________________ મુહપત્તિનું પડિલેહણ - 165 અને તે સુદેવ, સુગુરુ, સુધર્મ દ્વારા મળી શકે છે. જ્યારે કુદેવ, કુગુરુ, કુધર્મ દ્વારા ગોશાલક, જમાલી, 500 શિષ્યોના આચાર્ય અંગારમર્દિકસૂરિ પડે છે અને પાડે છે. ત્યાર પછી જોઈએ તો નવ નોકષાયમાંથી ત્રણ વેદ સિવાયના છનો અત્રે ઉલ્લેખ કરાયો છે. કષાયોને ઉદ્દીપન કરે તે નોકષાય. મોહનીય કર્મ આઠે કર્મોમાં બળવત્તર છે. તેનો ક્ષય થતાં આત્મા સમ્યચારિત્રને પાત્ર બને છે. પડિલેહણ કરતાં દૃષ્ટિગત આ છ નોકષાયોનો ઉલ્લેખ કર્યો છે કારણ કે તે અધઃપતનનાં કારણો છે. “આંધળાના પુત્ર આંધળા” એવું હાસ્યમાં દ્રૌપદીએ કહ્યું અને પરિણામે મહાભારતનું ભીષણ યુદ્ધ ખેલાયું. છ લેયામાંથી ત્રણ નિકૃષ્ટ વેશ્યાનો ઉલ્લેખ કર્યો છે કેમ કે ભાલ પ્રદેશમાંથી લેશ્યાઓ ઉદ્દભવે છે. ત્રણે ગારવ (આસક્તિઓ) આત્માના પતનમાં મુખ્ય કાર્ય કરે છે. રસગારવથી તંદુલિયો મત્ય, ઋદ્ધિગારવથી રત્નના બે બળદ બનાવવાની ખ્વાહિશ રાખનાર પતનના પંથે વિચર્યા. ક્રોધ, માન, માયા, લોભ ચાર કષાયો, કર્યું એટલે સંસારમાં પાડનારા છે. આ ચારે તથા તેના પેટા વિભાગો જેવાં કે અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન ગણતાં 10 કષાયો ગર્ભિત રીતે ધીરે ધીરે ઉચ્ચ ઉચ્ચ કક્ષાએ ચઢતાં નામશેષ કરવાના છે. ત્યાગ કરવાનો છે, પરિહરવાના છે કેમ કે “કષાયમુક્તિઃ કિલ મુક્તિરેવ.” મુહપત્તિના પડિલેહણમાં આદર, પરિહરું જે વારંવાર કહેવાય છે તે સૂચક છે. તેના તરફ ધ્યાન રાખી ક્રિયા કરતાં એક દિવસ તેમાંથી છૂટવાનું શક્ય થતાં સંસારસાગર તરી જવાનું જલદી શક્ય બને. છેલ્લે પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય અને તેઉકાયની સાથે ત્રસકાયની જયણા કરવાનું કહ્યું છે. આ કેન્દ્રિય જીવની રક્ષા, જયણામાં અહિંસાનો મર્મ છુપાયો છે. અહિંસા, સંયમ અને તપને ઉત્કૃષ્ટ ધર્મ કહ્યો છે. અહિંસા પરમો ધર્મ કહેવાય છે. જૈન ધર્મનું હાર્દ અહિંસા છે. મુહપત્તિ ચતુર્વિધ સંઘ સામાયિકાદિ અનુષ્ઠાનો કરતાં રાખે છે. મુહપત્તિનું વિશિષ્ટ માપ છે. તેને જમણા હાથમાં મુખ સમીપ રાખવાની હોય છે જેથી જયણા સચવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org