SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિબોધિત પ્રાણીઓ + 91 બીજું દષ્ટાંત લઈએ : મગ, બળદેવ મુનિ રથકારક ત્રણ્ય હુઆ એકઠા; કરણ કરાવણને અનુમોદન સરિખાં ફળ નિપજાવે. શ્રીકૃષ્ણના મૃત્યુ પછી બળભદ્ર દીક્ષા લઈ તંગિકા પર્વત પર તીવ્ર તપ કરવા માંડ્યું. ગોચરી માટે ગામમાં આવેલા ત્યારે કૂવા પર પાણી ભરવા આવેલી સ્ત્રીઓ સ્તબ્ધ થઈ ગઈ. ઘડો કૂવામાં નાંખ્યો અને દોરડું પણ પાણીમાં. બીજી સ્ત્રીએ ઘેડાને બદલે પાસે રહેલા છોકરાના ગળામાં દોરડું ભેરવ્યું; આથી તંગિકા પર્વત પર તેઓ ગોચરી લઈ પાછા ફર્યા અને વિચાર્યું કે મારા રૂપને ધિક્કાર થાઓ કેમ કે સ્ત્રીઓ ને જોઈ ભાન ભૂલી જાય છે, તેવી જ રીતે આસપાસના સાપ, સિંહ વગેરે અહિંસક બની જતા. હવે તેઓ વનમાં તપ તપે છે. બલદેવમુનિએ જંગલમાં સામ્રાજ્ય જમાવ્યું. વાઘ, વરુ, મૃગલાં મુનિના શ્રોતાવર્ગ બન્યા. હિંસક પશુ-પક્ષીઓએ જાતિવૈર ભૂલી અહિંસાનું વાતાવરણ જમાવ્યું. આમાં એક અતિભદ્રક મૃગ મુનિનું તપ અને રૂપ જોઈ જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. મૃગ મુનિને આહાર-પાણી લાવી આપવામાં મદદ કરતો થયો. મૃગ આહાર લેતા મુનિને વહોરાવનાર રથકાર સુથારની પ્રશંસા કરતો કે આ સુથાર કેવો ભાગ્યશાળી કે જેનું ભોજન તપસ્વીને કામ આવે છે ! હું મુનિની ગમે તેવી ભક્તિ કરું તો પણ તિર્યચપણામાં થોડું કંઈ કરી શકું તેમ છું ? આમ ત્રણે એક ધ્યાનમાં હતા ત્યારે કપાયેલી વૃક્ષની ડાળી ત્રણે પર પડી અને ત્રણે સાથે મૃત્યુ પામ્યા. મા ખમણના તપસ્વી બળભદ્ર દાન લેનાર, સુથાર ભિક્ષા આપનાર; અને મૃગ લેતોદેતો ન હતો છતાં બંનેની અનુમોદના કરનાર હતો તેથી ત્રણે સરખું ફળ મેળવી પાંચમા દેવલોકમાં ગયા. તેમનું માત્ર અસ્તિત્વ વન્ય પશુઓ માટે ઉપકારક બન્યું હતું. કમઠે ધરણેન્દ્ર ચ સ્વોચિત્ત કર્મ કુર્વતિ | પ્રભુતુલ્ય મનોવૃત્તિઃ શ્રીપાર્થ શ્રીયેસ્તુ વઃ | કમઠના યજ્ઞમાં બની રહેલા લાકડામાંથી અર્ધદગ્ધ સાપને બહાર કઢાવી મંત્રોચ્ચાર સંભળાવતાં તે સાપ મરીને ધરણેન્દ્ર દેવ થાય છે, અને તેની સાથેની સર્પિણી પણ મરીને પદ્માવતી દેવી થાય છે. તેઓને નવકાર સંભળાવ્યો હતો. દશ-દશ ભવોથી બે સગા ભાઈઓનું વેર. કમઠ પાર્શ્વનાથ પ્રભુને જોતાં વેરની ભાવના પ્રબળ થતાં મધની વૃષ્ટિ કરી. પ્રભુના નાક સુધી જળ આવી જતાં ધરણેન્દ્ર ઉપયોગ મૂકી હકીકત જાણી, ભગવાનના મસ્તક પર છત્રની જેમ ફેણ પ્રસરાવી જળવૃષ્ટિથી પ્રભુનું રક્ષણ કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy