________________ 88 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ત્યારે અશોકની મુદ્રાથી અંકિત થયેલા અશોકના પત્ર દ્વારા “કુણાલઃ અધિયતામ્'ની જગ્યાએ ‘કુણાલ અંધિયતા' એવું એના ઉપર મીંડું મૂકી, અર્થનો અનર્થ કર્યો. બુદ્ધદાસ નામના બૌદ્ધધર્મી એક યુવાને જૈન ધર્મમાં ચુસ્ત શ્રદ્ધાળુ છું એમ કહી જૈનધર્મી કન્યા સુભદ્રા સાથે લગ્ન કર્યા. લગ્ન પછી બધાં સાસરિયાં તેને દુઃખી કરે છે. એક વાર કોઈ સાધુની આંખમાંથી જીભ વડે કસ્તર કાઢી રહેલી તેને જોઈ ગયેલી સાસુ તથા પતિ વગેરે ખૂબ ત્રાસ આપે છે. નગરના દરવાજા બંધ થઈ ગયા. બધાં ત્રાહિ ત્રાહિ પોકારી ગયાં. દૈવી વાણી થઈ કે કોઈ સતી સ્ત્રી કાચા સૂતરના તાંતણે ચારણી દ્વારા કૂવામાંથી પાણી છાંટે તો દ્વારોદ્ધાટન થાય. તે પ્રસંગે ખુદ રાજરાણી વગેરે તે પ્રમાણે ન કરી શકતાં સુભદ્રાએ તે માટે સાસુને વિનંતી કરી. તું કુલટા છે વગેરેથી તેને ધુત્કારી કાઢી, છતાં પણ પ્રયત્ન કરવા જણાવ્યું. ત્યાં જઈ જો મેં મારા પતિ સિવાય કોઈને પણ મનથી ન ઇક્યો હોય તો દ્વાર ખૂલી જજો. તે પ્રમાણે થતાં તેનો તથા જૈન ધર્મનો જયજયકાર થયો. જૈન રામાયણ પ્રમાણે રાવણને ત્યાં રહેલી સતી સીતાનો રામે ત્યાગ કર્યો ત્યારે અગ્નિપરીક્ષામાં જ્યાં સીતા અગ્નિકુંડમાં પડ્યાં ત્યારે અગ્નિ તેના સતીત્વના પ્રભાવથી પાણીથી ભરાઈ ગયો અને કુંડ દેવનું વિમાન બની ગયું. મહેલમાં પાછા ન ફરતાં જણાવ્યું કે મને વારંવાર મારા કર્મે છેતરી છે. રામને કહે છે કે આપણો સંબંધ પૂરો થયો. સીતાજી દીક્ષા લે છે. સંયમ લઈ બંને પ્રકારના પ્રસંગોમાં તત્ત્વજ્ઞાન જાણનાર સીતા સમતોલ રહે છે. કર્મનાં બંધનો તોડી નાંખ્યાં. છેલ્લે રામને કહે છે કે મારા જેવી અનેક સીતાઓ તમને મળશે પણ આવો વીતરાગ ધર્મ વારંવાર નહિ મળે. આ મળેલા ઉત્તમ ધર્મને છેહ દેશો નહિ. કેવો ઉમદા ઉપદેશ ! જૈન મહાભારત પ્રમાણે નળરાજા ગાઢ જંગલમાં સતી દમયંતીને તરછોડી ચાલી ગયા ત્યારે ઘણાં વર્ષો સુધી સતીત્વના પ્રતાપથી નવકારમંત્રના રટણથી શીલને જરા પણ આંચ ન આવવા દીધી અને અગ્નિપરીક્ષારૂપી દુઃખના દાવાનલમાંથી હેમખેમ બહાર આવી, દુષ્ટ તત્ત્વો લક્ષ્મણરેખા ઓળંગી ન શક્યાં. જૈન દર્શનમાં ચાર યોગોમાં ધર્મકથાયોગનું આગવું મહત્ત્વ છે; કેમ કે સમકિતી જીવસાર એવા સંસારને કંસાર જેવો ન સમજી ગુણશ્રેણિ પર ક્રમિક ઉત્ક્રાંતિ કરવા, સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્રાણિ રૂપી મોક્ષમાર્ગને ચરિતાર્થ કરવા અપૂર્વ પુરુષાર્થ કરી ક્યારેય પણ ન મેળવેલા અદ્વિતીય પુરુષાર્થ દ્વારા અહિંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org