________________ 92 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ભગવાન પાર્શ્વનાથે ઉપકાર કરનાર ધરણેન્દ્ર અને અપકાર કરનાર કમઠ ઉપર સ્થિતપ્રજ્ઞની જેમ સમતા દષ્ટિ ધારણ કરી હતી. ભગવાન મહાવીર સ્વામી દીક્ષા લઈ વિચરતા વિચરતા લોકોની મના હોવા છતાં પણ જ્યાં દૃષ્ટિવિષ સર્પ હતો ત્યાં આવી કાયોત્સર્ગમાં ઊભા રહે છે. બાળ મુનિએ પાપની આલોચના કરવા જણાવતાં જેના મગજનો પારો ચઢી ગયો તે મુનિ મૃત્યુ પામી તાપસ બને છે. તેના આશ્રમમાં ચોરી થતાં ચોરને મારવા દોડતા કૂવામાં પડી જાય છે. મૃત્યુ પામી ચંડકૌશિક દષ્ટિવિષ સર્પ બને છે. પ્રભુને જોતાં કરડવા ધસે છે, કરડે છે, લોહીને સ્થાને સફેદ પ્રવાહી દૂધ જેવું જોતાં તથા પ્રભુના મંત્ર જેવાં ‘બુઝ બુઝ ચંડકોશિયા' સાંભળી પ્રતિબોધિત થઈ ઊંધી રીતે મસ્તક દરમાં રાખી પ્રવેશે છે. લોકો પૂજા કરે છે, દૂધ વગેરે પદાર્થોથી કીડીના ચટકા સ્થિર થઈ સહન કરે છે. મરીને આઠમા દેવલોકમાં દેવ બને છે; જ્યારે તેણે પાંચમી નરકમાં જવાની યોગ્યતા તથા તૈયારી હતી. સાગરદત્ત અજૈન હોવા છતાં પણ કલ્યાણમિત્રની શિખામણથી જિનેશ્વરની પ્રતિમા પ્રસ્થાપિત કરે છે. વેપારમાં રચ્યોપચ્યો રહેતો હોવાથી વિવિધ મુસાફરી માલની લેવડદેવડ, તેમાં થતાં આરંભસમારંભમાંથી તેની પ્રવૃત્તિ શુભ ન ગણાવી શકાય તેવી રહેતી. તેથી તે મરીને ઘોડો બને છે. તેને પ્રતિબોધવા ભગવન મુનિસુવ્રત સ્વામી ઠેઠ ભરૂચ સુધી આવી તેને પ્રતિબોધે છે. આ વિસ્તૃત કથા પ્રાકૃત ઉપદેશપદ મહાગ્રંથમાં વર્ણવાઈ છે. જેવી રીતે પશુ-પક્ષી પ્રતિબોધિત થાય છે તેમ તેઓના નિમિત્તે, તેઓ દ્વારા વ્યક્તિઓ પણ પ્રતિબોધિત થાય છે. - રામચંદ્રના પૂર્વજોમાં થયેલ રાજા કીર્તિધરે રાહ દ્વારા ગ્રહણ કરાયેલા સૂર્યને જોઈ સંસારના સર્વ રંગો અલ્પકાળમાં આવરાયેલા સમજી સંસાર ત્યજી ચારિત્ર્ય ગ્રહણ કરી લીધું. એવી રીતે કરકંડુ રાજા એક વખતના હૃષ્ટપુષ્ટ બળદની કાયા ઘડપણથી દુર્બળતાથી વ્યાકુળ જોઈ કાયા-માયાની અનિત્યતા રામજી પ્રતિબોધ પામી ચારિત્ર લેવા નીકળી પડ્યો. તેતલપુરનો રાજા કનકરથ રાજ્યના લોભથી પદ્માવતી રાણીને પુત્રો જન્મતાં તેને ખોડખાંપણવાળા બનાવતો, જેથી નિયમાનુસાર તેઓ રાજા ન થઈ શકે. પદ્માવતી તેથી તેટલીપુત્ર નામના અમાત્યની પત્નીની મૃત પુત્રી સાથે પોતાની પુત્રની અદલાબદલી કરે છે. રાજાના મૃત્યુ બાદ પ્રજામાં પદ્માવતીનો પુત્ર છે તેવો વિશ્વાસ ઉત્પન્ન કરાવી કનકધ્વજને રાજ્યગાદી મળે છે. અમાત્યનો પત્ની પ્રત્યે પ્રેમ ઓસરવા માંડ્યો ત્યારે પોઢિલ્લા સાધ્વી બને છે. કનકધ્વજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org