________________ અસારે ખલુ સંસારે..” - 87 લેવા પતિને જણાવે છે. તેમાં રાજ્યમાં રહેવાનું તથા પ્રતિદિન તેનાં દર્શન કરે તેવી બે શરતો પછી દીક્ષા લીધી. તેના જીવનમાં બાહ્ય તથા આત્યંતર બંને પ્રકારનાં તપ હતાં. તેના રાગદ્વેષ ખૂબ પાતળા પડી ગયા હતા. ઉત્કૃષ્ટ ભાવે વૃદ્ધ ગુરુની વયાવચ્ચ કરતાં આત્મસ્વરૂપના રટણ ઉપર ચઢતાં ઘાતી કર્મોનો ક્ષય થયો; પુષ્પચૂલા સાધ્વીજીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અર્ણિકાપુત્ર-ગુરુને પણ નદી પાર કરતાં કેવળી થશો તેવું તેના કહેવાથી ગોચરી બાજુ પર મૂકી ગંગા નદી પાર કરવા પ્રમાદ ન કરતાં, ચાલવાની તાકાત ન હોવા છતાં પણ ભગવંતના વચને અપૂર્વ જમ આવ્યું. હિંમત ભેગી કરી ઊભા થયા. પહોંચ્યા કિનારે. નૌકામાં બેઠા. મુસાફરોએ તેમને નદીમાં ફેંક્યા. પૂર્વના વૈરી દેવે ભાલાની અણી પર ઝીલ્યા. લોહીના પડી રહેલા બિંદુથી પાણીના જીવોની હિંસા થશે તેથી પાપી શરીરનો ધિક્કાર કરતાં કરતાં કેવળી થઈ ગયા. ગુરુ-શિષ્યા બંને અપ્રતિપાતી જ્ઞાનનાં અધિકારી બની ગયાં. ભાવના ભવનાશિની ને ! પ્રભંજના રાજકુંવરીનાં લગ્નની ચૉરી તૈયાર થઈ ગઈ છે. મિત્રમંડળ તથા સગાંસંબંધીથી ઘર ભરાઈ ગયું છે. સોળે શણગાર સજી તથા વિભૂષિત થઈ તે છેલ્લે છેલ્લે સાધ્વીજી વાંદવા હજાર સખીવૃંદ સાથે નીકળી પડે છે. તેને જોઈ સુવ્રતા સાધ્વીજી વૈરાગ્ય નિગળતી વાણીમાં ધર્મોપદેશ સંભળાવે છે. તેના પર હૃદયપૂર્વક મનન કરતાં ધર્મધ્યાન અને ત્યારબાદ શુક્લધ્યાનનાં ચરણો ચઢતાં ચઢતાં કેવળી બની જાય છે. દેવો તેનો ઉત્સવ ઊજવવા આવે છે. પ્રભંજનાને લગ્નની ચોરીમાં મંગળફેરા ફરવાનું તો બાજુ પર રહી ગયું, પરંતુ તેણીએ ભવના ફેરા ફરવાનું હંમેશને માટે બંધ કરી દીધું. આવાં આવાં દૃષ્ટાન્તો જૈન ધર્મના ઇતિહાસનાં પૃષ્ઠોને અલંકૃત કરે છે. એક રાજાએ ચોરી કરનાર મોટા ચોરને પકડ્યો છે. તેને ફાંસી આપવાની છે. તે રાજાને 99 પત્નીઓ છે. તેમાંથી 98 માનીતી છે અને એક અણમાનીતી. તેઓ રાજાને કહે છે ચોરે દરેકના ઘેર એકેક દિવસ આવવું અને ત્યાર પછી ફાંસી આપવી. રાજા તે વાત માન્ય કરે છે. દરેકે દરેક 98 રાણીઓ સારી રીતે સરભરા કરે છે છતાં પણ તે મૃત્યુના ભયથી ખુશ નથી. છેલ્લે અણમાનીતી રાણી તેને અભયદાન આપવાનું જણાવે છે. રાજા તેની વાત કબૂલ કરે છે. તેની માંગણીથી રાજાની તે માનીતી બને છે. ચોર મુક્ત થાય છે. કેવો પ્રતાપ છે અભયદાનનો ! તેથી બધાં દાનમાં અભયદાનને શ્રેષ્ઠ ગણાવાયું છે : “દાનાનાં અભયદાનં.” આથી ઉલટું સમ્રાટ અશોકના પુત્ર પ્રત્યે આકર્ષિત થયેલી સાવકી મા તિગરક્ષિતા પતિ પાસેથી બે વરદાન મેળવી, જ્યારે કુણાલ તેને વશ ન થયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org