________________ 142 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન હતી. નમિરાજર્ષિને 500 પત્નીઓ હતી. કુમારનંદી સોની 500-500 સોનામહોરો આપીને 500 સુંદરીને પરણ્યો હતો. થાવસ્ત્રાપુત્રને અપ્સરા જેવી 32 પત્નીઓ હતી કે જેમાંની દરેકને એક કરોડ સોનામહોર તથા એકેક મહેલ આપવામાં આવ્યો હતો. માંડવગઢના મહામંત્રી બન્યા પછી પેથડને પગારમાં વાર્ષિક 147 મણ સોનું મળતું. તામલી તાપસે સંન્યાસધર્મ સ્વીકાર્યા પછી 60 હજાર વર્ષનો ઉગ્ર તપ કર્યો. પારણાના દિવસે જે વાપરતો તેને 21 વખત ધોઈ સત્ત્વહીન બનાવી ખાતો. રાજા વિક્રમે એક કરોડ સોનામહોરથી સિદ્ધસેન દિવાકરસૂરિનું ગુરુપૂજન કર્યું હતું. ચાંડાલને પેટે જન્મેલો મેતરાજ દેવની સહાયથી રાજા શ્રેણિકની પુત્રી તથા 8 શેઠકન્યાઓ એમ 9 પત્ની પરણ્યો. પૃથ્વીચંદ્રને 16 પત્નીઓ તથા ગુણસાગરને 8 પરણનાર સ્ત્રીઓ હતી; પરંતુ તેને મોહના ઘર માહરિયામાં કેવળજ્ઞાન તથા પૃથ્વીચંદ્રને રાજસિંહાસન પર બેઠા બેઠા કેવળજ્ઞાન થયું. નેમનાથ ભગવાનના શિષ્ય 14 પૂર્વધર આચાર્ય થાવાપુત્ર હતા. ભદ્રબાહુસ્વામી 14 પૂર્વધર, સ્થૂલભદ્ર 10 4 પૂર્વધર, વજસ્વામી 10 પૂર્વધર, જંબુસ્વામી છેલ્લા પૂર્વધર જિનભદ્ર ક્ષમાશ્રમણ 1 પૂર્વધર. 12 ભાવના, 4 મૈત્રાદિ ભાવના, 4 ઘાતી અને 4 અઘાતી કર્મો, મોહનીય કર્મની 28 પ્રકૃતિઓ, 14 નિયમો, 8 મદ, 7 ભય, 4 સંજ્ઞા, 5 દાન, 22 અભક્ષ્ય, 32 અનંતકાય, જીવોના મુખ્ય પ૬૩ ભેદ, 6 દ્રવ્યો, 7 નરક, 7 દેવલોક, 7 દર્શનસમક, 64 ઇન્દ્રો, 10 તિર્યગજુંભક દેવો તીર્થકરની માતા 14 સ્વપ્નો જુએ છે, ચક્રવતીની માતા 14 સ્વપ્નો ઝાંખાં જુએ છે. પ૬ દિકકુમારિકા પ્રસૂતિ કરાવે છે. ત્યારે તીર્થકર જન્મે. તપસ્વી સૌભરિમુનિ 50 રાજકન્યા પરણ્યો હતો. વૈયાવચ્ચી નંદિષણ નિયાણું કરી વાસુદેવના ભવમાં ઘણી રૂપસુંદરી પરણ્યો. ગંગા નદીને 8 પુત્રો હતા, અલસાને 32, મદાલસાને 8 પુત્રો હતા. ખંધક મુનિને પOO શિષ્યો હતા. ગાર્ગયાચાર્યને પણ 500 શિષ્યો હતા. પ્રત્યેક વનસ્પતિ જીવો એક અંતર્મુહૂર્તમાં 32000 ભવો કરે છે. જ્યારે અસ્તિકાય, પૃથ્વીકાય, અપકાય, વાયુકાય અને અગ્નિકાયના જીવો એક અંતર્મુહૂર્તમાં 12824 ભવો કરે છે, નિગોદનો જીવ 65536 ભવો કરે છે. નવકાર મંત્ર કે પંચમંગલમહાસુય સ્કંધ (જને મુનિશ્રી શુભંકરવિજયજીએ બ્રાહ્મી અને જૈન નાગરી લિપિમાં રજૂ કર્યો છે તે.) 14 પૂર્વોનો સાર છે. મૃત્યુ સમયે સાધક તેનું સ્મરણ કે જાપની સ્પૃહા રાખે છે. તેના 68 અક્ષરો છે જે 68 તીર્થયાત્રાનું ફળ આપે છે. 8 સંપદા, 8 સિદ્ધિ, 9 નિધિ આપે છે. એક અક્ષરનો જાપ 7 સાગરોપમ, એક પદનો જાપ પ૦ સાગરોપમ, આખો નવકાર 500 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org