SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ 9 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન એક વાર જંગલમાં તે કોઈ મુનિને અસ્વસ્થ જુએ છે. તેને સમજ પડે છે કે તેમના પગમાં કાંટો વાગ્યો લાગે છે. તે જંગલમાંથી ઔષધિરૂપે યોગ્ય પાંદડાં લાવી તેની લુદ્દી બનાવી મુનિનાં ચરણે લગાવે છે. કાંટો નીકળી જાય છે. ઉપચાર વિધિથી મુનિ સમજી ગયા કે આ કોઈ પૂર્વ ભવમાંથી ભૂલો પડેલો જીવ છે. ગમે તે હિસાબે પૂર્વ ભવનું જ્ઞાન થયું લાગે છે. આ કોઈ વનસ્પતિશાસ્ત્રનો જાણકાર વૈદ્ય હોવો જોઈએ. હવે તે રુદન કરે છે તેથી તેને મનુષ્યભવ એળે ગયાનો પસ્તાવો થતો લાગે છે. મુનિ ઉપદેશ આપે છે કે ધર્મ ભૂલી પાપો કરી તિર્યંચ યોનિમાં તું આવી ગયો લાગે છે. તું પસ્તાવા સાથે ધર્મનું શરણ લે. પાપોથી બચવા ઉત્તમ વ્રત દેશાવકાશિક લેવડાવે છે. તેની સાથે નવકારમંત્ર અને અરિહંતનું ધ્યાન લેવાનું. આથી બહારની દુનિયાના આ સ્થળની પરિમિતિ બહારનાં પાપોથી બચી જશે. એક વાર જંગલમાં શિલા પર બેઠો છે. ભૂખ્યો સિંહ શિકાર અર્થે બહાર નીકળેલો છે. તેના પર ત્રાડ પાડી કૂદે છે. શું વાંદરો ગભરાય છે ? હાયવોય થાય છે; ના, હવે તે સમજ્યા પછી કાયાની માયા શા માટે રાખે? તે વિચારે છે “રે કુટિલ કાયા ! સિંહના જડબામાં ભલે ચવાઈ જાઓ, મારે નવકાર ધ્યાન, અરિહંત ધ્યાન મૂકવું નથી.” વાંદરો મરીને દેવ થાય છે કારણ કે તે શુભ ધ્યાનમાં નિશ્ચળ છે. નરકની અસંખ્ય વર્ષોની પીડા આગળ આ કંઈ વિસાતમાં નથી. સમાધિથી તે મર્યો તેથી ભવનિપતિમાં દેવતા તરીકે જન્મ્યો. ત્યારબાદ ઉપકારી સાધુને શાસન-પ્રભાવનાનાં કાર્યોમાં સહાય કરશે તેમ જણાવે છે. જૈનદર્શનમાં તીર્થંકરના 34 અતિશયો માનવામાં આવ્યા છે. આ અતિશયોથી સમવસરણમાં જન્મજાત વૈર કે શત્રતા ધરાવનારાં પશુ-પંખીઓ જેવાં કે ઉંદર-બિલાડી, કૂતરો-બિલાડી, સાપ-નોળિયો, મોર-સાપ, વાઘ-સિંહ વગેરે દિવ્ય વાણીના પ્રભાવથી એકબીજાની સાથે બેસી પ્રભુની માલકોશમાં અપાઈ રહેલી દેશના સાંભળે છે. શું આ કંઈ ઓછો પ્રતિબોધ છે? મહારાજા દશરથ કંચકીનો ઘરડો થયાનો દિદાર જઈ પ્રતિબોધ પામ્યા હતા. તેવી રીતે ગૌતમ બુદ્ધ રોગી, ઘરડો માણસ તથા મૃત્યુ પામેલાને જોઈ વૈરાગ્યવાસિત થઈ ગયા હતા. કાકા લક્ષ્મણનું મૃત્યુ થઈ ગયું. ભત્રીજા લવ અને કુશ યમરાજની એક ફૂંકે સમેટાઈ જતાં સંસારને જોઈ વૈરાગ્ય થઈ ગયો. દીક્ષા લઈ લીધી ! આવી રીતે પિતાના મૃતકનું કલાકો સુધી ધ્યાન ધરતા વેંકટરામન સંસારત્યાગનો માર્ગ પકડી ભવિષ્યના રમણ મહર્ષિ બન્યા. ભગવાન થનારા નેમિનાથ દ્વારા અપરિણીત રહેલી રાજિમતી પંથભૂલેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy