SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ 144 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન (ભગવતીસૂત્ર સાર-સંગ્રહ ભાગ 3, પૃ. 634-635, લેખક પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ.) નિગોદના જીવો પ્રતિ સમયે 17 વાર જન્મ મરણ કરે છે. કંદમૂળના જીવો 48 મિનિટમાં 65536 વાર જન્મમરણ કરે છે. મનુષ્યનાં 101 ક્ષેત્રો છે. 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ, પદ અંતર્ધ્વપ. આપણે ભરત ક્ષેત્રમાં છીએ તેમાં 32000 દેશો જેમાંના 31974 અનાર્ય અને ફક્ત 25 આર્ય દેશો છે. મુનિઓમાં ઠાણાંગ અને સમવાયના અભ્યાસી જ્ઞાનસ્થવિર, 20 વરસથી દીક્ષા પાળનારા દીક્ષાસ્થવિર, 60 વર્ષની ઉંમરના અનુભવી વયસ્થવિર ગણાય છે. સાધુસમુદાયે બે વાર જ આવશ્યક કરવા જ જોઈએ. દીક્ષા લીધા પછી અષ્ટાપદ પર વાલી તપ કરતા હતા ત્યારે પુષ્પક વિમાનમાં રાવણ જઈ રહ્યા હતા. તેનું વિમાન અલના કરવા લાગ્યું. ત્યારે વાલી પ્રત્યેના દ્વેષથી પર્વત તથા ત્યાંનાં તીર્થોનો નાશ કરવા અંગૂઠો દબાવી પર્વત નીચે વાલીએ રાવણને દબાવી દીધો; લોહી નીગળતો રાવણ બરાડા પાડવા લાગ્યો ત્યારે તેનું નામ રાવણ પડ્યું. એક વાર ચંદ્રહાસ ખડગ લઈ રાવણ વાલી પાસે આવ્યો. ત્યારે તેને ચપળતાપૂર્વક દડાની જેમ બગલમાં દબાવી આધ્યાત્મિક શક્તિ ધરાવનાર વાલીએ પૃથ્વી પર મોટું ચક્કર માર્યું તેથી આધિદૈવિક શક્તિઓથી કંઈક આધ્યાત્મિક શક્તિઓ છે. રાવણ પાસે 1000 વિદ્યાઓ હતી. અંગારમર્દિક મુનિને 500 શિષ્યો હતા, છતાં પણ તેઓ મિથ્યાત્વી હતા. હરિભદ્રસૂરિના બે શિષ્યોનાં અકાળે બૌદ્ધ ભિક્ષુઓની કદર્થનાથી મૃત્યુ થતાં તેનો બદલો લેવા 1444 ભિક્ષુઓને તળી નાંખવાનો વિચાર જ્યારે ગુરુએ જાણ્યો ત્યારે વિવિટંબણા અને વિડંબના ગુરુએ સમજાવી; સમજ્યા પછી તેના પ્રાયશ્ચિત્ત રૂપે 1444 ગ્રંથો લખવાનો વિચાર કર્યો. જેમાં કેટલીક કૃતિઓના અંતે “ભવ વિરહ' શબ્દ અંકિત થયેલો છે. “સંસારદાવાનલ' આવી તેમની છેલ્લી કૃતિ છે. વળી, ગુરુ સમ વહીવટથી સમરાદિત્ય કથા જેવી અદ્વિતીય કૃતિ સમાજને ચરણે ધરી. શુકપરિવ્રાજક મિથ્યાધર્મની અંધપરંપરામાં સત્યમાર્ગ ભૂલ્યો હતો. તેણે આચાર્ય થાવસ્ત્રાપુત્રની પાસે પોતાના 1000 શિષ્યો સાથે ચારિત્ર અંગિકાર કર્યું. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની કૃતિઓને 700 લહિયા બેસાડી કુમારપાળે નકલો કરાવી જુદે જુદે સ્થળે મોકલાવી. 1500 તાપસોમાંથી 500 મુનિને ખાતાં ખાતાં, ૫૦૦ને રસ્તામાં ચાલતાં, દૂરથી સમવસરણ જોતાં, અને ૫૦૦ને ભગવાનની વાણીનો રણકાર સાંભળતાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. ભરત ચક્રવર્તી તેની બહેન સુંદરીને પટ્ટરાણી બનાવવા માંગતા હતા પણ તેણીએ 60 હજાર વર્ષ સુધી આયંબિલ તપ કરી તેમાંથી મુક્તિ મેળવી. લબ્ધિભંડાર ગૌતમસ્વામી જેમના મસ્તક પર હાથ મૂકે તેઓ કેવલજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy