________________ સમકિત, સમ્યક્ત કે સમ્યગ્દર્શન - 217 ચાલે તેમ પણ નથી. સમ્યક્તરત્ન એ ચિંતામણિ રત્નના લધુભાવનું જનક છે જે પૂર્વે કદાપિ જીવ પામ્યો નથી. ઉવસગ્ગહર સ્તોત્રમાં પણ કહ્યું છે કે, “તુહ સમ્મત્તે લદ્ધ ચિંતામણિ કમ્રપાયવષ્ણહિયે પાવંતિ અવિપૅણ જીવા અચરામર ઠાણું. સમ્યકત્વ જે ચિંતામણિ રત્ન તથા કલ્પવૃક્ષથી અધિકતર છે તે પ્રાપ્ત થતાં જીવો વિના વિટંબણાએ અજરામર એવું મોક્ષસુખ પામી જાય છે.” કર્મસંતાનસંવિષ્ટિત આત્માને કર્મના યોગથી રહિત બનાવવા માટે સૌ પ્રથમ આવશ્યકતા ભવ્યત્વ સ્વભાવની, પછી ભવિતવ્યતાની, પછી કાળની, તે પછી કર્મ તથા પુરુષાર્થની છે. ભવ્યત્વ સ્વભાવ વગર જીવ વ્યવહારરાશિમાં આવે છતાં પણ તે ક્યારે પણ કાળની અનુકૂળતા પામી શકે નહીં. જીવનો ભવ્યત્વ સ્વભાવ હોવા છતાં પણ જો ભવિતવ્યતાની અનુકૂળતા ન મળે તો તે વ્યવહારરાશિમાં આવી ન શકે. ત્યાં કાળની અનુકૂળતા ક્યાંથી મળે ? ભવ્યત્વ સ્વભાવ અને ભવિતવ્યતા સાનુકૂળ રહે તો જીવ વ્યવહારાશિમાં મુકાઈ જાય તો ગમે ત્યારે તેને કાળની અનુકૂળતા મળી જ રહેવાની. પરંતુ જ્યાં સુધી કાળની અનુકૂળતા ન મળે ત્યાં સુધી કર્મોની અનુકૂળતા મળે તો પણ તે નકામી નીવડવાની. કર્મોની અનુકૂળતા અનાદિકાલીન જીવને જે જડ કર્મોનો યોગ છે તેને સર્વથા દૂર કરવાની ઇચ્છા સરખી કરાવવા માટે સમર્થ નીવડવાની નહીં. જીવ જ્યારે ચરમાવર્તકાળમાં આવે તે પછી જ કર્મ સંબંધી અનુકૂળતા ભવિતવ્યતાદિ અનુકૂળ હોય તો કાર્યસાધક નીવડે. શાસ્ત્રકારોએ તેથી જ ચરમાવર્તકાળની વાત કરી છે. અહીં પણ કર્મોની ચરમોત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થાય ત્યાર પછી જ શુદ્ધ ધર્મરૂપ સમ્યક્ત જે સર્વ ઇષ્ટને પૂર્ણ કરવા કલ્પવૃક્ષ જેવું છે તેના બીજની જ પ્રાપ્તિ થાય. ચરમાવર્તકાળ માત્ર ભવ્ય જીવોને જ પ્રાપ્ત થઈ શકે છે, કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય અભવ્યો તેમજ દુર્ભવ્યોને પણ પ્રાપ્ત થાય થઈ શકે છે. ચરમાવર્તકાળમાં આવ્યા પછી જીવ ક્યારે પણ અચરમાવર્તકાળમાં સરી પડતો નથી; જ્યારે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયા પછી પણ જીવને કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ વારંવાર, અનંતીવાર થઈ શકે છે. જીવ જ્યારે આઠેય કર્મોની ઉત્કૃષ્ઠ સ્થિતિમાં વર્તતો હોય ત્યારે ક્લિષ્ટ આશયવાળો હોઈ તે ધર્મ પામી શકતો નથી. જ્યારે આયુષ્ય કર્મ સિવાય સાતેય કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમની થાય ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ છે એમ કહેવાય. સાતેય પ્રકારનાં કર્મોની સ્થિતિ એટલે સુધી ઘટી જાય કે કોઈપણ કર્મ એક કોટાકોટિ સાગરોપમ જેટલી સ્થિતિથી અધિક રહેવા ન પામ્યું હોય તેમાંથી પણ એક પલ્યોપમના અસંખ્યાત ભાગ જેટલી સ્થિતિ ખપી જવા પામતાં કર્મલધુતાને પામેલા જીવને ગ્રંથિદેશે. આવેલો કહી શકાય. આટલી કર્મલઘુતા ભવ્યો, અભવ્યો, દુર્ભવ્યો પણ પામી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org