________________ 15 શ્રેણિકરાજાનો ટુંબકબીલો થોડોક વળાંક લઈ બહુ-પત્ની, પુત્રો ધરાવતા માનવીની વાત બાજુ પર રાખી એક કુટુંબની કથની જણાવું. શ્રેણિક રાજા લગભગ પચાસ વર્ષની વય સુધી બૌદ્ધધર્મી હતા. ત્યારબાદ જૈન ધર્મની આરાધના કરી સમકિત બન્યા. એક વાર હરણીનો શિકાર કરી તેને તથા તેનાં બચ્ચાંને તડફડતાં જોઈ ખૂબ આનંદ વ્યક્ત કર્યો, જેથી બંધાયેલાં નિકાચિત કર્મથી નરકે જવું પડ્યું. તેમાંથી છૂટવાનો માર્ગ પૂછતાં ભગવાને કહ્યું કે જો કાલસૌરિક પાડા મારવાનું બંધ કરે, તારી દાસી કપિલા દાન દે અથવા પુણિયા શ્રાવક સામાયિકનું ફળ આપે તો નરક સુધરે. પરંતુ કૂવામાં રહી કાલસૌરિક પાડા મારતો રહ્યો. કપિલા કહે છે કે ચાટ દાન દે છે, મારો હાથ નથી દેતો, તથા પુણિયો કહે છે આખા રાજ્યના સાટે સામાજિકનું ફળ ન આપી શકાય. ત્યારબાદ સમકિત પ્રાપ્ત કર્યું હતું તેથી નરકની કેદ ભોગવી આગામી ઉત્સર્પિણીમાં તેઓ પ્રથમ તીર્થંકર પદ્મનાભ થશે. આ એક જીવ નરક તથા મોક્ષગામી થયો. જ્યારે પ્રસન્નચંદ્ર રાજર્ષિ તો એક જ ભવમાં સાતમી નરક અને મોક્ષગામી થતાં દેવદુંદુભિ વાગી. શ્રેણિક તથા તેના કુટુંબીજનો વિષે જરા વિગતે જોઈએ. નિરયાવલિયા અથવા નિરયાવલિકા શ્રુતસ્કંધમાં પાંચ ઉપાંગોને સમાવિષ્ટ કર્યા છે. જેવાં કે :(1) નિરયાવલિકા કે કપ્રિયા (કલ્પિક), (2) કપ્પવડંસિયા (કલ્પાવતંસિકા), (3) પુષ્યિયા (પુષ્મિતા), (4) પુષ્કચૂલિકા (પુષ્પચૂલિકા) (5) વહ્મિદશા (વૃષ્ણિદશા). આનું પરિમાણ 1100 શ્લોક જેટલું છે. નિરય એટલે નરકનો જીવ, અને આવલિ એટલે શ્રેણિ. નરકે જનાર જીવોની શ્રેણિનું વર્ણન જે ગ્રંથમાં હોય તે નિરયાવલિયા શ્રુતસ્કંધ છે. શ્રેણિક અને ચેલણાના પુત્ર કૂણિય(કોણિક)ને પદ્માવતી નામની પત્ની હતી અને કાલી નામની ઓરમાન મા હતી. કાલીને કાલ નામનો પુત્ર હતો. તેણે ગરુડબૂહ રચી કોણિક સાથે રહી રથમુશલ યુદ્ધમાં ભાગ લીધો. જેમાં 1 કરોડ 80 લાખ માણસો મૃત્યુ પામ્યા. ચેટકે તેને એક બાણથી હણી નાંખ્યો. બીજા અધ્યાયમાં શ્રેણિકની પત્ની સુકાલીના પુત્ર સુકાલનું પણ તે યુદ્ધમાં મૃત્યુ થયું. બાકીના બીજી 8 પત્નીના 8 પુત્રો પણ આ રીતે મૃત્યુ પામ્યા. આ 10 પુત્રો શ્રેણિકની કાલી, સુકાલીના Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org