________________ ‘અસારે ખલુ સંસારે...' + 83 અન્ય 800નો કોઢનો રોગ દૂર થયો. પતિને પણ ધર્મપરાયણ બનાવી આયંબિલની ઓળી તથા અન્ય ધાર્મિક કાર્ય કરનારો બનાવ્યો. કર્મના સિદ્ધાંતમાં કેવી અતૂટ, અડોલ, અડગ શ્રદ્ધા ! શ્રીપાલની બીજી આઠ પત્નીઓ પણ ધર્મવૃત્તિવાળી હતી. તેમાંની એકે તો શ્રીપાલરાજા પાસે નગરના ચાર દરવાજા બંધ થતાં બધાને ત્રણ દરવાજા ઉઘાડીને ચકિત કર્યા તથા જૈન ધર્મમાં રુચિવાળા બનાવ્યા. કેવી શ્રીપાલની આદર્શ ધર્મપરાયણ પત્નીઓ ! જંબુસ્વામીની સાથે તેની આઠ પત્નીઓ પણ પતિચીંધેલા સંયમના માર્ગે ચાલી નીકળી. ગુણસાગરની સાથે મનોરમાએ પણ સંયમનો માર્ગ સ્વીકારી લીધો. પતિની સાથે ધર્મમાં પણ અર્ધાગિની ખરી ને ? શાલિભદ્રની માતા કે જે સંપત્તિના સાગરમાં આળોટતી હતી, તેણે ભદ્રા નામ સાર્થક કરી બતાવવા પુત્રને દીક્ષા અંગિકાર કરવામાં થોડી આનાકાની બાદ રજા આપી ને ? સુકોમળ પુત્ર પરીષહો કેવી રીતે સહન કરશે તે વસવસાને લીધે ને ? છતાં પણ દીક્ષાના માર્ગમાં અંતરાય ઊભા કર્યા નહિ. શ્રીકૃષ્ણ જૈન મત પ્રમાણે ચારિત્રમોહનીય કર્મના ઉદયને લીધે પોતે દીક્ષા લઈ શકે તેમ ન હતા છતાં પણ જે સ્ત્રીવર્ગ તે લેવા ઉત્સુક થાય તેનો ભાર પોતે વહન કરવા તૈયાર થતા તથા પુત્રીઓને પણ તે માટે પ્રોત્સાહિત કરતા. જે કોઈ સ્ત્રી કે પુરુષ દીક્ષા માટે તૈયાર થતાં તેના કુટુંબના ભરણપોષણનો ભાર ઉપાડવા કટિબદ્ધ હતા. ક્ષાયિક સમકિતી હતા છતાં પણ ચારિત્રમોહનીય કર્મના ઉદયે સંસાર છોડી શકતા ન હતા. બીજાને તે છોડવા ઉત્સાહિત કરતા. સ્ત્રીઓ તેણે બતાવેલા માર્ગે સંચરતી રથકાર નાગરસિકની પત્ની સુલસા જૈનધર્મી તથા સમકિત દષ્ટિવાળી હતી. તેની પરીક્ષા કરવા એક વાર સાધુ માટે લક્ષપાકુ તેલની જરૂર છે એમ કહી તેને એક શીશો તેલનો લાવવા જણાવે છે. માર્ગમાં દેવ તેને હાથમાંથી પાડી નાંખે છે. બીજો લાવે છે તેનું પણ એવું જ થાય છે. ત્રીજો શીશો પણ ફૂટી જાય છે. તેથી દિવસ બાદ ફરી આવવા કહે છે ત્યારે દેવ પ્રગટ થઈ ખુશ થઈ આનંદ વ્યક્ત કરે છે. બીજી વાર પતિની ઇચ્છા પ્રમાણે દેવની ગુટિકાઓથી 3 પુત્રો થાય છે. તેને પ્રસૂતિ વખતે ફરી દેવ મદદ કરે છે. પુત્રોના મૃત્યુથી તે જરા પણ શોકાન્તિત થતી નથી. સમતા રાખે છે. અંબડ પરિવ્રાજક બ્રહ્મા, વિષ્ણુ, શિવ વિદુર્વા આખા નગરને ઘેલું કરે છે છતાં પણ મિથ્યાત્વી દેવને ન માનનારી સમકિત ભ્રષ્ટ ન થાય તેથી તેઓનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org