________________ શ્રેણિકરાજાનો કુટુંબકબીલો * 133 વગેરેના પુત્રો હતા. ચેલણાનો પુત્ર તે કોણિક, આ ભાઈઓની મદદથી શ્રેણિક જેલમાં પુરાય છે. કોણિકને હલ્લ-વિહલ્લ પાસેથી, પિતાએ આપેલા દિવ્ય હાર તથા સેચનક હાથી તેની પત્ની પદ્માવતીને જોઈએ છે. તેઓ દાદા ચેડા રાજાનું શરણું લે છે અને વૈશાલીમાં રહે છે. 10 ભાઈઓ હલ્લ-વિહલ સામે ઊતરે છે. ભગવાન મહાવીરના પરમોપાસક ચેડા રાજાએ 12 અણુવ્રત લઈ એવો નિયમ લીધો કે એકથી વધુ બાણ ન મારવાં. કોણિકે ૧૦ને સેનાપતિ બનાવ્યા. ચેડા રાજાના અમોધ બાણથી દશે માર્યા ગયા અને નરકમાં ઉત્પન્ન થયા. ચેલ્લણા રાણીને કોણિક ગર્ભમાં હતો ત્યારે તેને પતિના કાળજાનું માંસ ખાવાનો દોહદ થયો. પુત્ર જન્મતાં ચેલ્લણાએ તેને કોણિકને ઉકરડે ફેંકી દીધો. શ્રેણિક તેની પરુ નીકળતી આંગળી ચૂસતો છતાં પણ પિતાને જેલમાં પૂરે છે અને દરરોજ 100 ચાબખા મારે છે. તેઓ વીર વીર કહે છે. એક દિવસ માતાએ તેને જન્મ પછી ઉકરડે ફેંક્યો પણ દયાર્દ્ર પિતાએ બચાવ્યો તે જાણી કોણિક કુહાડો લઈ બંધન તોડવા આવે છે ત્યારે શ્રેણિક ઝેર ખાઈ મૃત્યુ પામે છે; કેમ કે શ્રેણિક એમ માને છે કે તે મને મારી નાંખવા આવ્યો છે. કપૂવડિસિયા જે અંતગડદશાનું ઉપાંગ છે તેમાં 10 અધ્યયનો છે. એનાં નામ પદ્મ, મહાપદ્મ, ભદ્ર, સુભદ્ર, પદ્મભદ્ર, પદ્મસેન, પદ્મગુલ્મ, નલિની ગુલ્મ, આનંદ અને નંદન છે. આ દશે અનુક્રમે શ્રેણિક રાજાના આ કાલ, સુકાલ વગેરેના પુત્રો તથા શ્રેણિકના પૌત્રો છે જેનો ઉલ્લેખ નિરયાવલિમાં છે. આ બધાએ ભગવાન મહાવીર સ્વામીનો ઉપદેશ સાંભળી વૈરાગ્યવાસિત થઈ, દીક્ષા લઈ, 11 અંગોનો અભ્યાસ કરી, ઉત્કૃષ્ટ તપ-સંયમાદિ પાળી અનશન કરી સંથારો કર્યો. સૌધર્મદેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી, સંયમ પાળી મોક્ષે સિધાવે છે. આશ્ચર્યકારી વાત એ છે કે કાલાદિ પિતાઓ કષાયને વશ થઈ નરકે જાય છે; ત્યારે પ્રત્યેકના પુત્રો કષાયને જીતી સગતિ પામી સિદ્ધ થાય છે. વળી, કુટુંબના અગ્રવડીલ શ્રેણિક નરક જઈ તીર્થકર થશે, તેના પુત્રો નરકવાસી તથા તેમના પુત્રો મોક્ષગામી થાય છે ! સાતમા ઉપાશકદશાંગમાં ભગવાન શ્રમણોપાસકના ચરિત્રનું વર્ણન કરી આચાર-ધર્મનો પ્રતિબોધ કર્યો છે; જ્યારે ૮મા અંતગડદસાઓમાં અણગાર-સાધુ ધર્મનો સ્વીકાર કરી જે મહાનુભાવો તે જ ભવમાં મોક્ષે જવાના છે, તથા જેમણે અંતકાળે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ધર્મદેશના દીધા વિના મુક્તિ મેળવી તેઓ અંતગડકેવળી કહેવાયા. જીવનના અંતકાળે કેવળજ્ઞાન પ્રગટ્યું તેથી અંતગડકેવળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org