________________ 130 : જેને ધર્મનાં સ્વાધ્યાય-સુમન ઉપર જણાવ્યા પ્રમાણે લગભગ બધાં જ સ્મરણોમાં લૌકિક માંગણી કરાઈ છે. ગ્રહો, દિક્યાલો, સુરેન્દ્રો, રોહિણી વગેરે 12 દેવીઓ ગોમુરાદિ 24 યક્ષો, ચક્રેશ્વરી વગેરે 24 દેવીઓ, વ્યંતર યોનિના દેવો સર્વે ઉપદ્રવો નષ્ટ કરે તેવી માંગ કરાઈ છે. તિજયપહુત્તમાં 170 તીર્થંકરો ભાવિકોનાં સર્વ પાપો, ઉપસર્ગો, શરીર, વ્યાધિ, જળ, અગ્નિ, કરિ, ચોરારિ મહાભવો દૂર કરે તેવી વાંછના કરી છે. નમિઉણમાં પણ લૌકિક, સાંસારિક વાતો છે. અજિતશાંતિનું જેઓ ઉભય કાળે સંસ્મરણ કરે છે તેઓના પૂર્વ ઉત્પન્ન રોગો નષ્ટ થાય તેવી સ્પૃહા છે. ભક્તામરમાં લગભગ ઘણા બધા શ્લોકોમાં ઉપર જોયું તેમ ઓઘદષ્ટિથી સાંસારિક, ભૌતિક, પૌગલિક વિટંબણા, દુઃખો વગેરેને અનુલક્ષીને આશંસાપૂર્વક માંગણી કરાઈ છે. આ બધાંની તુલનામાં કલ્યાણ મંદિરમાં નિરાશસભાવે ભક્તિનો ઉદ્રક છે. ભક્તિમાં ભક્ત પોતાનું સર્વસ્વ, સર્વેચ્છાદિ ત્યજી ભગવાનના શરણે જાય છે. ત્વમેવ શરણં મમ | બધું ન્યોચ્છાવર કરે છે તેથી ન છે મને પ્રગતિ aa એવું આશ્વાસન તથા ભગવદ્ગીતાના છ અધ્યાયોમાં ભક્તિની મીમાંસા કરાઈ છે. ભક્તિના આવા મનસૂબા સહિત રાવણે મંદોદરી સાથે ભક્તિ કરી; જેના પ્રતાપે તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું. પ્રત્યેક તીર્થકરોનાં તીર્થોમાં મુળનાયકની મૂર્તિ સાથે ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ લગભગ મંદિરમાં અન્યત્ર જોવા મળે છે. તદુપરાંત અન્ય દેવીઓ કરતાં પદ્માવતી પણ હોય છે. જેનું બાહુલ્ય પાર્શ્વનાથ તથા પદ્માવતી લોકોમાં વધુ આદરણીય છે તે નિર્દેશ કરે છે. ભગવાન મહાવીર પૂર્વે લગભગ 250 વર્ષ પૂર્વે પાર્શ્વનાથ થયા હોવાથી તેઓ લોકમાનસ પર સામ્રાજ્ય ભોગવતા હોય તે શક્ય છે. કલ્યાણ મંદિરમાં પાર્શ્વનાથને કેન્દ્રમાં રાખીને નિરાશસભાવે ભક્તિની સરિતા વહી રહી છે; આમ હોવા છતાં પણ શા માટે ભક્તામર પૂજાની જેમ કલ્યાણ મંદિરની પૂજા નથી કરાતી? લોકમાનસ પર કેવી રીતે શ્રી પાર્શ્વનાથ તથા પદ્માવતી દેવી સ્થાન ધરાવે છે તેનું એક જ ઉદાહરણ બસ છે. અમદાવાદમાં આવેલા કોબામાં મહાવીર આરાધના કેન્દ્રમાં મૂળનાયક ભગવાન મહાવીર સ્વામીની સુંદર શ્વેત મૂર્તિ છે. દેરાસરમાં પ્રવેશ કરતાંની સાથે ડાબી તથા જમણી બાજુ પર બે કાળા પથ્થરની કાઉસગ્ન મુદ્રામાં પાર્શ્વનાથની મૂર્તિઓ છે. નીચે ગભારામાં પણ પદ્માવતીની મૂર્તિ સ્વતંત્ર છે. કલ્યાણમંદિર નવ સ્મરણોમાં આઠમું સ્મરણ છે. અષ્ટ કર્મોનો ક્ષય થતાં કૈવલ્ય પ્રાપ્ત થાય. કલ્યાણ મંદિર આઠમું સ્તોત્ર આઠ કર્મોનો ઉપશમ, ક્ષયોપશમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org