________________ 94 જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ક્ષાયિક સમકિત મહારાજ શ્રેણિક જ્યારે ભગવાન મહાવીર પાસેથી જાણે છે કે તે નરકે જશે ત્યારે તેમાંથી બચાવવાનું કહે છે. તેના પ્રત્યુત્તરમાં ભગવાન જણાવે છે કે જો તું તારી દાસી કપિલા પાસે દાન દેવડાવે, જો તું પુણિયાશ્રાવકના સામાયિકનું ફળ મેળવી શકે, જો તું કાલસૌકરિકને પશુહિંસામાંથી મુક્ત કરે તો તેવું ફળ મેળવી શકે. ત્રણે પાસે કહેલું કાર્ય કરાવી શકતો નથી. પરંતુ કાલસૌકરિક કૂવામાં ઊંધો લટકીને ભીંત પર પાડાનાં ચિત્રો દોરી તે તેને મારતો હોય એમ કલ્પનાના ઘોડા દોડાવે છે, જેથી તે સાતમી નરકે જાય છે. જડ ચિત્રો અધઃપતનનું કારણ બને છે. ભરૂચમાં નર્મદા નદીના કિનારે ઝાડ પર માળો બાંધીને એક સમડી રહેતી હતી. એક પ્લેચ્છે તેને બાણ મારી ધરતી પર પાડી. કોઈ એક મુનિ તેને તરફડતી જોઈને એને નવકારમંત્ર સંભળાવે છે. તેણે બહુ ધ્યાનપૂર્વક નવકાર સાંભળી દેહત્યાગ કર્યો. મૃત્યુ પામી તે સમડી સિંહલદ્વીપની રાજકુંવરી થઈ. એક વખત ઋષભદત્તને રાજસભામાં છીંક આવતાં નવકારનું પ્રથમ પદ નમો અરિહંતાણં' બોલ્યા. રાજકુમારીને થયું કે આવું પોતે ક્યાંક સાંભળ્યું છે. તરત ચિંતનધારાએ ચઢતાં જાતિસ્મરણજ્ઞાન થયું; જેવી રીતે મહાવીર સ્વામીના સમજાવાથી મેઘકુમારને હાથીના ભવનું સુમેરૂપ્રભ તરીકેનું જ્ઞાન થયું હતું. આર્તધ્યાનમાં મગ્ન બનેલ કિર યુગલ અરિહંત પરમાત્માન, અક્ષત પૂજાથી શુદ્ધ ઉદીરણા વડે દેવલોકમાં ગયું છે. બાવળના કાંટાની અસહ્ય વેદનાને સહન કરતું કેળનું પાંદડું મરુદેવીમાતાના અવતારને પામી એક જ ભવમાં શી રીતે મોક્ષમાં ગયા હશે ? સુનંદા સાધ્વીજીને જોઈને પ્રતિબોધિત થયેલો હાથી હોય છે. ગોવિંદ પંડિત જૈન ધર્મનો કટ્ટો દ્વેષી. શ્રી ગુપ્તસૂરિને હરાવવા જિનાગમોના અધ્યયનની જરૂર જણાઈ. વેષ મૂકી ત્રણ વાર આચાર્ય સાથે વાદ કરવા આવ્યો. પ્રત્યેક વાર ઘોર પરાજયનું કલંક પામ્યો. છેલ્લા પ્રયત્નમાં આચારાંગસૂત્રનું પજીવનિકાય અધ્યયન તૈયાર કરવાના પ્રયત્નમાં વનસ્પતિ આદિ જીવોના જીવનતત્ત્વની સિદ્ધિના તર્કોથી ચમત્કૃત થઈ ગોવિંદ મુનિએ પોકાર કર્યો. “અહો આવું સુંદર જિનદર્શન ! તેની સાથે રમત રમી હું ભવ હારી ગયો !' ઘોર પશ્ચાત્તાપ કર્યો, પુનઃ દીક્ષા, કેવો અનોખો જીવનપલટો ! નળ જ્યારે રાત્રે ઊંઘી ગયેલી દમયંતીને છોડીને ચાલી જાય છે. ત્યારે સતીના જેવું વ્યતીત કરતી જિંદગી જીવી રહેલી દમયંતીના ઉપદેશથી નાગરાજ દેશવિરતિ ધર્મને સ્વીકારી દેવલોકનો માલિક બને છે. દમયંતીના લલાટમાં રત્નસ્વરૂપ તિલક જન્મથી હતું. અમાસની રાત્રે તેના તેજથી વિરાટ સૈન્ય અધોર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org