SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ 82 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન મહાન સમ્રાટ શ્રેણિક રાજા મિથ્યાત્વી, શિકારી, દુરાચારી જીવન જીવતા હતા. તે ચેડી રાજા કે ચુસ્ત જૈનધર્મી હતા. તેની પુત્રી જ્યેષ્ઠાના પ્રેમમાં પડી પત્ની બનાવવાનું સોનેરી સ્વપ્ન સેવતા હતા. તેને મેળવવા ખાઈ ખોદાવી ઉઠાવી જવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હોય છે. નિર્ણાયક દિવસે જ્યેષ્ઠા આવી પણ ઘરેણાનો ડબ્બો લેવા ફરી પાછી ફરે છે. તેને વિદાય કરવા પાછળથી આવેલી ચલ્લણાને જ્યેષ્ઠા છે એમ માની શ્રેણિક ચેલણા સાથે જતા રહે છે. ખરી સ્થિતિ જાણ્યા પછી ચેલ્લણા મિથ્યાત્વી શ્રેણિકને ક્ષાયિક સમકિત બનાવે છે એટલું જ નહીં પરંતુ જૈન સાધુની પરીક્ષામાં પુરાયેલા સાધુ અલખનિરંજન કહી જ્યારે બહાર નીકળી મેદનીને આશ્ચર્યચકિત કરી મૂકે છે ત્યારે ચલણા સંતુષ્ટ થાય છે અને પત્ની તરીકેની ફરજ સફળ કરે છે. જેને સ્થાને તે આવી છે તે તેની બહેન જ્યેષ્ઠા આ ભવમાં બીજો પતિ પણ ભવાડો ન કરાવે તેમ માની સંસારથી વિમુખ થઈ વૈરાગ્ય રસમાં મશગૂલ થઈ ચારિત્રનો પથ પકડી લે છે. કેવી બે નિરાળી જૈનત્વથી ભાવિત થયેલી ભગિનીઓ ! નેમિનાથ જેવા પતિની સાથે જેને નવ નવ ભવનનો સ્નેહiતુ હતો તેઓ જ્યારે પશુના કલરવથી પાછા ફરે છે ત્યારે રાજિમતી દીક્ષિત થયેલા નેમનાથ પાસે રથનેમિની સાથે દીક્ષા ગ્રહણ કરે છે. એક વાર અચાનક વર્ષા થતાં ભીનાં કપડાં સૂકવતાં, નિર્વસ્ત્ર રાજિમતીને જોઈ કામાતુર રથનેમિ ભોગ ભોગવવા આમંત્રે છે; ત્યારે માર્ગશ્રુત રથનેમિને રાજિમતી સન્માર્ગે પ્રસ્થાપિત કરે છે; ને તપશ્ચર્યાદિ કરી, સિદ્ધપુરીના દ્વારે નેમિનાથને મળવા તેમની પૂર્વે સિદ્ધિ પ્રાપ્ત કરી કેવળી બની ત્યાં તેમની સાથે સિદ્ધપણાનું સામ્રાજ્ય મેળવે છે. મનથી વરેલા પતિ ન મળતાં તે એક ભવમાં બીજા પતિની ઇચ્છા કરતી નથી. પરંતુ નવ નવ ભવની પ્રીતિને સિદ્ધશિલામાં સિદ્ધગતિ મેળવીને સાર્થક કરે છે. સ્ત્રીને એક ભવમાં પતિ એક જ હોય તેવો કેવો સુંદર આર્યનારીનો આદર્શ! આનાથી વિપરીત બ્રહ્મદત્તની માતા ચૂલણી પતિના મૃત્યુ પછી વિષયો ભોગવવામાં કંટક સમાન પોતાના પુત્ર બ્રહ્મદત્ત કે જેનો જન્મ ચૌદ સ્વપ્નો જોયા પછી થયો છે તેનું કાસળ કાઢી નાંખવા લાખના ગૃહમાં બાળી નાંખવા સુધીનો માર્ગ અખત્યાર કરે છે. શ્રીપાલરાજાની પત્ની મયણાસુંદરીને પિતાએ મમત્વ ખાતર કોઢિયા સાથે પરણાવી હતી. તે ચુસ્તધર્મી તથા આરાધનાપરાયણ હોવાથી ભગવાન આદિનાથની પૂજાદિ કરતાં તેને ધર્મનું સાક્ષાત્ ફળ મળ્યું. નવણથી પતિ તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy