________________ 136 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન તેવી આકાંક્ષા સેવાય છે. મંદિષણ પૂર્વ ભવમાં જૈન વણિક હતા. ચોર્યાસી જમણવાર કરાવનાર બ્રાહ્મણે (આ) જૈન વણિકની મદદ માંગી. તે પૈસા લેશે નહીં તેથી વધેલો સામાન તેને આપી દીધો; તે લાડ, ઘી, સાકર વગેરે લઈ ગયો. આટલાં બધાંને શું કરું? એમ વિચારી તે નિર્દોષ સામગ્રી સાધુ-સાધ્વીને આપી દીધી. આ પુણ્યાનુબંધી પુણ્યથી, શુભ અનુબંધથી જોરદાર પુણ્ય ઉત્પન્ન થયું; જ્યારે તે બ્રાહ્મણ હાથી થયો. 8 કન્યા સાથે લગ્ન થયા પછી નંદિષેણ દીક્ષા લે છે. ભોગાવલી કર્મ બાકી હોવા છતાં તથા દવે ના કહી હોવા છતાં તેણે દીક્ષા લીધી. બબ્બે, ચાર-ચાર ઉપવાસ 12/12 વર્ષ સુધી કર્યા. આપઘાત કરતાં પણ બચી જાય છે. એક વાર ધર્મલાભ કહી વેશ્યાના ઘરે પહોચે છે. તેણી કહે છે કે અહીં અર્થલાભ ખપે. તેણે આંખની પાંપણે તણખલું અડાડી સાડા બાર કોડ વરસાવ્યા. જતા રહેતા તેને તેણીએ રોક્યા. રોકાઈ ગયા. વેશ્યાના ચાળાથી પડ્યા. નિકાચિત કર્મ ભોગવવા જ પડશે, “દેવી વચન' યાદ આવ્યું. છતાં પ્રતિદિન ૧૦ને પ્રતિબોધ કર્યા પછી (12-12 વર્ષ સુધી 10-10 પ્રતિબોધ્યા) ભોજન. એક વાર એક પ્રતિબોધ ન પામતાં વેશ્યાના વચનથી ૧૦મા તમે તેથી ચાનક લાગતા ઊભા થઈ ગયા. ભગવાન પાસે જઈ જોરદાર તપસ્યામાં લાગી ગયા.' ચેલણાનો પુત્ર તે કોણિક. વિચિત્ર દોહદથી ચલ્લણાએ તેને ફેંકી દીધો. સાચું જાણ્યા પછી કરડાયેલી આંગળીમાંથી પરુ ચૂસી શ્રેણિકે તેને મોટો કર્યો. શ્રેણિકે તેના બીજા બે ભાઈ હલ્લ-વિહલ્લને સેચનક હાથી તથા દિવ્ય હાર આપ્યા. કોણિકની પત્ની પદ્માવતીએ તે માટે જીદ કરી તેથી યુદ્ધ થયું. ચેટકમામા પાસે તેઓએ રક્ષણ મેળવ્યું. કાલી વગેરેના 10 પુત્રોને હણ્યા. રથમુશલ યુદ્ધમાં 1 કરોડ 80 લાખ હોમાયા. પાલક પિતાને કેદ કરી દરરોજ 100 ચાબખા મરાવતો. સાચી પરિસ્થિતિ જાણ્યા પછી કુહાડો લઈ છોડાવવા જાય છે પરંતુ શ્રેણિક તે ન જાણતાં આપધાત કરે છે. જ્યારે શાલિભદ્ર દીક્ષા લેવા તૈયાર થાય છે ત્યારે ભદ્રા માતાના વરઘોડામાં શ્રેણિક પોતે છડી ધારણ કરી ઉઘાડા પગે પાલખી આગળ ચાલ્યા. સમકિતી હતા તેથી વૈરાગીને અનુમોદન કર્યા કરી. જૈનધર્મી ચેટકરાજાને ચેલણા, જ્યેષ્ઠા, સુજષ્ઠા વગેરે પુત્રીઓ હતી. જ્યેષ્ઠા ને શ્રેણિક બંને અરસપરસ પ્રેમી હતાં, પરંતુ પોતાની પુત્રી જૈનધર્મીને જ આપવી તેવા પિતાના આગ્રહથી તે બંનેએ ભોયરું તૈયાર કરાવી નાસી જવા તૈયારી કરી. નિશ્ચિત દિને શ્રેણિક આવે છે, પરંતુ ઘરેણાંના દાબડામાં લોભ રહી જવાથી તે પાછી ફરે છે. શ્રેણિકની સંપત્તિ આગળ આની કંઈ વિશાત ન હતી પણ ભાન ભૂલી પાછી ફરી. તે દરમ્યાન તેની નાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org