________________ 134 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન કહેવાયા. આ અંતગડ મુખ્યતયા ગદ્યમાં રચાયેલું છે. જેનું પરિમાણ 850 શ્લોકનું છે અને આગમ પુરુષના વક્ષસ્થળ તરીકે ઓળખાય છે. અહીં આમ નોંધીએ કે અંતગડસૂત્રનું ઊંચું સ્થાન છે. ઉત્તર ભારતમાં પર્યુષણના માંગલિક દિવસોમાં આ સૂત્ર વાંચવામાં આવે છે. તેના 8 વર્ગ છે જે પર્યુષણના 8 દિવસોમાં જ પૂરા કરાય છે. આ સંદર્ભમાં અણુત્તરોવવાઈદસાઓ (અનુરોત્તરોપપાતિકદશા) વિષે વિચારીએ. અણુત્તર એટલે જેનાથી ચઢિયાતી બીજી કોઈ ગતિ નથી તેવા ઉવવાઈય-ઉપાતિક દેવોના જન્મને ઉપપાત કહેવાય છે. તેનો અધિકારી આ આગમમાં કહ્યો છે. પ્રત્યેક તીર્થકરોના સમયમાં 10, 10 અનુત્તરોપપાતિક શ્રમણોનું ચરિત્ર જે 3 દિવસમાં કહેવાય છે. પ્રથમ વર્ગના 10 અધ્યયન જાતિ, માલી, ઉપજાલી, પુરુષસેન, વારિસેન, દીર્ઘદંત, લષ્ઠદંત, વિહલ્લ, વિહંસ અને અભયકુમાર છે. આ બધા શ્રેણિકના પુત્રો જેમાં પહેલા સાતની માતા ધારિણી; વિહલ્લ, વિહાસની માતા ચેલાણા અને અભયકુમારની માતા ગંદા છે. બીજા વર્ગનાં 13 અધ્યયન જેવાં કે દીર્ધસેન, મહાસેન, લષ્ઠદંત, શુદ્ધદંત, હલ્લ, કુમ, દ્રુમસેન, મહાસેન, સિંહ, સિંહસેન, મહાસિંહસેન અને પુણ્યસેન, આ ૧૩ના પિતા મગધેશ્વર શ્રેણિક, માતા ધારિણી તથા દીક્ષા પર્યાય 13 વર્ષનો. ઉપર જણાવેલા બંને વર્ગના 23 રાજકુમારો ભગવાન મહાવીર પાસે મેઘકુમારની જેમ દીક્ષા લે છે. ઘણાં વર્ષો ઉત્તમ નિરતિચાર ચરિત્ર પાળી, કડી તપસ્યા કરી એકેક મહિનાની સંલેખના-સંથારો કરે છે. શરીરાદિનો નિર્મમત્વભાવે ત્યાગ કરી અનુત્તર વિમાનમાં ઊપજી, ચ્યવી, મહાવિદેહમાં જન્મી સર્વ દુઃખો સહન કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે. ત્રીજા વર્ગમાં 10 અધ્યયન છે. દરેકના પિતા સાર્થવાહ છે. પ્રત્યેકની મા જુદી જુદી પણ સમાન નામ ધારણ કરનારી ભદ્રા છે. પ્રથમ ૯ને માતા દીક્ષા અપાવે છે. વિહલ્લને પિતા દીક્ષિત કરે છે. તેમાંનો ધન્નાકુમાર અણગાર બની એવા અભિગ્રહ સેવે છે કે જીવે ત્યાં સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કરવો, લૂખાસૂખા આહારવાળું આયંબિલ કરવું. શરીર એવું સૂકવી નાંખ્યું કે ચાલે ત્યારે હાડકાં ખડખડ અવાજ કરે. ભગવાને સર્વ સાધુમાં તેના તપને શ્રેષ્ઠ કહ્યો છે. ધન્ના-શાલિભદ્ર કરતાં આ વ્યક્તિ જુદી છે. ભગવાનની આજ્ઞા લઈ વિપુલાચલ પર મહિનાનો સંથારો કરી સર્વાર્થસિદ્ધમાં જન્મી ઍવી, નિર્વાણપદ પામશે. તેઓ મનુષ્યની જેમ માતાની કૂખે જન્મતા નથી. દેવશય્યામાં જન્મે છે. જેઓનો જન્મ અનુત્તરવિમાનમાં થાય છે. તે વિમાનો પાંચ છે : વિજય, વૈજયન્ત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ. તે બધાં દેવલોકના અગ્ર ભાગે છે. સર્વાર્થસિદ્ધ તો સિદ્ધશિલાથી 12 જોજન જ દૂર છે. તેમાં ઊપજેલા નિયમો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org