________________ કલ્યાણમંદિર સ્તોત્ર - 131 કે ક્ષય કરી શકે તેવી અભિલાષાપૂર્વક શું તેની પૂજાદિ ભક્તો કરાવે તેવી અભ્યર્થના સેવવી તે શું અસ્થાને ગણી શકાય? જેવી રીતે ડૉ. રમણલાલ ચી. શાહે લગ્નવિધિ માટે સંશોધન કરી જૈન લગ્નવિધિ નામની પુસ્તિકા લખી અને તે પ્રમાણે તેમના સંતાનની લગ્નવિધિ કરાવી છે તેવી રીતે કોઈ આચાર્ય ભક્તામરની જેમ કલ્યાણમંદિરની પૂજાદિ કરાવવાનો શું નવો શિરસ્તો ન પાડી શકે ? આચાર્યોની પ્રેરણાથી નવાં નવાં દેરાસરો, મૂર્તિની અંજનશલાકા, ઉપધાન તપ, વિવિધ પ્રકારનાં તપો જેવાં કે શત્રુંજય, મોક્ષદંડ, વિવિધ અનુષ્ઠાનો કરાવે છે તેવી રીતે કોઈ પહેલ કરી કલ્યાણ મંદિરની પૂજા કરાવે. વળી સ્મરણોમાં બીજું સ્મરણ ઉપસર્ગહરણ શ્રી પાર્શ્વનાથ વિષયક છે. પાંચમું સ્મરણ નમિઉણ ભગવાન પાર્શ્વનાથને અનુલક્ષીને છે. આઠમું કલ્યાણ મંદિર તો તેમને ઉદેશીને છે. આમ નવ મરણોમાં ત્રણ ત્રણ સ્મરણ પાર્શ્વનાથને કેન્દ્રમાં રાખી રચાયેલાં છે. બીજા સ્મરણમાં સમ્યક્ત કે જે કલ્પવૃક્ષથી અધિક છે અને જેનાથી ભવ્ય જીવો અજરામર સ્થાન મોક્ષ ત્વરાથી મેળવે છે. આ પ્રમાણે ભક્તિસભર હૃદયે સ્તવનાથી ભવોભવમાં બોધિની પ્રાપ્તિ શક્ય બને છે. સાંસારિક આકાંક્ષા ન હોવાથી આ નિયાણું નથી. આની તુલનામાં નમિઉણમાં જુદો દષ્ટિકોણ જોવા મળે છે. અહીં રોગ, પાણી, અગ્નિ, સાપ, ચોર, શત્રુ, હાથી, લડાઈ વગેરેના ભયમાંથી બચવાની સ્પૃહા કરી છે. આ સ્મરણમાં વિષહરસ્ફલિંગ મંત્ર 18 અક્ષરનો છે. તેનું સંતુષ્ટ હૃદયે ધ્યાન ધરે તો 108 વ્યાધિમાંથી તથા પાર્શ્વનાથના માત્ર સ્મરણથી તેના ભયમાંથી મુક્ત થાય છે. નવમા સ્મરણ વિષે ઊહાપોહ કર્યો જ છે; તેથી આ સંદર્ભમાં ભક્તામરની જેમ કલ્યાણ મંદિરની પૂજાદિ ભણાવાય તેવો નવો ચીલો પાડવાનું સાહસ શું ન કરી શકાય ? આમાં કંઈ શાસ્ત્ર વિરુદ્ધની વાત નથી છતાં પણ “તત્ત્વ તું કેવલીગમ્ય' રૂપી શસ્ત્ર આપણા બખ્તરમાં છે જ ને ? એક વાતની નોંધ ખાસ લેવા જેવી છે કે સામાન્ય માણસ માટે ભક્તિ એ ઉત્કૃષ્ટ મોક્ષપ્રાપ્તિનું સાધન છે. મોક્ષ કરતાં પણ અધિક આનંદ ભક્તિમાં છે. પોતાની રચેલી ઋષભપંચાશિકામાં પ્રભુને કર્તા કહે છે કે ભક્તિ કરતાં કરતાં આનંદ મળશે તેનો આનંદ છે; પરંતુ તેથી તારાં ચરણોમાં આળોટવાનું પૂર્ણવિરામ થઈ જશે તે વિચારથી ત્રાસ થઈ જાય છે. કલ્યાણ મંદિરમાં શું આવી જાતનું ભક્તિરસાયણ પ્રભાવક કવિએ નથી પીરસ્યું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org