________________ શ્રેણિકરાજાનો કુટુંબકબીલો - 135 એકાવનારી હોય છે, જેઓ એક અવતાર કરી મોક્ષે જાય છે; પરંતુ 7 લવનું આયુષ્ય ખૂટતાં 33 સાગરોપમ પછી મોક્ષે જાય. કર્મની કેવી અકળ ગતિ ! સમવાયમાં આ પ્રમાણે નોંધ્યું છે : અહીં ઊપજેલા જીવોનાં નગર, ઉદ્યાન, માતાપિતાનું વર્ણન ઉપાશકદશાંગની જેમ જાણવું. વળી અહીં તપસ્વી, જ્ઞાની, ઉપદેશ દઈ શકે તેવા શાસનહિતકારી, વિષયોથી વિરક્ત, સર્વવિરતિરૂપ દયા ધારણ કરનારા, ગુવતિની સેવા કરનારા, રત્નત્રયીની આરાધના કરનારા, જિનાજ્ઞા અનુસરનારા, સમાધિવંત ઉત્તમ ધ્યાનવાળા જે પ્રભુના શિષ્યો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઈ ત્યાંના કામોપભોગ ભોગવી, ચ્યવી, અંતક્રિયા કરી ભવનો અંત કરશે તેઓના બીજા નવનો અધિકાર ધન્નાની જેમ જ છે. આ બધાંના અધિકાર મોટી સાધુ વંદનામાં આવે છે. આ 10 પુત્રોનાં નામ (કાંકદીના ધન્ના કરતાં જુદા છે.) સુનક્ષત્ર, ઋષિદાસ, પેલ્લકપુત્ર, રામપુત્ર, ચંદ્રકુમાર, પૌષ્ટિકપુત્ર, પટાલપુત્ર, પોટિલ અને વિહલ્લ છે. નાગની પત્ની સુલસા, દેવકીના ર પુત્રો વિષે (ઉલ્લેખ છે. 10 યાદવકુમારો, કૃષ્ણની 8 પટ્ટરાણીઓ, સાંબની બે પત્ની પણ મોક્ષગમન કરે છે તે માહિતી અત્રે ઉપલબ્ધ છે. નવમા આગમનું પરિમાણ લગભગ 192 શ્લોક જેટલું છે. આના પર નવાંગીકાર અભયદેવસૂરિએ 100 શ્લોકની ટીકા લખી છે. ઉપરની વિગત પરથી જાણવા મળે છે કે શ્રેણિકને 23 પત્નીઓ અને 23 પુત્રો હતા. અંતગડના ૭મા વગ્યમાં તેની 13 રાણીની વાત છે; ૮મા વન્ગમાં બીજી 10 રાણીની વાત છે. તેમાંની પહેલી 4 રાણીઓ અનુક્રમે રત્નાવલી, કનકાવલી, લધુસિંહ નિષ્ક્રીડિત અને મહાસિંહનિષ્ક્રીડિત તપ કરે છે. પાંચમીથી આઠમી સાત-સમિકા, લઘુસર્વતોભદ્ર, મહાસર્વતોભદ્ર અને ભદ્રોત્તર પ્રતિમાનું આરાધન કરે છે. નવમી રાણી મુક્તાવલીનું તથા દસમી રાણી આયંબિલ-વર્ધમાન તપ કરે છે. સાગરના વંશજને 60 હજાર પુત્રો હતા. જૈન માન્યતા પ્રમાણે અષ્ટાપદને બચાવવા સાંઠ હજારે પાણીમાં પડતું મૂકી તીર્થરક્ષા કરી. વસુદેવનો જીવ નંદિણના ભાવમાં વૈયાવચ્ચ કરી દેવ પરીક્ષામાં ઉત્તીર્ણ થયો. પરંતુ અંતસમયે તપના ફળ રૂપે સ્ત્રીવલ્લભ થાઊં તે નિયાણાના પ્રતાપે 70 હજાર સ્ત્રીના ભર્તાર થાય છે; પરંતુ મુક્તિરૂપી સ્ત્રી દૂર કરી. વદિસા (વૃષ્ણિદશા) દિષ્ટિવાયના ઉપાંગ તરીકે નિર્દેશાય છે. આમાં વૃષ્ણિવંશના અને વાસુદેવ કૃષ્ણના વડીલ બંધુ બળદેવના નિષઢ વગેરે 12 પુત્રો નેમિનાથ પાસે દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયાની વાત છે. શ્રેણિકનાં કેટલાંક કુટુંબીજનો વિષે થોડી વિગતો જોઈએ. નંદાનો પુત્ર તે અભયકુમાર. તેની બુદ્ધિ અને ચાતુર્યની પ્રશંસા તથા તેના જેવા થવાય તે મળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org