________________ 218 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન શકે છે. ત્યાર પછી ભવ્ય જ ગ્રંથિદેશે પહોંચી ગ્રંથિ ભેદવાનો પુરુષાર્થ કરી શકે છે, અન્યો નહીં. ત્યારબાદ તેઓ દ્રવ્યશ્રત અને ચારિત્રશ્રુત પામી શકે છે. ભવ્ય સિવાયના બે જીવો અભવ્યો અને દુર્ભવ્યો ઉપર જણાવેલી કક્ષાએ પહોંચી ઉત્કૃષ્ટ સાધુપણું પાળી નવરૈવેયક સુધી કે નવ પૂર્વના જ્ઞાનને પામી શકે છે. પરંતુ શુદ્ધ ભાવની ખામીના લીધે મિથ્યાત્વમોહનીયનો હ્રાસ ન થવાથી વાસ્તવિક ફળ મળતું નથી. દેવલોકમાં જઈ એવાં અશુભ કર્મો તેઓ ઉપાર્જ છે કે સંસાર પરિભ્રમણનો નાશ કરી કરી શકતા નથી. ગ્રંથિદેશે આવેલો જીવ વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધી રહી શકે. અહીંથી તે ક્યાં તો આગળ વધે, સમ્યગ્દર્શનાદિ ગુણો પામે અથવા પીછેહઠ પણ કરે. અહીં આવેલો જીવ પુરુષાર્થ કરવા તત્પર બને, તેને ફોરવે અને જો સમ્યગ્દર્શન ગુણને વમે નહીં, ટક્યો રહે તો પ્રગતિ સાધનારો બને. અસંખ્યાત કાળ સુધી ગ્રંથિદેશે ટકી રહે પરંતુ તે પ્રગતિ સાધે એવો નિયમ નથી. ગ્રંથિભેદ થવામાં કાળની પરિપક્વતાની અપેક્ષા રહે છે. જે જીવની મુક્તિ એક પુદ્ગલપરાવર્તકાળની અંદર થઈ જવાની છે તેઓમાં મોક્ષ પામવાની ઇચ્છા થઈ શકે છે. જેઓનો કાળ તેથી અધિક હોય છે તેમાં આવી ઇચ્છા થતી નથી. તે માત્ર ચરમાવર્તકાળને પામેલા જીવમાં પેદા થઈ શકે છે. આગળ જઈએ તે પહેલાં ગ્રંથિભેદ એટલે શું ? કર્મગ્રંથિ એ એક પ્રકારનો આત્માનો ગાઢ પરિણામ છે અને તેને અન્ય પરિણામથી ભેટવાનો છે. કર્મગ્રંથે પરિણામ તે આત્માનો ગાઢ રાગ-દ્વેષમય પરિણામ છે. તેને ભેદવાનો છે. ગ્રંથિપરિણામ તે મોહનીય કર્મથી પેદા થયેલો છે. તેને એવા પરિણામથી ભેદવો જોઈએ કે જે સીધો મોહનીયકર્મ પર ઘા કરે. આ પરિણામે રાગ અને દ્વેષ બંનેને ભેદવા જોઈએ. ભેદવો એટલે રાગ અને દ્વેષની ગાઢ અસરને ટાળવાની છે, નાકામિયાબ બનાવવાની છે. આ માટે રાગ અને દ્વેષ પાતળા પાડતા પાડતા તદ્દન શૂન્યવતું બનાવવાથી આ પરિણામ નિષ્પન્ન થઈ શકે. જેવી રીતે ક્ષમાના પરિણામથી ક્રોધને, લક્ષ્મીના લોભને દાનવૃત્તિથી નાકામિયાબ બનાવાય તેવી રીતે તેને નબળા, પાતળા, નહીંવત્ બનાવવા જોઈએ. ભવ્યાત્માઓ જ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે આવ્યા પછી ભવિતવ્યતાદિના સુયોગે સુપુરુષાર્થ કરી અપૂર્વકરણને પામી, ભવિતવ્યતાદિની અનુકૂળતાનો સુયોગ થતાં પ્રગતિશીલ બની અપૂર્વકરણ દ્વારા રાગદ્વેષના ગાઢ પરિણામને ભેદી તે પછી ભવ્યાત્માઓ અનિવૃત્તિકરણ દ્વારા સમ્યક્તને પામે છે. યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે આવ્યા પછી અપૂર્વકરણ પામે તેવો નિયમ નથી. અનંતિવાર અહીં આવે પણ અપૂર્વકરણ ન પામે. ગ્રંથિદેશે આવ્યા વગર કોઈપણ જીવ અપૂર્વકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org