગોચર થતાં નથી. આ રીતે પણ કલ્યાણમંદિર ભક્તામર કરતાં વિશેષતા ધરાવે છે. સિદ્ધસેન સિદ્ધહસ્ત, કવિસમ્રાટ, વિદ્વાન, પ્રભાવક આચાર્ય હતા તેથી આ સુલભ બન્યું છે. કલ્યાણ મંદિર એક ઉત્કૃષ્ટ ભક્તિસભર ભાવવાહી ભક્તિસભર ગંભીર કાવ્ય છે. એક દરિદ્ર ભિખારી કોઈ ધનાઢ્ય પાસે દવાદ્ધ કંઠે, લચબચતા ભીના હૃદયથી વિનમ્ર થઈ ભિક્ષા યાચે તેવી રીતે કલ્યાણ મંદિરમાં ભાવગર્ભિત ભક્તિરસ ઠાંસી ઠાંસીને ભર્યો છે. તેમાં કવિએ કહ્યું છે કે તે ભક્તો કૃતકૃત્ય છે જેઓ ત્રણે સંધ્યાએ વિધિપૂર્વક અન્ય કાર્યો બાજુ પર મૂકી ભક્તિથી ઉલ્લસિત અને પુલકિત હૃદયે નેત્રોને તમારા પર ઠેરવી તમારા ચરણકમળની આરાધના કરે છે. મેં આવું કશું કર્યું નથી તેથી પણાભવાદિનો શિકાર થયો છું. મોહાંધ દષ્ટિ હોવાથી એક પણ વાર મેં તેમને સમ્યક રીતે નીરખ્યા નથી, પૂજ્યા નથી, મનમાં ધારણ કર્યા નથી. ભાવશૂન્ય ભક્તિ હોવાથી દુ:ખોનું ભાજન બન્યો છું. પરંતુ મારા પર દયા કરી શરણાગત એવાં મારાં દુ:ખો દૂર કરો કેમ કે મેં હવે સાચી ભક્તિથી શરણ લીધું છે; તમો કારુણ્ય અને પુણ્યનું રહેઠાણ હોવાથી શરણ આપશો જ. મારી આવી સ્થિતિમાં જો તમે ચરણોપાસકને તરછોડી દેશો તો હે દેવેન્દ્ર વંદ્ય ! હે સંસારતારક ! હે કરુણાહૃદ ! ભયંકર વિડંબનાના સમુદ્રમાં ડૂબેલા તેવા ચરણોપાસકની ભક્તિ ફળ વગરની થઈ જશે ! તમારામાં વિધિપૂર્વક પુલકિત હૃદયે, સમાધિસભર બુદ્ધિથી નિર્મળ એવા તમારા મુખકમળ પર દષ્ટિ કેન્દ્રિત કરી આજીજીપૂર્વક હું કહું છું કે ભક્ત પર દયા વરસાવો. અહીં ભક્તની સરિતા વહેવડાવી છે, જેવી રત્નાકરસૂરિએ “મંદિર છો મુક્તિ તણા..'માં વહેવડાવી છે. કલ્યાણ મંદિરમાં ભક્તિ કેવા પ્રકારની હોવી જોઈએ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. વૈષ્ણવ ધર્મમાં ભક્તિનું માહાભ્ય અનેરું છે. શ્રી વલ્લભાચાર્યે ભક્તિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy