________________ આંકડાની કરામત યાને સંખ્યાની સજાવટ - 143 તથા બાંધી નવકારવાણી પ૪૦૦૦ સાગરોપમનાં પાપોનો નાશ કરે છે. નવકારના 9 પદ, 8 સંપદા, 68 અક્ષર તેમાં 61 લઘુ અને 7 ગુરુ છે. પ્રથમ પાંચ પદના 35 અક્ષરો થાય તે 3 + 5 = 8 કર્મોનો ક્ષય કરે છે તેમ મનાય છે. - છ અત્યંતર અને છ બાહ્યતપ મળી ૧ર પ્રકારનાં તપ હોય છે. સંયમી ઉત્કૃષ્ટ તપ કરનાર સાધુ 18 હજાર શીલાંગરથના ધારક હોય છે. અનંતાનુબંધ, અપ્રત્યાખ્યાની વગેરે ચાર કષાયોના 16 વિભાગ પડે છે. 18 પાપસ્થાનકો બધાં પ્રતિક્રમણોમાં બોલાય છે. પાંચ કોડીના ફૂલ વડે કુમારપાલે ગદ્દગદ હૃદયે પ્રભુપૂજા કરી તેના ફળરૂપે 18 દેશના સમ્રાટ થયા તથા પુણ્યના ગુણાકારરૂપે ભાવી તીર્થકર પદ્મનાભના પ્રથમ ગણધર થશે. હેમચંદ્રાચાર્યના ઉપદેશથી પ્રતિવર્ષ ક્રોડ સોનૈયા સાધર્મિક માટે ખર્ચા. સુલતાએ દિવ્ય સહાયથી પતિની વિમાસણ દૂર કરવા દેવપ્રાપ્ત ગુટિકાઓ એકી સાથે ખાતાં ૩ર પુત્રો થયાં. જેઓ યુદ્ધમાં માર્યા ગયા, છતાં સમક્તિ સુલતાએ સમતા રાખી. મહાવીર સ્વામીના 11 ગણધરો ગૌતમાદિ. તે ગણધરોમાં પ્રથમ બે પ૦૦ શિષ્યોને, 3-4 બીજા ૫૦૦ને, પાંચમા ૫૦૦ને, 6-7 350-350, 8-9-1011 પ્રત્યેક 3C)0-300 શિષ્યોને એટલે કુલ 4400 શિષ્યોને 11 ગણધરો વાચના આપતા. તેઓ 11 હોવા છતાં ભગવાન મહાવીરને 9 ગચ્છ અને 11 ગણધરો હતા. કલ્પસૂત્રમાં 24 તીર્થકરોના વર્ણન સમયે તેઓનાં સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકાનો વિશાળ પરિવાર નોંધ્યો છે એટલો ઉલ્લેખ અત્રે ઉચિત ગણાશે. શાસ્ત્રકારો જણાવે છે કે, મનુષ્યના એક વખતના સંભોગમાં 9 લાખ પંચેન્દ્રિય અને અસંખ્ય સંમૂર્ણિત જીવો હણાય. જંબુદ્વીપ જે એક લાખ જોજનના વિસ્તારવાળો છે તેની વિદ્યાચારણ એક નિમેષમાત્રમાં ર૧ વાર પ્રદક્ષિણા કરી આવે છે; તેની સરખામણીમાં “પ્રકાશની ગતિમાં જે સેકન્ડમાં મૈલ ઘણાં કપાએ જે લાખ છપ્યાસી હજાર થાય” અત્યંત તુચ્છ છે. નિરંતર છઠ્ઠની તપશ્ચર્યા વડે પૂર્વગત શ્રુતરૂપ વિદ્યા વડે તપોલબ્ધિ પ્રાપ્ત થયેલા વિદ્યાચારણ મુનિ 3 લાખ 10 હજાર બસો સત્તાવીસ યોજનની પરિધિવાળાં જંબુદ્વીપને આ મહર્વિક દેવ ત્રણ ચપટી વગાડે તેટલા કાળમાં આ મુનિ ત્રણ વાર જંબુદ્વીપની પરિધિને ગતિ વડે ફરી વળે છે. તેવી રીતે નિરંતર અઠ્ઠમ તપ વડે જે લબ્ધિ પ્રાપ્ત થાય તે જંઘાચારણ છે. વિદ્યાચારણની લબ્ધિથી જંઘાચારણની લબ્ધિ અધિક હોઈ દેવની 3 ચપટીમાં આ મુનિ 21 વાર તેની પ્રદક્ષિણા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org