________________ પ્રતિબોધિત પ્રાણીઓ * 93 તરફથી અપમાનિત થતા તેતલીપુત્રને સાધ્વી બનવા માટેની શરત પ્રમાણે દેવ થયા બાદ તેટલીપુત્રને પ્રતિબોધ છે. મેતરાજ પૂર્વ ભવ પુરોહિત પુત્ર હોય છે. રાજપુત્ર સાથે સાધુની મશ્કરી કરે છે. સાધુ તેનાં હાડકાં સરખાં કરે છે અને રાજપુત્રને પ્રાયશ્ચિત્ત રૂપે ચારિત્ર પકડાવ્યું. દુર્ભાવથી દુર્લોભીપણાનું કર્મ બાંધ્યું. સાધુ સ્નાન ન કરે તેવું કેમ ભગવાને કહ્યું તે દુર્ભાવથી નીચગોત્ર કર્મ બાંધ્યું. મુનિને પૂછ્યું છે કે મને ધર્મ મળશે કે ? હું ક્યાં જન્મીશ ? તું ભંગણીના પેટે જન્મીશ; દુર્લભબોધિ હોઈ ધર્મ જલ્દી નહિ મળે. તેથી મિત્ર દેવ પાસે કોલ લે છે કે “દંડા મારીને મને સંસાર છોડાવજે.' નીચગોત્ર કર્મ ભોગવાઈ જતાં શેઠાણીના મૃત બાળક સાથે અદલાબદલી થાય છે. સોળ વર્ષની વયે મેતરાજ આઠ કન્યા સાથે લગ્ન કરવા ઘોડે ચઢે છે. દેવતા યાદ કરાવી ચારિત્ર લેવા કહે છે. દેવતાએ ભંગણીના શરીરમાં પેસી, ઊતર મારા રોયા કહી નીચે ઉતરાવ્યો. દેવ કહે છે કેમ પરણી લીધું? ફજેત થઈને સાધુ ન થાઉં, આબરૂ પાછી લાવી આપ. રત્નની લીંડી કાઢતી બકરીથી શ્રેણિક પોતાની કન્યા મેતરાજને પરણાવે છે. તેથી પૂર્વના આઠ કન્યાના પિતા પણ પરણાવવા આવ્યા. આમ નવ કન્યા પરણે છે. ઉઠ ચારિત્ર લોએમ દેવ કહે છે. દુર્લભ બોધિ હોઈ બાર વરસની મહેતલ માંગે છે. દેવતા આવ્યા. ચારિત્ર લો. પત્નીઓ પાસે બીજાં બાર વર્ષની મહેતલ માંગે છે. હવે દુષ્ટ કર્મ ખપી ગયું. હવે દેવ આવતાં દુષ્ટ કર્મ ખપી ગયું. ચારિત્ર લે છે. માસખમણના પારણે સોની લાડ વહોરાવે છે. સોનીના જવાલાં અલોપ. વહેમાયાથી સોની માથે વાઘર વટે છે. સુકોશળ જેવા મહાત્માઓને યાદ કરી ભાવનામાં ચઢી ગયા અને કેવળજ્ઞાન પામ્યા. અહીં દેવ દ્વારા મેતરાજ પ્રતિબોધિત થાય છે. આદ્રકમારના પિતા અને શ્રેણિક રાજાને મૈત્રી હતી. આદ્રકુમાર પિતાની શ્રેણિક રાજા સાથેની મૈત્રી જાણી પોતે પણ તેના પુત્ર સાથે મૈત્રી બાંધવા ઇચ્છે છે. આદ્રકુમાર જે અનાર્ય દેશમાં હતા તેને પ્રતિબોધવા કલ્યાણમિત્ર તરીકે જાતિવંત રત્નોની બનાવેલી સુરમ્ય શ્રી આદિનાથની ભવ્ય મૂર્તિ સુંદર પૂજાની સામગ્રી સાથે પેટીમાં મૂકી વ્યવસ્થિત પહોંચી જાય તેમ મોકલી. આ ભેટ એકાંતમાં જોવા જણાવ્યું. તે પ્રમાણે એકાંતમાં જોતાં જાતિસ્મરણજ્ઞાન થયું, પૂર્વજન્મ મૃતિપથ પર આવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org