________________ 1400 જેન ધર્મનાં સ્વાધ્યાય-સુમન સીમંધરસ્વામી વગેરે વર્તમાનકાળના 20 જિનવરો, 2 ક્રોડ કેવળજ્ઞાનધારી મુનિઓ તથા 2000 વિચરતા સાધુને નિત્ય પ્રભાતે વંદન કરવાનો મનસૂબો સેવીએ. પાતાલ, ભૂમિતળ તથા સ્વર્ગમાં રહેલા ત્રણે કાળના જિનેશ્વરો વંદના છે. જગચિંતામણિમાં 1542 ક્રોડ, 58 લાખ 36080 શાશ્વત જિનબિંબોને વંદન. જંબુદ્વીપની ગણતરી એક લાખ યોજનની કરાઈ છે. તે લાખ યોજન લાંબો, પહોળો થાળી જેમ ગોળાકાર છે. પાંચ મહાવિદેહ, પાંચ ભરત તથા પાંચ ઐરાવત કર્મભૂમિ, 30 અકર્મ ભૂમિ તથા પ૬ અંતર્લીપની ભૂમિ ગણાય છે. કર્મભૂમિના સંયમી અને અન્ય જીવો પાંચ મહાવ્રત, 12 અણુવ્રતધારી હોય છે; 14 ગુણસ્થાનો છે, 18 પાપસ્થાનકો છે. 7 લાખ વનસ્પતિકાય વગેરે 84 લાખ જીવયોનિ બતાવી છે. તીર્થકરો 34 અતિશયો તથા વાણીના 35 ગુણો ધરાવે છે. ઘણાખરા તીર્થંકરો તે જ ભવે મોક્ષે જાય છે. પરંતુ ષભદેવને 13, નેમિનાથને 9, પાર્શ્વનાથને 10, શાંતિનાથને 12, ભગવાન મહાવીરસ્વામીને 27 ભવો જેમાં બે વાર ૭મી નરકે જવું પડ્યું હતું. બાકીના તીર્થકરોને 3 ભવ સમ્યકત્વ પામ્યા પછી કરવા પડ્યા હતા. નંદન રાજર્ષિના ૨૫મા ભવમાં તેમણે 11,80,645 માસખમણ સાથે 20 સ્થાનક તપ કર્યા. 24 તીર્થકરો, 12 ચક્રવર્તીઓ, 9 વાસુદેવ, 9 બળદેવ અને 9 પ્રતિવાસુદેવ એમ 63 શલાકાપુરુષો ગણાવાય છે; જેને ઉદ્દેશીને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે “ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર” નામની એક સુંદર, સંસ્કૃતમાં અભ્યાસ કરી શકાય તેવી, કૃતિ રચી છે. પ્રાચીન સમયમાં રાજાઓ, ચક્રવર્તીઓ, વાસુદેવો, ધનાઢા વ્યક્તિઓ વધુ પત્ની કરતા. બહુપત્નીત્વ કે જેને અંગ્રેજીમાં Polygamy કહે છે તે રિવાજ ભારત ઉપરાંત અન્ય દેશોમાં પ્રચલિત હતો. ભરત ચક્રવર્તીને 1 લાખ 92 હજાર પત્નીઓ હતી. ચક્રવર્તીને 64 હજાર હોય, 32 હજાર હોય, 16 હજાર હોય. અજિતશાંતિ સ્મરણમાં કુરુજનપદના નરેશ્વરને 64 હજાર સ્ત્રીના સ્વામી કહ્યા છે. ધન્ના-શાલિભદ્રને અનુક્રમે 8 અને 32 પત્નીઓ હતી. પેઢાલપુત્રને સુંદર ધનાઢ્ય 32 પત્નીઓ હતી; અનાથમુનિને 32 પત્નીઓ હતી. જંબુસ્વામીને 8, શ્રેણિકરાજાને 23, કૃષ્ણને 16 હજાર, શ્રીપાલરાજાને 9, ગુણસાગરને 8 પત્નીઓ તથા પૃથ્વીચંદ્રને 16 પત્નીઓ હતી. વાસુદેવને 16 હજાર, બળદેવને અનેક પત્ની હોય છે. માંડલિક રાજાના અંતઃપુરમાં ઘણી સ્ત્રીઓ હોય છે. બળદેવ નિયમથી દેવગતિમાં જાય છે; જ્યારે ચક્રવર્તી દીક્ષા ન લે તો નરકે જાય છે. જેમ કે બ્રહ્મદત્ત અને સુભૂમ. ચક્રવર્તી શ્રીપાલરાજાને 9 પત્નીઓ, 9 પુત્રો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org