________________ આંકડાની કરામત યાને સંખ્યાની સજાવટ - 141 ૯મા ભવે મોક્ષે જવાનું રાસમાં જણાવ્યું છે. અવંતિસુકમાળ 32 સ્ત્રીના સ્વામી હતા. તેની 31 પત્નીઓએ દીક્ષા લીધી. સમતા ગુણ જેનાથી પ્રાપ્ત થાય તે સામાયિક. દેવસિક પ્રતિક્રમણમાં સક્ઝાય કરાય છે. તેમાંની એકને સામાયિક ફલ તથા પ્રતિક્રમણ સ્વરૂપ દર્શક સઝાય કહે છે કે લાખ ખાંડી સોનું લાખ વર્ષ સુધી દાનમાં અપાય તો પણ તે એક સામાયિકની લગારે તોલે ન આવે. વળી સામાયિકનું ફળ પ્રત્યેક મિનિટનું 2 પલ્યોપમનું ગણતાં 48 મિનિટમાં તે 92 કરોડથી વધુ થાય. તેનું ફળ 925, 925, 925 પલ્યોપમ એટલે 92 કરોડ, 59 લાખ, 25 હજાર 925 થાય. દરિયાપથિકી સૂત્રમાં મિચ્છામિ દુક્કડના 1824120 ભાગાં રહેલાં છે. શ્વેતાંબર જૈનો પ્રમાણે 45 આગમો, અન્ય પ્રમાણે 84 તથા સ્થાનકવાસીના મતે 32 આગમો ગણાવે છે. તેમાં ઠાણમાં એક, બે, ત્રણથી 10, વગેરે સંખ્યાવાળા પદાર્થોનું નિરૂપણ છે. સમવાયમાં પણ 1 થી 100 સુધીના પદાર્થોનું નિરૂપણ, ત્યારબાદ 150, 200, 300, 500, 2 હજાર, 3 હજાર એમ 10 હજાર, લાખ, 2 લાખ, 10 લાખ, કરોડ, ક્રોડાકોડી સાગરોપમ એમ ૧૩પ સુત્તો પૂરાં થાય છે. જૈનદર્શન પ્રમાણે દુનિયાની માનવવસ્તી કદાપિ એકડા પછી 29 આંકથી વધુ નહી થાય ! સામાન્ય ગણિતમાં પરાર્ધ સુધીની સંખ્યા બતાવાય છે, જ્યારે શાસ્ત્રકારોએ 194 અંકની સંખ્યા જેને શીર્ષપ્રહેલિકા કહી છે. જ્યોતિષ કરંડકાદિ ગ્રંથોમાં 240 અંકની સંખ્યા બતાવી છે. આ બંને સંખ્યા “આત્મતત્ત્વ વિચાર પ્રથમ ભાગ પૃ. 114' પર બતાવી છે. આની સામે પુદ્ગલપરાવર્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ઘણો મોટો સમય થાય. મુહપત્તિ સામાયિક, પ્રતિક્રમણ, પૌષધાદિ અનુષ્ઠાનોમાં અવિભાજ્ય અંગ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેમાં 50 બોલ હોય છે. નવકારવાળીમાં 108 મણકાઓ હોય છે તે અરિહંતના 12, સિદ્ધના 8, આચાર્યના 36, ઉપાધ્યાયના 25 અને સાધુના 27 ગુણોના સરવાળા મુજબ 108 ગુણોના પ્રતીક સમાન છે. વળી 24 દંડક, 4 ગતિ, તીર્થંકરનાં 1008 લાક્ષણિક ચિહ્નો છે. - બ્રહ્માંડ 14 રાજલોક જેટલું છે : એક દેવ નિમિષમાત્રમાં લાખ યોજન જાય તો તે છ મહિનામાં જેટલું અંતર કાપે તે એક રજુ થાય. અથવા 38127970 મણનો એક ભાર એવા 1000 ભારવાળા લોખંડના ગોળાને નાંખતાં તે નીચે પડતાં 6 માસ, 6 દિવસ, 6 પહોર, 6 ઘડી અને 6 સમયમાં જેટલું અંતર કાપે તેને એક રક્યુ કહેવાય. પ્રકાશની ગતિ એક સેકંડમાં 1 લાખ 86 હજાર માઈલની છે. સેકંડમાં જે એક લાખને ક્યાંસી હજાર થાય. મદનબ્રહ્મ ઝાંઝરિયા મુનિ તરીકે દિક્ષા પછી જાણીતા થયા તેને 32 પત્ની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org