________________ 214 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન સહસ્રાવધાની આચાર્ય મુનિસુંદરસૂરિ મહારાજે કહ્યું છે કે જે જીવો સ્વભાવે ભવ્ય હોતા નથી તેઓ ધર્મોપદેશને યોગ્ય જ નથી; સ્વભાવે ભવ્ય જીવો જેઓનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તકાળથી અધિક છે તેઓ પણ તેને યોગ્ય નથી. ભવ્યો કે જેમનો કાળ એક પુદ્ગલપરાવર્તથી અધિક નથી, જેઓ ચરમાવર્તકાળમાં આવ્યા છે, તેમાં પણ અપુનબંધક અવસ્થાવાળા છે તેઓ જ તેને યોગ્ય છે. આવા જીવો પણ બે પ્રકારના છે. એક સમ્યગ્દર્શન ગુણને નહીં પામેલા અને સમ્યગ્દર્શન ગુણને પામેલા. ચરમાવર્તન પામેલા ભવ્ય જીવોનો સંસારકાળ જ્યાં સુધી અર્ધપુગલ-પરાવર્તથી અધિક બાકી હોય ત્યાં સુધી તેઓ પણ તે ગુણ પામી શકતા જ નથી. મનુષ્યપણાથી માંડી ધર્મશ્રવણ સુધીની સામગ્રી અભવ્યો અને દુર્ભવ્યો પણ પામી શકે છે; પરંતુ ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ તો માત્ર ભવ્યાત્માઓ જ કરી શકે છે. મોક્ષનો અભિલાષ માત્ર ભવ્યાત્માઓને જ થઈ શકે છે જેમનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તનો હોય. મંદ મિથ્યાત્વીને મોક્ષની રુચિ હોય પણ મોક્ષના સાચા માર્ગની રૂચિ ન હોય ! સમ્યગ્દર્શી ભવ્યાત્માઓ સુદેવ, સુગુરુ અને સુધર્મની માન્યતાવાળા હોય; કુદેવ, કુગુરુ, કુધર્મને ત્યજનારા હોય. એવી ઉત્તમ મનોદશા મિથ્યાત્વનો એટલે દર્શનમોહનીયાદિનો ક્ષયોપશમ થયા વિના પ્રગટી શકતી નથી. જેમનો સંસાર કાળ અર્ધપુદ્ગલપરાવર્તથી વધુ હોતો નથી તે દરમ્યાન દર્શન-મોહનીય કર્મનો ઉપશમ અને ક્ષયોપશમ થઈ શકે છે જેનાથી જિનેશ્વર દેવોએ જણાવેલા મોક્ષમાર્ગની રુચિ પ્રગટી શકે છે. ઉપર જણાવેલી સામગ્રી ઉપરાંત સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્યારિત્રરૂપ મોક્ષમાર્ગની આરાધના દ્વારા જ ભવ્યાત્માઓ સર્વવિરતિને, અપ્રમત્તભાવને, ક્ષપક શ્રેણિને અને તેમાં રાગદ્વેષનો સર્વથા ક્ષય કર્યા પછી જ કેવળજ્ઞાન પામે છે. તેથી સહસ્રાવધાની આચાર્ય શ્રી મુનિ સુંદરસૂરીશ્વરે જયાનંદ કેવળી ચરિત્રમાં જણાવ્યું છે કે ધર્મશ્રદ્ધા સ ત્ત્વનું અમોલ બીજ છે. અનંત ઉપકારી ભગવાન જિનેશ્વરના શાસનમાં આ અસાર સંસારમાં બોધિ એટલે સમ્યગ્દર્શનને દુર્લભ અને મહત્ત્વનું માનવામાં આવ્યું છે. વિષય-કપાય રૂપ સંસાર જીવતો હતો તેથી ભટકવું પડ્યું છે. બોધિ પામેલો સંસારમાં રંજિત ન થાય કેમ કે તેનામાં નિર્મમભાવ આવે છે. તેની પ્રાપ્તિ પણ અર્ધપુદ્ગલપરાવર્તકાળથી ન્યૂન જેનો સંસાર છે તેને પ્રાપ્ત થાય છે. જયવીયરાય સૂત્રમાં કહ્યું છે કે, “સમાધિમરણં ચ બોહિલાભો અ સંપન્જલ મહ એ તુહ નાહ ! પણામ કરણેણં' તેથી સંસારનું કોઈપણ સુખ બોધિની ગેરહાજરીમાં મળે તેમ ઇચ્છવાયોગ્ય નથી ! સમ્યગ્દષ્ટિ જે સારું મળે તેનાથી મોક્ષ સાથે. બીજાને સાથે લઈ જવાની પ્રવૃત્તિ કરે. અઢાર દેશના રાજા કુમારપાળે જેઓ પ્રથમ તીર્થકર પદ્મનાભના ગણધર થનારા છે તેમણે શાસનના ભિક્ષુકપણાની યાચના કરી હતી ને ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org