SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ 146 જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ક્રોડ, નમિ અને વિનમિ 2 ક્રોડ, નારદ 91 લાખ, ભરત 1 હજાર, વસુદેવની પત્ની 35 હજાર, ભરતમુનિ 5 ક્રોડ, અજિતનાથ પ્રભુના સાધુઓ 10 હજાર, પ્રદ્યુમ્નની સ્ત્રી વૈદર્ભી 4400, બાહુબલીના 1008, થાવસ્ત્રાપુત્ર 1 હજાર, કદંપ ગણધર 1 ક્રોડ, થાવસ્યા ગણધર 1000, શેલકસૂરિ પ૦૦, રામ અને ભરત 3 ક્રોડ, સોમયશા 13 ક્રોડ, સગરમુનિ 1 ક્રોડ, અજિતસેનમુનિ 17 ક્રોડ, શ્રીસારમુનિ 1 ક્રોડ, આદિત્યયશા 1 લાખ, શુકપરિવ્રાજક 1 હજાર, કાલિક 1000, સુભદ્રમુનિ 700, શાંતિનાથ પ્રભુના શિષ્યો દમિતારી 14 હજાર, શ્રી શાંતિનાથ પ્રભુના ચોમાસામાં 1,52,55,777 સાધુઓ, શાંતિનાથ પ્રભુના પરિવારના 10 હજાર સાધુઓ, ભરતચક્રીની પાટે અસંખ્ય રાજાઓ અનશન કરી કર્મો ખપાવી મોક્ષે ગયા છે. નરકે જનારા સુભૂમ ચક્રવર્તીનું યાન 16OO0 યક્ષદેવતા ઊંચકતા હતા પણ તે દરિયામાં પડી ગયું. નવકારમંત્રના ગૂઢ રહસ્યને રામજાવવા માટે વૈવિધ્યપૂર્ણ પ્રયોગ કરીને કવિએ પંચ શબ્દનો સુંદર ભાવવાહી ઉપયોગ કર્યો. જે નીચે પ્રમાણે છે : પંચ સઝાય મહાવ્રત પંચહ, પંચ સમિતિ સમકિત; પંચ પ્રમાદહ વિષય તજો પંચ, પાળો પંચાચાર. અનંત ચોવીસી પહેલાં ધમ્મસિરિ નામના ૨૪મા તીર્થંકર હતા. તેમના શાસનમાં કમલપ્રભ નામના આચારાદિમાં અજોડ આચાર્ય હતા. તેમને 500 શિષ્યો હતા. એવા ભાવમાં હતા કે તે ભવમાં મોક્ષ પામે. ચૈત્યવાસી સાધુના કપટથી જ્યારે સાધ્વીજીએ તેમનાં ચરણને સ્પર્શ કર્યો ત્યારે બચાવમાં ગલ્લાતલ્લા કર્યા અને તેમનું નામ સાવઘાચાર્ય પાડ્યું. અનન્ત ભવોમાં ભટકી છેલ્લે મોક્ષગામી થયા. રત્નત્રયી 3, સત્ત્વ, રજસ અને તમસ 3, 4 કષાયો, દર્શનસપ્તક 7, સમ્યક્તનાં 5 લક્ષણો, ર૪ કલાકમાં 7 ચૈત્યવંદન આવે છે. સમ્યત્વના 67 બોલ, ભક્તામર તથા કલ્યાણ મંદિરના 44-44 શ્લોકો, પાર્શ્વનાથ ભગવાનનો 18 અક્ષરનો મંત્ર, રોહિણી, પન્નતિ વગેરે 16 વિદ્યાદેવીઓ, વળી રોહિણી, પતિ... મહમાણસિયા 16 દેવીઓ, જખા, ગોમુતાદિ 24, ચક્રેશ્વરી, અજિઆ... કાલિ, મહાકાલી... પદ્માવતી 24 તીર્થકરોની દેવીઓ અજિતશાંતિ પ્રમાણે મહાચક્રવર્તી 72 હજાર પુરના સ્વામી, 32 હજાર રાજાઓથી અનુસરાતા, જેમને 14 રત્નો, 9 મહાનિધિ, 64 હજાર સુંદરીના ધણી, 84 હજાર હાથી, રથ, ઘોડાના સ્વામી, 90 ક્રોડ ગામના ધણી હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy