SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ 216 : જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન દ્વેષ છે. એ રાગ અને દ્વેષ ઉપરના આવા પ્રકારના દ્વેષના ચિંતનાદિમાંથી એ રાગ-દ્વેષને તોડી નાંખવાનો જે અપૂર્વ પરિણામ પ્રગટે તેને અપૂર્વકરણ કહેવાય. ચારિત્રમોહનીય કર્મના ઉદયથી જીવ વિરતિ કે સર્વવિરતિ સ્વીકારી ન શકે તેથી પાપ કરે છતાં પણ હૃદય દુભાતું હોય, ન કરવું જોઈએ એમ માને, કરે પણ તીવ્ર પશ્ચાત્તાપ રહ્યા કરતો હોય, બળાપો, તે માટે મનમાં વસવસો ઉત્પન્ન કર્યા કરે તેવો જીવ પાપ કરતો હોવા છતાં પણ આ દુ:ખદાયી વિચાર-પ્રવૃત્તિ તેને એક દિવસ જરૂર સાચા માર્ગે ચઢાવી દેશે અને તે કર્મોનો ક્ષય થતાં ઉપરના પગથિયે પગલાં પાડશે જ. પંચેન્દ્રિય પ્રાણીવધ કરનાર, મહારંભ, મહાપરિગ્રાદિ નરકનાં કારણોને સેવનારા નરકે નથી ગયા. સદ્ગતિને પામ્યા છે તેનું શું કારણ ? જેવી ક્રિયા તેવી પરિણતિ હોત તો નક્કી નરકે ચાલ્યા ગયા હોત, પરંતુ પરિણામ બગાડેલાં નહીં ભવિતવ્યતા સારી તેથી નરકને બદલે મોક્ષ પામી ગયાં છે. વંદિત સૂત્રની ૩૦મી ગાથા સંશયને ટાળે તેમ છે. અહીં આવે છે કે : सम्मदिट्टी जीवो जयवि पावं समायरे किंची / ___ अप्पोसि होइ बंधो जेण न निद्धंसणं कुणइ // આવો જીવ કઠોરતાથી, નિર્દયતાથી, ક્રૂર રીતે પાપાચરણ કરતો ન હોવાથી અલ્પ બંધ થવાથી ઉચ્ચ ગતિ મેળવી શકે છે. જેવી રીતે હરણીનો શિકાર કરી તેને તથા તેનાં બચ્ચાં તડફડતાં જોઈ ખુશી પ્રગટાવી તેથી ભાવી પ્રથમ તીર્થંકર થનાર શ્રેણિક રાજા પ્રથમ નરકે ગયા પરંતુ સમક્તિ હોવાથી તે ગતિમાંથી સીધા તીર્થંકર પદ પામી જશે. એક માત્ર મિથ્યાત્વ જાય તો આત્માને મોટો ફાયદો થઈ આત્માનાં પરિણામો બદલાઈ જતાં ઊંચે ચઢાવી દે છે. સમ્યક્ત એ આત્માનું કલ્યાણ સાધવાના જે ઉપાયો છે તે સર્વનું મૂળ છે. સમ્યક્તની સન્મુખ અવસ્થા થતાં સંસારનો રાગ મોળો પડે છે. ગ્રંથિ ભેદાય અને સમ્યક્ત પ્રગટે ત્યારે વિરાગ વધે, સંસારનો રાગ તથા સંગ ત્યજવા જેવો લાગે પછી અવિરતિ મોળી પડે, વૈરાગ્ય જોરદાર બને, ચારિત્ર મોહનીય તૂટવા માંડે, વિરતિ આવવા માંડે, વીરાગપણું, કેવળજ્ઞાન અને મુક્તિ મળે. અત્યાર સુધી જીવ ભટક્યો તેનું કારણ શું? દુઃખ નહિ જોઈએ, સુખ જોઈએ, તે ગ્રહ વળગ્યો હતો તેથી ને? સુખ કેવું? સાંસારિક ! ભોગોપભોગનું ! વિષમકષાય જનિત ! હવે તેના બદલે સમ્યક્ત ગ્રહ ગળે વળગ્યો છે. આ જગત અનાદિકાલીન છે, તેવું અનંતકાલીન છે. અનાદિકર્મ સંતાનસંવેષ્ટિત જીવને સમ્યક્ત દુર્લભ છે, છતાં પણ તેને સુલભ બનાવ્યા વગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy