________________ સમકિત, સમ્યક્ત કે સમ્યગ્દર્શન - 213 કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ, સામાયિક, ચૈત્યવંદન, પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનો સમર્પિત ભાવોથી, તન્મય, તદાકાર, તતૂપ, તલ્લેશ્યા સહિત સુયોગ્ય પુરુષાર્થ કરી વૃદ્ધમાણીએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ અને અપેહાએ કરાય તેમાં અનુપ્રેક્ષા અત્યંત જરૂરી છે. જેનાથી સમક્તિ પામવાનું અચલ, સુદ્ઢ સાધન મળી રહે છે. મોક્ષ એ સાધ્ય છે અને સમ્યક્ત તે માટેનું સાધન છે. સમ્યક્ત ત્યારે પમાય કે જ્યારે જિનેશ્વરના વચનમાં અનુરક્તતા, તે પ્રમાણે ભાવપૂર્વકનું આચરણ, મલનું ઓછાપણું ત્યારબાદ પતિ સંસારી થનારે મુનિસુંદરસૂરીશ્વરજીએ જયાનંદ કેવળી ચરિત્રમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધિપદને પમાડનારી સામગ્રી જેવી કે મનુષ્યપણું, આર્યદેશ, શ્રુતિ, શ્રવણાભિલાષ, શ્રદ્ધા એટલે કે પાકી ધર્મશ્રદ્ધા જે વિશેષ કરીને દુષ્માપ્યા છે તે જ્યારે ભવ્ય જીવો આત્મસાત્ કરે ત્યારે જ સિદ્ધિપદ પ્રાપ્ત કરે છે. આ બધામાં વિશેષ કરીને સુદઢ ધર્મશ્રદ્ધા અત્યંત મહત્ત્વની અને આવશ્યક છે. સમ્યગ્દર્શન કહો, યથાર્થદર્શન કહો, આત્મદર્શન કહો, મોક્ષમાર્ગનું દર્શન, તત્ત્વપ્રતીતિ કહો, બધાં એકાર્થી શબ્દો છે. આ સમ્યક્તને સ્થિર કરવું, નિર્મળ કરવું, મલિન કરનારા દોષોનું જ્ઞાન હોવું, ક્યારે, કોણ, કેવી રીતે તે પામે તથા તેને વમી નાંખવું ન જોઈએ તેનું પણ જ્ઞાન જોઈએ. ભવિતવ્યતાના પરિપાકરૂપે નિગોદમાંથી નીકળેલો જીવ વ્યવહારરાશિમાં આવ્યા પછી સંસારની ચાર ગતિઓમાં ભટક્તા, રખડતા, રઝળતા મહાપુણ્યના યોગથી સારી સામગ્રી સાથે મનુષ્ય ભવ પામી તેને સફળ કરવા સુપુરુષાર્થ કરી સમ્યવં મેળવી, પ્રગટાવી મોક્ષપુરીએ પહોંચવું રહ્યું. તત્ત્વજ્ઞાનને પામેલો આત્મા સંસારમાં રહે તેવા પ્રકારના કર્મોના ઉદયથી વિરતિ ન પામે, વિરાગ જરૂર હોય, ભોગ ભોગવે પણ વિરાગ જીવતો હોય. મનુષ્યપણું, આર્યક્ષેત્રાદિ પામ્યાથી કે માત્ર ઉત્તમ કુળ, જાતિ, બળ, રૂપ, દીર્ઘ આયુષ્ય, નિરોગી શરીરથી જિનેશ્વરના ધર્મની પ્રાપ્તિ થતી નથી. આ ઉપરાંત સાચાખોટાનો સુકનો વિવેક થવો જોઈએ; જે દર્શનમોહનીયના ક્ષયોપશમપૂર્વકના જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયના ક્ષયોપશમ વિના શક્ય નથી. સંસારની સરખામણી સમુદ્ર સાથે કરાઈ છે. જેવી રીતે સમુદ્રમાં મોટાં મોજાં, મગરમચ્છો, આવર્તા, વડવાનલાદિ હોય છે તેવી રીતે સંસારમાં સુખદુઃખાદિ મુશ્કેલીઓ, રોગ-શોકાદિ ઝંઝાવાતો, કલાદિ અંતરાયો હોય છે. તેવી રીતે સમુદ્રના તળિયે રત્નસમુદાય રહ્યો હોય છે જેને પ્રાપ્ત કરવા ઉંડાણે પહોંચવું પડે છે, મહા મુશ્કેલીએ રત્નો હાથવગાં થાય છે. તેવી રીતે સંસારસાગરમાં સમ્યક્તરૂપી રત્ન શોધી પ્રાપ્ત કરવા માટે સુયોગ્ય, દીર્ઘ, સતત સુપુરુષાર્થ અપેક્ષિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org