________________ કલ્યાણમંદિર સ્તોત્ર - 129 તેવા હે વિભુ ! પરમતાવલંબી તમારા સાચા સ્વરૂપને સમજી શકે છે. ધર્મોપદેશના સમયે અશોકવૃક્ષ પણ શોક રહિત થઈ જાય છે. સુમન (પુષ્પો) અને દેવો પણ તમારા સાન્નિધ્યમાં બંધન વગરનાં થઈ જાય છે. તમારી પીયૂષમય વાણીનું પાન કરી ભવ્યો ઝડપથી અમરપદ પ્રાપ્ત કરે છે. જેઓ મુનિપુંગવો જેવાં તીર્થકરને વંદન કરે છે. તેઓ વિઝાતી નીચેથી ઉપર જતી ચામરની જેમ ઊર્ધ્વગતિ મેળવે છે. જન્મજલધિથી મુક્ત થયેલા એવા તમારે જેમણે શરણ સ્વીકાર્યું છે તેઓને તારો છો. પછીના ૨૯થી 32 શ્લોકોમાં પાર્શ્વનાથ પ્રભુનાં પરાક્રમોનું વર્ણન છે. ૩૩મા શ્લોકમાં વર્ણન કરે છે કે હે ભુવનાધિપતિ ! ત્રિસંધ્યા, વિધિપૂર્વક, અન્ય કૃત્યોને દૂર હડસેલી ભક્તિસભર હૃદયથી તલ્લીન, તદાકાર, તન્મય થઈ જેઓ તમારા પાદદ્રવ્યની આરાધના કરે છે તેઓ ધન્ય છે. મેં તમને નીરખ્યા નહીં. મેં પૂજાવિંદનાદિ કર્યા નથી તેથી હું પરાભવાદિનું લક્ષ્ય બની ગયો છું. મારી આરાધના મોહગર્ભિત હતી તેથી હે જનબાંધવ! હું દુઃખી બન્યો છું; ભાવશૂન્ય ક્રિયાઓ વ્યર્થ નીવડી છે. છતાં પણ તે કાર્ય અને પુણ્યના રહેઠાણ સ્વરૂપ ! તમે ભક્તિથી વિનમ્ર બનેલા મારા દુઃખાંકરનું ઉમૂલન કરો. અનેકોના તારણહાર ! મેં કે જેણે તમારા ચરણકમળની ઉપાસના કરી નથી તેનો જો તમે ત્યાગ કરશો તો હું દુર્ભાગી રહીશ. તેથી ભયંકર ભયદ એવા સંસારસમુદ્રમાં ડૂબેલા એવા મારો તમે ઉદ્ધાર કરો. જો તમારા ચરણકમળની ઉપાસના કરનારની સતત તીવ્ર ભક્તિથી ફળ આપવા માંગતા હો તો માત્ર તમારા એકનું શરણ લેનારનું હે શરમ્ય ! આ ભવમાં તેમજ અન્ય ભવોમાં તેનું રક્ષણ કરનાર થજો. આ રીતે સમાધિનિષ્ઠ બુદ્ધિથી, વિધિપૂર્વક, સોલ્લાસથી પુલકિત હૃદયથી જેઓ તમારા મુખારવિંદ પર દૃષ્ટિ કેન્દ્રિત કરી સંસ્તવન કરે છે તેઓ પ્રભાસ્વર સ્વર્ગાદિ સુખો મેળવી કર્મમળને નષ્ટ કરી સમય યાપન કર્યા વગર મોક્ષ પ્રાપ્ત કરે છે. કલ્યાણ મંદિર સ્તોત્રમાં આ રીતે નિરાશસભાવે પૌદ્ગલિક સાંસારિક, ભૌતિક, ભવાભિનંદી, ઔઘદૃષ્ટિથી અભિલાષા રાખ્યા વગર જે ભક્તિસભર, ભાવવાહી, મોક્ષલક્ષી સ્તવના કરી છે તે ઉપરનાં સ્મરણો તથા ભક્તામર કરતાં સો કદમ આગળ છે, બધાં કરતાં શિરમૌર્ય છે. આ લેખ લખવાનો આશય કલ્યાણ મંદિરની ઉપેક્ષા શા માટે કરાઈ છે તે જાણવાનો છે. સામાન્ય રીતે જૈન દેરાસરોમાં ભક્તામરની પૂજાદિ કરાય છે, પણ ક્યાંય કલ્યાણ મંદિર માટે કરાતું હોય તે જાણ બહાર છે. શા માટે તેની ઉપેક્ષા કરાઈ રહી છે? જૈન-૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org