SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેણિકરાજાનો કટુંબકબીલો * 137 બહેન ચેલણા તેને વિદાય કરવા આવી પહોંચી. સમય ઘણો બારીક હતો તેથી સરખી બહેનો હોવાથી શ્રેણિક ચેલ્લણા સાથે ભાગી છૂટે છે. કર્મનો દોષ જોઈ બીજા જોડે પણ આવું બને તેમ માની તે જ્યેષ્ઠા દીક્ષા લે છે. ચેલણાની પરીક્ષા કરવા એક વાર અજૈન મંદિરમાં રાતવાસો કરેલ સાધુ પાસે વેશ્યા મોકલે છે. સમયપારખુ સાધુ દીવામાં પોતાનાં વસ્ત્રાદિ બાળી લંગોટી પહેરી રાખ શરીરે ચોપડી અલખનિરંજન કરતા બહાર નીકળ્યા ત્યારે શ્રેણિક કામયાબ ન થતાં જૈન ધર્મમાં વધુ શ્રદ્ધાન્વિત થયા. સમકિત પામ્યા પછી જિનવચનમાં શંકાદિ દૂષણ રહિત શ્રેણિક રાજા પ્રતિદિન સુવર્ણના એકસો આઠ જવ કરાવરાવી નિત્ય નવા નવા તે જવથી સોનાના 108 સ્વસ્તિક રચતા હતા. ભગવાન મહાવીર સ્વામી જ્યારે રાજગૃહીમાં ન હોય ત્યારે તેઓ જે સ્થળે વિચરતા હોય તે નગરની દિશામાં સાત-આઠ ડગલાં ભરી ત્રણ ખમાસમણાં દઈ ભક્તિસભર ઉલ્લાસિત હૃદયે પ્રભુને વંદી સુવર્ણના જવથી સ્વસ્તિક કરતા, સ્તવનાદિ કરી અનુષ્ઠાનો કરતા. આ પ્રમાણે શ્રેણિક રાજાએ જિનભક્તિના પ્રભાવથી જિનનામકર્મ ઉપાર્જિત કર્યું અને તેથી આગામી ચોવીસીમાં તેઓ પદ્મનાભ નામના પ્રથમ તીર્થકર થશે. તેમને આપણા ભાવભક્તિપૂર્વક કોટિ કોટિ વંદન. - શ્રેણિક રાજા આ અત્યુત્તમ સ્થાને પહોંચી શક્યા, કારણ કે તેઓ વિરાગી હતા. અભયકુમારને રાજ્ય સોંપી નિવૃત્ત થવાની તેમણે ઈચ્છા કરી પરંતુ તેણે સંસારત્યાગની સંમતિ માંગી. તેને ખુશીથી તે આપી દીધી; કેમ કે સંસારને ભયંકર જેલ કે કતલખાનું સમજનાર તેમાંથી નીકળી જનારને અંતરાય કેમ કરે? વૈરાગી શ્રેણિક આ વાત સમજી શક્યા. કૃષ્ણ પણ તેવા વૈરાગી હતા. પોતાની પુત્રીઓને સમજાવી સંસારત્યાગના માર્ગે ચઢાવતાં. થાવ...ાપુત્રની દીક્ષા વખતે ઢંઢેરો પિટાવેલો કે જે કોઈને સંસારત્યાગ કરવો હોય તો પાછળવાળાની પોતે સંભાળ કરશે. બંને સંસારત્યાગ કરનારાની અનુમોદના કરતાં, જોકે પોતે તેમ કરી શકવા સમર્થ ન હતા ! અભયકુમારની બુદ્ધિ અજોડ એ કીર્તિ ધરાવનાર અભયકુમાર શ્રેણિક રાજાના મોટા પુત્ર હતા. આર્દ્રકુમારને પ્રતિબોધિત કરનાર અભયકુમાર હતા. રાજગૃહી નગરી, જેમાં મહાવીર સ્વામીના 14 ચોમાસા રાજગૃહી તથા તેના ઉપનગર નાલંદામાં થયા હતા. રાજગૃહીને શોભાવનારા પ્રતિદિન 7 હત્યા કરનાર અર્જુનમાલી, શાલિભદ્ર, જેને ધર્મલાભ કહેવડાવ્યો હતો તે સુલસા, પુણિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy