________________ 164 જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન મિથ્યાત્વશલ્યથી કમલપ્રભ આચાર્યો - સંસાર વધારી દીધાનાં દૃષ્ટાનો છે. ઉત્સુત્ર પ્રરૂપણા કરી સંસાર વધાર્યો હતો. પછી જમણા અને ડાબા ખભા પર પ્રાર્થના કરતાં બોલાય છે કે “ક્રોધ, માન પરિહરું.' ક્રોધ અને માન કષાયો જમણા ખભા સાથે સંલગ્ન છે. જમણો ખભો ઊંચો કરી બોલનાર ક્રોધી તથા અભિમાની ગણાય છે. ડાબા ખભા પર પ્રમાર્જના કરતાં “માયા, લોભ પરિહરું' બોલાય છે. માયા અને લોભ કૂખમાં હોય છે, જે દેખાય નહીં; તેથી માયા, લોભ ડાબા ખભા પર રાખી છે. ત્યારબાદ જમણા પગની વચ્ચે બંને બાજુએ ચરવળાથી ત્રણ વાર પ્રમાર્જતાં “પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની જયણા કરું' બોલાય છે. તે પ્રમાણે ડાબા પગની બંને બાજુ પ્રમાર્જના કરતાં “વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની જયણા કરું (સાધુ-સાધ્વીજીઓ રક્ષા કરું બોલે)' બોલીએ છીએ. પગને ચરણ કહેવાય છે. ચરણ એટલે ચારિત્ર અને ચારિત્રનો પાયો જીવદયા છે, તેથી આ છ બોલ પગને આશ્રીને બોલાય છે. જ્યારે શ્રાવક-શ્રાવિકા રક્ષા કરું ન બોલતાં જયણા કરું બોલે કારણ કે તેવો ભાવ સંસારી હોવાથી રાખવાનો છે. સાધુ-સાધ્વી રક્ષા કરે છે તેથી રક્ષા કરું બોલે. જિનાજ્ઞાબદ્ધ પ્રત્યેક સંન્યસ્ત જૈન સાધુ-સાધ્વીજીઓ છકાય જીવના રક્ષણકાર તરીકે પંકાય છે. આમ ઉપર્યુક્ત આ 50 બોલનો યથાર્થ તોલ કરી પ્રતિક્રમણાદિ કરતાં રહીશું તો પાપને પરાસ્ત કરી નિષ્પાપ જીવનનું કલ્પનાતીત સુખ માણી શકીશું. મુહપત્તિના પડિલેહણમાં સાધુ તથા શ્રાવકે 50 બોલ મનમાં બોલવા અને સાધ્વી તથા શ્રાવિકાએ ત્રણ લેશ્યા, ત્રણ શલ્ય અને ચાર કષાય એ 10 સિવાય 40 બોલ બોલવા. આ 10 બોલ બોલતી વખતે હાથ ખભાથી ઉપર લઈ જવાથી દષ્ટિપથ પર અભદ્ર અવયવો ન ચડે તે કારણ ગણાવાય છે. અનાદિકાળથી અનંતા તીર્થંકરો કેવળજ્ઞાની થયા પછી પોતાના ગણધરોને પોતાના શ્રીમુખે ત્રિપદી સૌ પ્રથમ સંભળાવે અને તેના પ્રભાવે તેમને સકળ અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન થાય છે. એટલે કહ્યું કે “અદ્રશ્નપ્રસૃત ગણધરરચિત દ્વાદશાશં વિશાલમ્'. તેઓ મુમુક્ષુ જીવોના હિતાર્થે દ્વાદશાંગીરૂપ બાર અંગ - સૂત્રોની રચના કરે છે. તેમાં પ્રતિપાદિત તત્ત્વનું ચિંતન, અનુપ્રેક્ષાદિ કરવાથી હૈયામાં રહેલા કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ, ધર્મને યથાર્થ સ્વરૂપે સમજવામાં બાધારૂપ છે. કામરાગ બ્રહ્મદત્ત ચક્રવર્તીને તથા દષ્ટિરાગ, સ્નેહરાગ રાવણાદિને પછાડે છે. ધર્મ એ ભાવદીપક છે; ભાવમાતા છે, ભાવપિતા છે, ભાવબંધુ, ભાવસખા છે. જિનોક્ત ધર્મ જ અખંડ, અવ્યાબાધ, શાશ્વત સુખ આપી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org