________________ 84 - જેન ધર્મનાં સ્વાધ્યાય-સુમન દર્શન માટે જતી નથી. ત્યારે ચોથી વાર ૨૫મા તીર્થંકરનું રૂપ વિકર્ષે છે. ૨૪થી વધુ તીર્થંકરો ન હોય તેવી દઢ શ્રદ્ધાથી વિચલિત ન થઈ. કેવી અડગ શ્રદ્ધા ! આગામી ઉત્સર્પિણીમાં સુલસા ૧૫મા નિર્મમ નામે તીર્થકર થશે. તેણીને અંબડ છેવટે ભગવાન મહાવીરના તરફથી ધર્મલાભ કહેવડાવે છે. તુલસા આનંદવિભોર થઈ જાય છે. કેવી સાલસ પત્ની ! ધારિણી રાણી રાજ્યમાં વિપ્લવ થવાથી પોતાની પુત્રી ચંદનબાળા(વસુમતિ)ને લઈને ભાગી છૂટે છે. માર્ગમાં કામાતુર કામી તેને પોતાની પત્ની બનાવવાનું કહે છે ત્યારે તે જીભ કરડી મૃત્યુ પામે છે. કેવી હતી શીલ રક્ષવા માટેની તમન્ના! પતિના મૃત્યુ બાદ મૃત્યુનું શરણ લઈ આત્માને અકલંકિત રાખે છે. આદર્શ નારી ખરી ને ! તેની પુત્રી જે પછીથી ચંદનબાળા તરીકે ખ્યાતિ પામે છે; માતાને પકડી લાવનાર તેને બજારમાં વેચી દે છે; વેશ્યા પાસેથી ફરી તેને વાંદરો છોડાવે છે. ત્યારે એક શેઠ માનવતા ખાતર તેને પોતાના ઘેર લઈ જાય છે. એક વાર શેઠના પગ ધોવાના પ્રસંગથી તેની પત્ની મૂળા શેઠાણી તેને ઓરડામાં પૂરે છે, માથું મુંડાવે છે, પગમાં બેડી પહેરાવે છે. ત્રણ દિવસના ઉપવાસ પછી શેઠ પાછા ફરે છે. ત્યારે છ મહિનાના ઉપવાસી ભગવાન મહાવીર સ્વામીને વહોરાવવા શેઠ દ્વારા બંધનમુક્ત થયેલી ચંદના પાછા ફરેલા ભગવાનને જોતાં; તેની આંખમાંથી અશ્રુબિંદુ સરી પડે છે. ભગવાનનો અભિગ્રહ પૂર્ણ થવાથી દેવદુંદુભિ સહિત છ દિવ્યો પ્રગટ થાય છે. કેવી શીલવતી માતાની સુશીલ પુત્રી ! બધા (36000) સાધ્વીજીઓની પ્રવર્તિની બને છે. સુપ્રસિદ્ધ સંસ્કૃત મહાકવિઓમાં જેની દાનશીલની કીર્તિ કર્ણની યાદ અપાવે તેવી છે તેની એક કૃતિ તેની પત્ની મા©ણા દેવી ધારાનગરીના રાજા પાસે લઈ ગઈ. તેનાથી સંતુષ્ટ થયેલા રાજાએ તેને ત્રણ લાખનું દાન આપ્યું. માર્ગમાં પાછા વળતાં યાચકોનું ટોળું તેને વીંટળાઈ ગયું. પ્રાણપ્રિય પતિની યશપતાકાને ફરફરતી રાખવા મળેલું દાન તેઓને આપી દીધું. દાનેશ્વરીની પત્નીએ દાનવીરની દાનશીલતાને યશસ્વી બનાવી દીધી. ત્યારબાદ પતિ પાસે અશ્રુ સિવાય કંઈ પણ અવશિષ્ટ ન રહેતાં યાચકવર્ગને ન આપી શકવાથી તેના પ્રાણ પણ ચાલી ગયા. કેવી આદર્શ પત્ની હતી માઘની! અભયારાણીના કપટમાં ન ફસાવાથી જેના ઉપર લાજ લૂંટવાનું ખોટું આળ ચડાવવામાં આવ્યું છે તે સુદર્શન શેઠની પત્ની મનોરમા જે ધર્મનિષ્ઠ પતિની ધર્મપરાયણ પત્ની હતી તેણે તરત જ અભિગ્રહ કાયોત્સર્ગ ધારણ કરી લીધો અને જ્યારે શૂળીનું સિંહાસન થઈ ગયું ત્યારે કાયોત્સર્ગ પાળ્યું (પાર્થે). કેવી અડગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org