________________ પ્રતિબોધિત પ્રાણીઓ + 95 જંગલ પાર કરી શકતું. પૂર્વ ભવમાં તેણે તીર્થકર તપ કર્યું હતું. સેંકડો જિનબિંબને ભારે ઉલ્લાસથી લલાટે હીરાનાં તિલક કરાવ્યાં હતાં. તે દમયંતીને નળ ત્યજી ચાલી નીકળે છે ત્યારે ધર્મના સહારે દુ:ખી દિવસો વ્યતીત કરે છે. સાત સાત વર્ષો કેવળ ધર્મના સહારે જીવન પસાર કરે છે તથા સતીત્વ પ્રજ્વલિત રાખે છે. સૌધર્મેન્દ્રના સવાલના જવાબમાં મહાવીર સ્વામીએ કહ્યું કે, મારા નિર્વાણ પછી હજાર વર્ષે ચૌદ પૂર્વોનો નાશ થશે. એ વખતે દેવર્ષિગણિ ક્ષમાશ્રમણ થશે તે આ બેઠેલો હરિગેંગમૈપીનો આત્મા છે. તે દેવાયુપૂર્ણ કરી વેરાવળના રાજા અરિદમનની રાણી કલાવતીના પુત્ર તરીકે જન્મશે; પરંતુ દુર્લભબોધિ હોવાથી ઝટ ધર્મ પામશે નહિ. આ સાંભળીને ઇન્દ્રને તેણે કહ્યું કે વફાદારીપૂર્વકની સેવાના બદલામાં આટલું માગું છું કે મને રાજપુત્રના ભવમાં ધર્મ માર્ગે ચઢાવવા. દેવરાજે કહ્યું કે તારા વિમાનની દીવાલ પર લખ કે મારા પછી જ દેવાત્મા આવે તેણે મારા રાજપુત્રના ભવમાં મને પ્રતિબોધ કરે. આ ઇન્દ્રની આણ છે. - હરિગેંગમેકીએ તેમ કર્યું. હજાર વર્ષ પછી કલાવતીના પુત્ર તરીકે જન્મ્યો; પરંતુ કુમિત્રોની સોબતથી ધર્મવિમુખ બન્યો. તેને સ્થાને આવેલા દેવે ઘણી માયાજાળો વિકુર્તીને, ભયાદિ પમાડી; પ્રતિબોધિત કર્યો. દીક્ષા લીધી. જૈન શાસનના શાસન પ્રભાવક આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ થયા. નંદમણિયાર ધનાઢ્ય ધર્મપ્રિય વ્યક્તિ હતી. પૌષધ કર્યા પછી પાણી પીવાની ઈચ્છા થઈ તેથી તેણે એક સુંદર આરામદાયી વાવડી બંધાવી; જેની ચારે દિશામાં લોકભોગ્ય ચાર વસ્તુઓનું નિર્માણ કરાવ્યું. તે વાવડીમાં આસક્તિ રહી જવાથી મરીને તે તેમાં દેડકો થાય છે. એક વાર મહારાજ શ્રેણિક ભગવાન મહાવીરના સમવસરણમાં જવા નીકળે છે; ત્યારે તેમના રથના ઘોડાના પગ નીચે બહાર નીકળેલો આ દેડકો કચરાઈ જાય છે. મહાવીર પ્રભુની દેશનાના શબ્દો કાને પડતાં અભિગ્રહ ધારણ કરે છે. પૂર્વ જન્મનું જાતિસ્મરણજ્ઞાન થતાં અનશન જેવું કરી પોતે ધન્ય બને છે. સિંહગુફાવાસી મુનિ સિંહની બોડ આગળ રહી ચાર મહિનાના ઉપવાસ કર્યા ત્યારે સિંહોએ મુનિની પ્રતિભાથી હિંસા ન કરી; તેઓ ક્ષેમકુશળ રહ્યા. બીજા મુનિએ આ ચાર મહિનાના સાપના દર આગળ રહી તપ કર્યું છતાં પણ સર્પોએ કરડવાનું માંડી વાળ્યું હતું. તપથી પ્રભાવિત થયેલા ને ! એક વૈદ્ય હતા. વૈદક કરવામાં દોષોનું સેવન કર્યું. જેવા કે સ્ત્રીઓ સાથે તપાવાસના બહાના હેઠળ કામુક ચેષ્ટા, ઓછી દવા આપી દરદ લંબાવવું, દરદીના રોગને સાજો કરવામાં વિલંબ વગેરે. તેથી તે મૃત્યુ પામી વાંદરો થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org