________________ 212 જેન ધર્મનાં સ્વાધ્યાય-સુમન જ્ઞાનની સાથે અને વાસ્તવિક કોટિના જ્ઞાનના અભાવની સાથે રહે છે. કષાયો જેના અનંતાનુબંધી છે, મિથ્યાત્વ ગાઢતમ છે, રાગ-દ્વેષની ગૂઢ, ગુહ્ય ગાંઠને ભેદી ન શકનાર, યથાપ્રવૃત્તિકરણથી આગળ ન વધનાર મિથ્યાત્વની હાજરી દર્શાવે છે. ઘોર મિથ્યાદષ્ટિઓના યમ અને પ્રશમ એક પ્રકારના મોહના પ્રતિનિધિઓ છે. સુદેવાદિને માનવા છતાં પણ મોક્ષની રુચિ ન હોય તો સમ્યક્ત નથી જ. આચાર્ય ભગવાન શ્રી અકલંકસૂરીશ્વરજીએ જણાવ્યું છે કે, “સત્ય અને અસત્ય તથા સુ ને કુનો વિવેક કરવાની શક્તિ વિનાનો આત્મા પણ શ્રી જૈન ધર્મને પામતો નથી.” (જૈન પ્રવચન, વર્ષ 28, અંક 43, પૃષ્ઠ, 340-343) જેનામાં સંસારથી છૂટવાની અને મોક્ષાભિલાષા પ્રગટી છે. તેઓમાં સમ્યક્ત ન હોય એ શક્ય છે જ્યારે મોક્ષરુચિવાળા જીવો સમ્યકત્વ પામવાના એ નિશ્ચિત છે. સમ્યક્ત એ મોક્ષની રુચિ માત્રથી પેદા થનારી વસ્તુ નથી, કેમ કે મિથ્યાત્વની હાજરીમાં પણ મોક્ષરુચિ પ્રગટી શકે છે. જીવાદિ પદાર્થો જેવાં સ્વરૂપના છે તેવાં સ્વરૂપે જાણવા અને માનવા એ સમ્યક્ત છે. ચરમાવર્તકાળમાં આવેલાં જીવો કે જેનાં કર્મો એક કોટાકોટિ સાગરોપમથી વધુ નથી તેવાં જીવો અચરમાવર્તકાળમાં જાય જ નહીં અને તે કર્મો અધપુદ્ગલપરાવર્તકાળથી જૂન થાય ત્યારે સમ્યક્તની હાજરી છે જ અને તેઓ તે સમયમાં મોક્ષ પામે છે. ધર્મ માત્ર તીર્થાદિ-દેરાસરોમાં જ થઈ શકે છે તેમ ન સ્વીકારતાં ધર્મ દરેક ઠેકાણે થઈ શકે છે તેમ માનવું જોઈએ. અધર્મ કરતાં કરતાં પણ જો હૈયે ગ્લાનિ હોય, દુઃખ હોય, પશ્ચાત્તાપ હોય તો ધર્માભિમુખ થવાની શક્યતા છે. પરિગ્રહાદિમાં અસંતોષ અને થોડો ધર્મ કર્યો તેમાં સંતોષ એ વિચારસરણી ભૂલ ભરેલી છે. ધર્મ તો જેટલો કર્યો તેમાં અસંતોષ રહેવો જોઈએ અને પરિગ્રહાદિમાં સંતોષ હોવો જોઈએ. આ બે વિચારો જેના જીવનમાં વણાઈ ગયાં છે તેમનામાં સમ્યક્ત છે અથવા તો તે દૂર નથી એમ માનવામાં હરકત નથી. તે આવ્યાથી શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ ઉપાસ્ય લાગે તેથી વિપરીત ત્યાજ્ય લાગે. સંસારની બાબતમાં અસંતોષ એ પાપ છે અને ધર્મની બાબતમાં સંતોષ પાપ છે. આ માન્યતા સમ્યક્ત છે. તેની નિશાની છે. થોડો ધર્મ કરીને સંતોષ પામવો એ પાપ છે, કેમ કે ઘણું કરી લીધું એમ મનાય છે; જ્યારે સંસારમાં સારું આરોગ્ય, સ્વસ્થ શરીર, સુંદર, સુશીલ સ્ત્રી, ધનધાન્યાદિની છોળ, પુત્ર-પુત્રાદિ પરિવાર, વાડી, વજીફો તથા અન્ય સાંસારિક સામગ્રી હોવા છતાં પણ વધુ માટે તલસાટ એ પાપ છે એવું સામાન્ય જનની માન્યતા ત્યારે થાય છે, જ્યારે મિથ્યાત્વ હોય. જીવાદિ તત્ત્વોના સ્વરૂપનું જ્ઞાન સમ્યક્ત પામવાનું સાધન છે. જીવાદિ તત્ત્વોના સ્વરૂપનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન એ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવવાનું સાધન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org