________________ 16 આંકડાની કરામત યાને સંખ્યાની સજાવટ આ સંસાર એક અજાયબ ઘર છે. ચૌદ રાજલોક સુધી તે ફેલાયો છે. જૈનદર્શન પ્રમાણે 45 લાખ જોજન લાંબી સિદ્ધશિલા સાત દેવલોક અને સાત નરકની ઉપર આવેલી છે. સર્વાર્થસિદ્ધ દેવલોકના જીવનું આયુષ્ય સાત લવ ઓછું પડ્યું તેથી તેનો સંસાર 33 સાગરનો વધી પડ્યો. અનંત પુગલપરાવર્તા વ્યતીત થઈ ગયાં. 4 ગાઉ લાંબો, 4 ગાઉ પહોળો, 4 ગાઉ ઊંડો ખાડો અત્યંત સૂક્ષ્મ વાળથી ભરી એવો ખીચોખીચ ભર્યો હોય કે ચક્રવર્તીનું સૈન્ય પસાર થાય તો પણ દબાય નહીં. તેમાંથી 100 વર્ષે એક એક વાળ કાઢતાં તે ખાલી થાય તેને પલ્યોપમ કહેવાય. 10 ક્રોડાક્રોડી પલ્યોપમનો એક સાગરોપમ અને 10 ક્રોડાકોડી સાગરોપમની એક અવસર્પિણી-ઉત્સર્પિણી અને અવસર્પિણી જેટલા સમયની હોય તે એક કાલચક્ર બનાવે. અસંખ્ય કાલચક્ર પુગલપરાવર્તમાં પસાર થાય. પ્રત્યેક કાલચક્રના બે આરા હોય. તેમાં ત્રીજા અને ચોથા આરાના અંત પહેલાં 24 તીર્થકરો થાય. અજિતનાથના સમયમાં ઉત્કૃષ્ટ 170 તીર્થકરો થયા. વિહરમાન 20 તીર્થંકરો મહાવિદેહ ક્ષેત્રમાં હોય. એક સમયમાં ઉત્કૃષ્ટ 108 જીવો મોક્ષ પામે. આ અવસર્પિણીમાં ભગવાન ઋષભદેવ થયા, જેમને 100 પુત્રો હતા. તેમનું આયુષ્ય 84 લાખ પૂર્વનું હતું. 84 લાખને 84 લાખ ગુણતાં 7056OOOOOOOOO આ સંખ્યા આવે; તેને 84 લાખ ગુણીએ તેટલું આયુષ્ય પ્રથમ તીર્થકરનું હતું. તેમણે 83 લાખ પૂર્વે સંસારમાં ગાળ્યા. દીક્ષા લીધા પછી 365 દિવસના ચૌવિહાર ઉપવાસ તથા 1OO0 વર્ષ પછી કેવળજ્ઞાન ! આટલી ભૂમિકા કરી દેવવંદન ભાવપૂર્વક કરી આગળ વધીએ. સકળતીર્થમાં પહેલે સ્વર્ગે ૩ર લાખ, બીજે 28 લાખ, ત્રીજે 12 લાખ, ચોથે 8 લાખ, પાંચમે 4 લાખ, છ 50 હજાર, ૭મે 40 હજાર, ૮મે છ હજાર, નવ-દશમે 400, ૧૧-૧૨મે 30C), નવગ્રેવેયકે 318, પાંચ અનુત્તરમાં સર્વે મળી 84 લાખથી વધુ જિનબિંબો હોય. આખા તીર્થનંદનની ગણતરી ધ્યાનમાં લેતાં 15 અબજથી વધુ જિનબિંબોને પ્રણામ કરાય છે. તેવી જ રીતે “જગ ચિંતામણિ” ચૈત્યવંદનમાં ભરતેશ્વરે અષ્ટાપદ પર પ્રસ્થાપિત કરેલાં જિનબિંબો, 24 તીર્થકરો, 15 કર્મભૂમિમાં 170 તીર્થકરો, વિચરી રહેલાં નવક્રોડ કેવલી, 9 હજાર ક્રોડ સાધુ, Jain Education International For Private & Personal Use Only rsonal Use Only www.jainelibrary.org