________________ 11 પ્રતિબોધિત પ્રાણીઓ પ્રાણ ધારણ કરે તે પ્રાણી, દશ પ્રાણોમાંથી ગમે તે એક પ્રાણ ધરનારને પ્રાણી કહી શકાય. જૈન તેમજ બૌદ્ધ, વૈદિક સાહિત્યમાં પ્રાણીઓ પ્રતિબોધ પામતાં હોય તેનાં દૃષ્ટાંતો ઉપલબ્ધ થાય છે. બૌદ્ધ સાહિત્યમાં જાતકો, વગેરેમાં એતદ્ -વિષયક ઉદાહરણો મળે છે. કયા સંજોગોમાં પ્રાણીઓ-પશુ તેમજ પક્ષી ઉબોધિત થાય છે તે જોઈએ. બૌદ્ધ સાહિત્યમાં ત્રિપિટક, થેરગાથા, જાતમાલા વગેરેમાં આવી કથાઓ દષ્ટિગોચર થાય છે. જ્યારે મહાવીર સ્વામી રાજગૃહીમાં હતા ત્યારે સમવસરણમાં રાજા શ્રેણિક, અભયકુમાર, નંદિપેણ વગેરે વાદીને દેશના સાંભળવા બેઠા. “મારા કીમતી હાથીને ઘણા માણસો વશ ન કરી શક્યા તેને નંદિષેણે કેવી રીતે વશ કર્યો ?' શ્રેણિક રાજાએ ભગવાનને પ્રશ્ન કર્યો. ભગવાને કહ્યું કે, “વ્યક્તિને જોઈને રાગદ્વેષ થાય છે. તેમાં પૂર્વ જન્મના સંકેત હોય છે.” ભગવાને પૂર્વભવ કહેવા માંડ્યો. એક ધનાઢ્ય બ્રાહ્મણે લાખ બ્રાહ્મણોને જમાડવાનો નિયમ લીધો. તેની પડોશમાં એક ધર્મિષ્ઠ વિશ્વાસુ ખંતીલો નોકર હતો. તેને બ્રાહ્મણે ઉત્સવ સંભાળવા કહ્યું. તેણે આ શરતે કબૂલ્યું કે જે આ અંગે જમાડતાં વધે તેનું હું મારી મરજી મુજબ કરું. પ્રસંગ સાંગોપાંગ ઊતરે તે બ્રાહ્મણને જોઈતું હતું. કારજ પતી ગયા પછી ઘણું બધું પકવાનાદિ વધ્યું. તેણે સાધુ-સાધ્વીજીઓને વહોરાવ્યું. વહોરાવ્યાના પુણ્યથી દેવલોકમાં જઈ તારે ત્યાં પુત્ર રૂપે જન્મ્યો. તે તેનું નામ નંદિષેણ રાખ્યું. લાખ બ્રાહ્મણોને જમાડનાર બ્રાહ્મણે વિવેક ન રાખ્યો; તેથી પાપાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી હાથિણીની કક્ષિમાં જંગલમાં જન્મ્યો. આનાથી જન્મેલું હાથીનું બચ્ચું તપોવનમાં મોટું થયું અને ઋષિકુમારોએ વૃક્ષોને પાણી પિવરાવી તેની સાથે મોટું થયું. તેનું નામ સેચનક પાડ્યું. મેચનક પાંચસો હાથીનો રવામી બને છે. જેમાં ઉછેર્યો હતો તે આશ્રમને ખેદાનમેદાન કરાવવા માંડ્યું. નદિષેણ પર દષ્ટિ પડતાં પૂર્વભવના પાડેશી મિત્રોના નાતે બંનેમાં પ્રેમ જાગ્યો અને તેથી ગાંડો હાથી બનેલો સેચનક હાથી નંદિષણને વશ થઈ ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org