________________ આંકડાની કરામત યાને સંખ્યાની સજાવટ - 145 પ્રાપ્ત કરતા, પરંતુ તેઓ તો છબસ્થ જ રહ્યા હતા. તીર્થકર ભગવાન સંસારીના સરાગત્વનું શું જાણે ? તેમ ચકલા ચકલીનું મૈથુન જોનાર લક્ષ્મણા સાધ્વીએ ગુરુ પાસે આવું કૃત્ય જોનારાને શું પ્રાયશ્ચિત્ત આવે તેવું કપટપૂર્વક પૂછી પોતાની મેળે 16 વર્ષ મા ખમણના ઉપવાસ તથા 20 વર્ષ આયંબિલ અને ર વર્ષ ઉપવાસ કર્યા. કુલ 50 વર્ષની કપટપૂર્વકની તપશ્ચર્યા નાકામિયાબ નીવડી, કેમ કે તપ છતાં પણ તેનો સંસાર 800 સાગરોપમ જેટલો વધી ગયો. તેવી રીતે કમી તરફ સરાગ દષ્ટિ ધરાવનારી રુમીએ ગુરુ પ્રત્યે આકર્ષિત થઈ. તેને જ ગુરુપદે સ્થાપી ગુરુની પરીક્ષા કરું છું તેવું ગુરુ દ્વારા પુછાતાં અસત્ય વચન ઉચ્ચારી તેનો સંસાર અનંત મવોનો વધાર્યો. વિચરતાં વિચરતાં વિમલકેવલી ચંપાપુરીમાં પધારે છે; તેનો 84 હજાર સાધુ સમુદાયનાં પારણાં કરાવવાનો વિચાર જિનદાસને આવે છે. તે અમારા કલ્પ પ્રમાણે અશક્ય છે; પરંતુ જો વિજય શેઠ અને વિજયા શેઠાણી તેમને તેના ઘરે જમાડે તો ૮૪૦૦૦ને વહોરાવ્યાનું ફળ તમને મળે. તેમણે તેમ કર્યું. અને નૈષ્ઠિક બ્રહ્મચારી કેવા પુણ્યશાળી હોય તે આ પરથી જણાય છે. ભગવાન મહાવીર સ્વામીના પરિવારમાં ઇન્દ્રભૂતિ વગેરે 11 ગણધરો, 14,OOO સાધુ, ચંદનબાળા પ્રમુખ 36,000 સાધ્વીઓ, 1 લાખ 29 હજાર શ્રાવકો તથા 3 લાખ 50 હજાર શ્રાવિકાઓ હતાં. દીક્ષા પહેલાં તેમણે 3 અબજ, 88 કરોડ, 80 લાખ સોનામહોરનું વાર્ષિક દાન દીધું. - ભરત ચક્રવર્તી અને બાહુબલીએ 500-500 સાધુઓની ઉત્કૃષ્ટ નિરાશસભાવે વૈયાવચ્ચ કરેલી તેથી તેના શુભ પરિપાક રૂપે અઢળક સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા તથા બાહુબળ મળેલાં. આ ભક્તિ તેઓએ ચિત્તિની તન્મયતાપૂર્વક કરેલી, ભારે વિશુદ્ધ ભાવોલ્લાસવાળું તન્મય મન રાખેલું એ જ ધ્યાન; અને એથી ઉચ્ચ આત્મદશા મળેલી. પોતાની મેળે હું મહાવીરનો શિષ્ય છું એમ માનનારા ગોશાલાને ભગવાને તેજોવેશ્યા શીખવી. તેણે તેનો ઉપયોગ ખુદ મહાવીર પર કર્યો. છેલ્લે સાચું ભાન થતાં પશ્ચાત્તાપના પાવન અગ્નિમાં ભૂલને શેકી નાંખી ૧૨મા દેવલોકમાં પહોંચી ગયો. - પુંડરિકસ્વામી જે ઋષભદેવના ગણધર હતા તે પાંચ કરોડ મુનિઓ સાથે કેવળી થયા. ગિરિરાજ શેત્રુંજય પર કાંકરે કાંકરે સિદ્ધ થયા છે તેવું મનાય છે. તે ગિરિ પર સિદ્ધગતિને પામેલા મહાત્માઓની નામાવલી નીચે પ્રમાણે છે : દ્રાવિડ અને વારિખિલ્લ 10 કરોડ મુનિ, શાંબ અને પ્રદ્યુમ્ન 3 ક્રોડ, પાંચ પાંડવો 20 જૈન-૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org