________________ 86 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન બીજા પ્રસંગે જ્યારે પોતાની સંપત્તિમાં ચરુ મળ્યા ત્યારે તેનો ઉપયોગ જિનેશ્વરના મંદિરમાં તે ચરુ દ્વારા મળેલું ધન વાપર્યું તથા પ્રતિદિન કારીગરોને રજકણના જેટલી ચાંદી અપાતી તથા તેઓના સ્વાથ્યની ખડે પગે દરકાર કરતાં તેથી તેમને અનુપમાદેવીનું માનદ બિરુદ મળ્યું હતું. કારીગરો પર રાતદિન દેખરેખ રાખવાથી, આરોગ્યાદિની ચિંતા કરવાથી, છૂટા હાથે મજૂરી ઉપરાંત દાન આપતી, તમામ કોમના દીન-દુઃખીઓને તે જે ઉદારતાથી અનુકંપાદાન કરતા તેથી તેને બધાં પદર્શન-માતા કહેતા. પાહિણીએ જે બાળકને જન્મ આપ્યો તેને સાથે લઈ તે એક વાર ગુરુશ્રી દેવચંદ્રસૂરીશ્વરને વંદન કરવા આવી. તેનું પોતાના આસન પર બેસી જવું તથા મુખ પરની કાન્તિ જોઈને તેના બાળક શાસનસમ્રાટ બને તેમ લાગવાથી ગુરુએ પાહિણી પાસે પોતાની ઇચ્છા “શાસનને ચરણે તેની ભેટ ધરવાની' જણાવી. ત્યારે પતિની ગેરહાજરીમાં હસતા મુખે બાળકને શાસનની સેવા માટે આપી દીધો. તે સોમચંદ્રમાંથી અલૌકિક પ્રતિભા અને પ્રજ્ઞા વડે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્ર બની ગુજરાતના ઇતિહાસમાં અમર નામ કરાવનાર એ સુપુત્રની માતા પાહિણીને ધન્યવાદ. એક મહાન શ્રાવિકો પોતાના કલેજાના ટુકડાનું અને પુત્રમોહનું બલિદાન કેવી શાસનનિષ્ઠાથી આપી શકે છે એનું જીવંત અને જાગૃત પ્રતીક ! અંતે પાહિણીએ પુત્રના પવિત્ર પંથે પગરવ પાડી પ્રવર્તિની પદને વિભૂષિત કર્યું. રેવતી મહાશતકની 13 પત્નીઓમાંથી એક હતી. તેણીએ 12 શોક્યોમાંથી છને ઝેર આપી મારી નાંખી તથા છને શસ્ત્ર વડે હણી નાંખી. ત્યારબાદ મહાશતકને પૌષધવ્રતમાં હોવા છતાં પણ ઝેર આપી મારી નાખ્યા. આ રેવતી મદિરા તથા માંસ ખાનારી હતી. તેનાથી વિપરીત બીજી રેવતી કે જેણે ભગવાન મહાવીરને બીજોરાપાક વહોરાવ્યો હતો. ગોશાલકે કેવળી ભગવંત મહાવીરના ઉપર તેજોલેક્ષા છોડી ત્યારે તેમને લોહીના ઝાડા થયા. તેના પ્રતિકાર રૂપે બીજોરાપાકની જરૂર હતી. રેવતીએ હર્ષોલ્લાસપૂર્વક ભાવભીના હૃદયે તે વહોરાવ્યો. તે દ્વારા ઉપાર્જિત કરેલા પુણ્યાનુબંધી પુણ્યના પરિપાક રૂપે તે આગામી ઉત્સર્પિણીમાં થનારા 24 તીર્થકરોમાં સત્તરમા તીર્થંકર સમાધિ નામે થશે. જૈન ધર્મમાં નાત-જાત, સ્ત્રી-પુરુષ, ઊંચ-નીચાદિનો ભેદ નથી એટલે કે જો તે જીવો ગુણસ્થાનકે ચઢવા અપૂર્વકરણાદિ કરે તો તેઓ પણ મોક્ષ મેળવી શકે તેમ છે અને તેમાં મલ્લિનાથ, તુલસા, રેવતી જેવાં સ્ત્રીરત્નો પણ તીર્થકર પદ પ્રાપ્ત કરે છે. પુષ્પચૂલા તેના ભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ છે તે જાણ્યા પછી દીક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org