________________ સમકિત, સમ્યક્ત કે સમ્યગ્દર્શન - 215 કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી જણાવે છે કે સમ્યગ્દર્શન ગુણનો આસ્વાદ લેનારાને દુન્યવી સુખસંપત્તિની ઇચ્છા નાશ પામી માત્ર મુક્તિ માર્ગની આરાધનાની તમન્ના રહે છે અને આ ભાવનામાં રમે છે. "जिनधर्मविनिर्मुक्तो माऽभूवं चक्रवर्त्यपि. वणी स्यां चेटोऽपि दरिद्रोऽपि जिनधर्माधिवासितः। શ્રી જયવીયરાય સૂત્રમાં ભવે ભવે તુમ્હ ચલણાણે માંગીએ છીએ. જ્ઞાનીમોએ સમ્યક્તને ઘણું મહત્ત્વનું માન્યું છે. બધા જીવોને તે મહત્તા સમજાય તેમ નથી. દરેક કાળમાં તેની મહત્તા સમજનારા જીવો અલ્પ સંખ્યામાં રહેવાના. સમ્યક્ત એ તત્ત્વભૂત પદાર્થોની સાચી શ્રદ્ધાસ્વરૂપ છે. મેળવવા જેવી વસ્તુ સમ્યગ્દર્શન છે એવું ભવ્ય જીવ કે જે સ્વભાવે ભવ્ય છે, જેનો ભવ્યત્વનો પરિપાક થયો હોય, કાલ પણ પાકેલો હોય, સાથે પુણ્યના યોગે કેટલીક સામગ્રીનો પણ સુયોગ થવો જોઈએ. સંસારનાં સુખ ઉપરથી આંખ ઊઠવી જોઈએ. અચરમાવર્તકાળમાં આવું બનતું જ નથી. જીવ સુખાભિલાષી, પુગલાનંદી, ભવાભિનંદી રહે છે. ચરમાવર્તકાળમાં જરૂરી સામગ્રી મળ્યા પછી સ્વયંસ્ફરણાથી કે ગુરુના ઉપદેશાદિથી વિચારતાં સમ્યગ્દર્શન ગુણનો ખ્યાલ સંભવિત છે. સમ્યગ્દર્શન આત્માના પરિણામસ્વરૂપ છે. સમ્યગ્દર્શન એટલે તત્ત્વભૂત પદાર્થોનું સ્વરૂપ જેવું જિનેશ્વરોએ કહ્યું છે તેવું સ્વરૂપ જીવને રુચવું તે છે. સમ્યગ્દર્શનના મુખ્ય ત્રણ પ્રકારો ઉપર આપણે જોયાં તેમાં ક્ષાયોપશમિક સમ્યક્ત પામ્યા વગર જીવ ક્ષાયિક સત્ત્વ પામતો નથી. સંસારનું સુખ કેવું લાગે છે? ગમે છે કે તે નથી ગમતું? સંસારનું સુખ પુણ્યાધીન છે. તે સુખની જરૂરત નબળાઈ છે. આવું લાગે તો શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ આવે. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ અપૂર્વકરણ લાવનારો પરિણામ છે અને અપૂર્વકરણ આવતાં રાગદ્વેષાદિની તીવ્ર, ગૂઢ, ગુહ્ય, ગ્રંથિ ભેદાય છે; ત્યાર પછી અનિવૃત્તિકરણ પરિણામ આત્મામાં પ્રગટ થાય છે : જે પરિણામ સમ્યક્તને પ્રગટ કર્યા વગર રહી શકતો જ નથી. શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ સિવાયની કોઈપણ ઉપાસના કરવા જેવી લાગતી નથી. ગ્રંથિભેદાદિ થયા બાદ જ સમ્યગ્દર્શન પ્રગટે અને ત્યાર પછી જ સર્વવિરતિ આવે. ગૃહસ્થને સર્વવિરતિનો પરિણામ આવે પરંતુ સર્વવિરતિના આ પરિણામને ટકાવવા માટે સાધુપણાના વેષાદિની જરૂર રહે છે. સંસાર દુઃખમય છે, દુ:ખફલક છે, દુ:ખપરંપરક છે તે માન્યતા શુદ્ધ યથાપ્રવૃત્તિકરણની નિશાની છે. દરેક ધાર્મિક પ્રવૃત્તિ કે અનુષ્ઠાનાદિમાં સમ્યક્ત મેળવવું છે તે વિચારસરણી સમ્યગ્દર્શન લાવવામાં મદદ કરે છે. સંસારના સુખના રાગ ઉપરનો અને એ રાગે જન્માવેલા દુઃખના દ્વેષ ઉપરનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org