________________ 138 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન શ્રાવક, પર૭ને પ્રતિબોધિત કરી સંયમ માર્ગે દોરનાર ચરમકવલી જંબુસ્વામી, અનેક તપસ્વીઓ, શ્રાવક શ્રેષ્ઠીઓ, સતીઓ, રાજપુત્રો તથા રાજપરિવારની પ્રેરક સ્મૃતિઓ રાજગૃહી સાથે સંકળાયેલી છે. શ્રેણિક રાજાની ધારિણી રાણીના પુત્ર મેઘકુમારે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી તેનો સંથારો બારણા પાસે છેલ્લે આવ્યો, તેથી સાધુઓની અવરજવરથી ધૂળ પડવાથી, પગ અડવાથી ઊંધી ન શક્યા. સવારે પ્રભુને તેમણે ઘેર પાછા જવાની વાત કરી ત્યારે પૂર્વજન્મમાં કષ્ટ સહન કરવાનો વત્તાંત જણાવ્યો અને સંયમમાં સ્થિર કર્યો. પૂર્વ ભવમાં અનેક હાથીઓના અગ્રણી તરીકે સુમેરપ્રભ નામના હાથી હતા. વનમાં લાગેલા દાવાનળથી બચવા આવેલા પ્રાણીઓમાં એક સસલું ઊંચા કરેલા પગ નીચે આવી બેઠું. ઊંચો કરેલો પગ નીચે મૂકે તો તે મરી જાય તેથી કરુણાદ્રિ હૃદયવાળા તેણે લગભગ રાતદિવસ પગ ઊંચો રાખ્યો તેથી ગબડી પડી મૃત્યુ પામ્યો હતો. તે જીવ તે મેઘકુમાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org