________________ “અસારે ખલુ સંસારે.” 81 કૃષ્ણની મા દેવકી બબ્બના જૂથમાં સાધુને ભિક્ષા માટે આવતાં જોઈ; એકના એક ફરી ફરી કેમ આવે છે તેનું કારણ જાણી પોતાના જ પુત્રો છે તે જાણી; પોતે એકને સ્તનપાન કરાવે તેવી અભિલાષા સેવે છે. ગજસુકુમારના જન્મથી તે સંતુષ્ટ થાય છે. જ્યારે તે ભગવાન નેમિનાથ પાસે દીક્ષિત થાય છે ત્યારે માતા તેને કહે છે કે આ ભવની તે છેલ્લી મા કરે; એટલે હવે જન્મવાનું ન રહે ને મુક્તિ પામે. માનો કેવો ભવ્યાતિભવ્ય વિચાર અને આશીર્વાદ! માતાની સાથે કુમળી વયમાં દીક્ષિત થયેલો પુત્ર, ચારિત્રના પથમાંથી પતિત થયેલા પુત્ર-સાધુને ફરીને માર્ગસ્થિત કરવા માટે પ્રયત્નશીલ, અરણિકની માસાધ્વી, અરણિકને શોધવા ગાંડા જેવી બની. “અરણિક અરણિકના હૃદયદ્રાવી પોકારો પાડતી ભટકી રહી છે ત્યારે તે શબ્દો કર્ણપથ પર અથડાતાં સફાળો થયેલો પુત્ર પ્રેયસીના પાસમાંથી છૂટો થઈ માનાં ચરણમાં માથું ટેકવી હૃદયનો પશ્ચાત્તાપ કરે છે ત્યારે તેને દુઃખી માં ફરીથી દીક્ષિત થવાનું કહી એટલું ઉમેરે છે કે આ ચારિત્રનો માર્ગ કંટકભરેલો લાગે તો છેવટે અનશન પણ કરી તારો ઉદ્ધાર કરજે. કેવી કર્તવ્યનિષ્ઠ મા ! પોતાની પત્યે કામાસક્તિથી પીડિત જેઠ કે જેણે કંટકરૂપી પોતાના લઘુ બાંધવનું મૃત્યુ લાવી દીધું છે. તેઓ ક્રોધકષાયથી મોંઘેરું માનવજીવન લૂષિત ન કરે તે શુભાશયથી રંડાપાના દુઃખને દૂર કરી પોતાના પ્રિય પતિ યુગબાહુની સદ્ગતિ થાય તે માટે હૈયાને કઠોર કરી નિર્ધામણા કરાવનારી મદનરેખા ધન્ય થઈ; યશસ્વી નામના મેળવી પતિનો ઉદ્ધાર કર્યો. મૃત્યુ સમયે શુભ લેશ્યા કે શુભ અધ્યવસાયો બીજા જન્મમાં સાથે આવે છે માટે ને ! રાયપાસેણીય સુત્તમાં સૂરિકતા અને પ્રદેશ રાજાનો પ્રસંગ નિરૂપાયો છે. વાસનામાં ગળાડૂબ રાજાને સૂરિકતા સર્વસ્વ હતી. તે તેની પાછળ પાગલ હતો. એક વાર વિલાસી રાજા કેશી ગણધરની વાણી સાંભળી વિરક્ત બને છે. વાસનાનો કીડો હવે પ્રદેશી સંયમી બને છે. પોતાના પ્રાણપ્રિય પતિની આ પરિવર્તિત પરિસ્થિતિ સહન ન થતાં સૂરિકતા તેના ભોજનમાં વિષ ભેળવી દે છે. તેની ગંધ આવતાં સંયમી પ્રદેશી આકુળવ્યાકુળ ન થતાં જીવનની લીલા સંકેલાઈ જાય તે પહેલાં પૌષધવ્રત ધારણ કરી લે છે. જાણે કે સંયમી જીવનનો બદલો લેતી હોય તેમ સૂરિકતા ત્યાં પહોંચી જાણે વહાલ કરી વૈયાવચ્ચ કરતી હોય તેવો ડોળ કરી ગળે ટૂંપો દેતા પહેલાં આલિંગન કરી પોતાનો છૂટો કેશકલાપ ગળાની આસપાસ વીંટાળી દઈ ટૂંપો દઈ પ્રિયતમ બનેલા પતિનું નિર્દયી રીતે કાસળ કાઢી નાંખે છે. ક્યાં મદનરેખા અને ક્યાં સૂરિકતા ! બંને વચ્ચે આકાશપાતાળનું અંતર છે ને ? જૈન-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org