SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ અસારે ખલુ સંસારે...” * 85 નિશ્ચયવાળી ધન્યાતિધન્ય પત્ની કે જેને પતિના ચારિત્ર વિષે લેશ પણ શંકા ન હતી. પતિના ચારિત્રમાં પણ લેશ માત્ર શંકા ન રાખનાર પત્નીઓ તો જૈન ધર્મના ઇતિહાસમાં જોવા મળે તેમાં કંઈ નવાઈ જેવું નથી. પ્રાચીન સમયમાં સ્ત્રીપુરુષોમાં જૈન ધર્મ તથા જૈન દર્શનના સિદ્ધાંતો આત્મસાત્ થયેલા હતા. ભગવાન ઋષભદેવની પુત્રી બ્રાહ્મી અને સુંદરી બે બહેનો હતાં કે જેમણે બાહુબલી જેવા અભિમાનરૂપી ગજ પર બેઠેલાની માનની ગાંઠોને ખોલી, તેમના અંતરનો અંધકાર મટાડીને કેવળજ્ઞાનનો પ્રકાશ; કદમ ઉઠાવતા, સમસ્ત વિકલ્પો નષ્ટ થતા પ્રકાશી ઊઠ્યો. માટે સરળ અને નમ્ર બનવાની જરૂર છે. સમ્રાટ અશોકનો પુત્ર સંપ્રતિ વિજય મેળવી પાછો ફરે છે ત્યારે નિર્દોષના વધથી નાખુશ થયેલી માતાને આનંદિત કરવા તેણે સમગ્ર રાષ્ટ્રમાં અહિંસાનો ધ્વજ ફરકાવ્યો અને માનું મુખ અહિંસાની ઘોષણાથી પુલકિત થયું. જૈન જગતની ઝગમગતી તારિકાઓ કે જેઓ પ્રતિદિન રાઈ પ્રતિક્રમણ કરતાં આપણા માનસપટ પર ઉદય પામી આપણા જીવનને નવો રાહ બતાવે છે. તેઓ કોઈક ભદ્રિક જીવોની માતા, પુત્રી કે પત્ની તરીકે પ્રગટ થાય છે. તેઓ છે : સુલસા, ચંદનબાળા, મહોરમાં, મયણરેહા, દમયંતી, નમયાસુંદરી, સીયા, નંદા, ભદ્રા, સુભદ્રા, રાઈમઈ, રિસિદત્તા, પઉમાવઈ, અંજણા, સિરીદેવી, જિઠા, સુજિઠા, મિગાવઈ, પભાવઈ, ચિલ્લણાદેવી, ગંભી, સુંદરી, રૂપ્પિણી, ધારણી, કલાવઈ, પુષ્કચૂલા, રેવઈ, કુંતી, સિવા, જયંતી, દેવઈ, દોવઈ, ગોરી, ગંધારી, લખમણી, સુસીમા, જંબૂવઈ, સચ્યભામા, કણહડઠ મહિણીઓ, જખા, જમ્મદિન્ના, ભૂઆ, ભૂઅદિન્ના, સેણા, વેણા, રેણા (સ્થૂલિભદ્રની સાત બહેનો) વગેરે અકલંકિત શીલવિભૂષિત હોવાથી અદ્યાવધિ તેઓનો યશપડહ ત્રણે જગતમાં વાગી રહ્યો છે. તેથી તેઓને ભરોસરની સક્ઝાયમાં આપણે યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. ઉપર્યુક્ત સન્નારીઓ વિષેની કથા સુપ્રસિદ્ધ હોવાથી વિસ્તાર ન કરતાં આટલો જ નિર્દેશ ઉપયુક્ત ગણીએ. વિરધવલ રાજાને ત્યાં વસ્તુપાલ-તેજપાલ નોકરીએ હતા. તેઓએ સંપત્તિ, જીવન માટે રાખી બાકીનાનું સખાવત કરી નાંખ્યું. ઈર્ષાળુ લોકોએ વિરધવલના કાન ભંભેર્યા કે તમારી સંપત્તિથી વસ્તુપાલ-તેજપાલની લોકો યશગાથા બોલે છે. તેથી કોપાયમાન થયેલા રાજાએ સંન્યાસીનો સ્વાંગ સજી તેમને મારવા ભોજનાર્થે સખાવતમાં જાય છે. તેમને જોઈ તેમની પત્ની અનુપમાદેવી કે જેણે કીમતી સાડી પહેરી હતી તેનાથી તેઓનું ઘીવાળું પાત્ર લૂછે છે. રાજાની આ સંપત્તિ છે, રાજાની કપાથી આ બધું થાય છે; તે વાત જાણી વીરધવલ તેના મુખે માફી માંગે છે અને કહે છે કે તેઓ આજે સાધુના સ્વાંગમાં તેઓને મારવા આવ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy