SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત, સમ્યક્ત કે સમ્યગ્દર્શન - 211 સમ્યગ્દર્શનના વિવિધ દષ્ટિબિંદુઓથી વિચારતાં તેના અનેક પર્યાયો દષ્ટિગોચર થાય છે. પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ શ્રી ગ્રંથરત્ન શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં જણાવ્યા પ્રમાણે તે આ પ્રમાણે છે : તે જેમ દર્શન કહેવાય છે તેમ તે મુકિતબીજ, સમ્યક્ત, તત્ત્વસાધન, તત્ત્વવેદન, દુઃખાંતકૃત, સુખારંભ, તત્ત્વચિ, ધર્મવૃક્ષનું મૂળ, ધર્મનગરના પ્રવેશદ્વાર, ધર્મરૂપ પ્રાસાદની પીઠ, ધર્મરૂપ નગરના આધાર, ઉપશમરસના ભાજન, ગુણરત્નના નિધાન, રત્નદીપક છે. મોક્ષરૂપી ફળને પેદા કરનાર વ્રતરૂપી વૃક્ષનું મૂળ છે, ધર્મનગરનું પ્રવેશદ્વાર છે, મૂળ-ઉત્તર ગુણરત્નોનું નિધાન છે. અમદમાદિ ગુણોનો આધાર છે. શ્રુત અને શીલના રસનું ભાન છે. શાસ્ત્રમાં સમ્યક્તના વ્યવહાર અને નિશ્ચય, દ્રવ્ય તથા ભાવ એમ બે પ્રકારો છે. તેની પ્રાપ્તિ નિસર્ગથી તથા અધિગમ એટલે કે ઉપદેશ દ્વારા થાય છે. તેથી તેના બે પ્રકારો છે : નૈસર્ગિક અને આધિગમિક. પહેલું સ્વાભાવિક રીતે થાય છે. બીજું ગુરુના ઉપદેશથી, અન્ય નિમિત્તાથી થાય છે. શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે, વિહં વિહં તિવિદં વિટ્ટ પંવિદં વિદં સÍ ! તેઓએ નિશ્ચય સમ્યક્ત અને વ્યવહાર સમ્યક્ત એવા બે પ્રકારો પણ પાડ્યા છે. કારક, રોચક, દીપકના ભેદથી તેના ત્રણ પ્રકારો પડે છે. ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિકમાં સાસ્વાદના ઉમેરીએ તો ચાર પ્રકારો પડે. તેમાં વેદક ઉમેરતાં પાંચ પ્રકારો પડે. આ પાંચમાં નૈસર્ગિક અને આધિગમિક ઉમેરતા તેના દશ પ્રકારો પડે. દશ પ્રકારો બીજી રીતે પણ શાસ્ત્રમાં વર્ણવેલાં છે. જેમ કે : નિસર્ગરચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચિ, સૂત્રરુચિ, બીજરૂચિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, કિયારુચિ, સંક્ષેપરુચિ અને ધર્મરુચિ. સમ્યક પદને ત્વ પ્રત્યય લાગી સમ્યક્ત શબ્દ બનેલો છે. તેનો અર્થ સમ્યકપણું, સારાપણું, સુંદરતા. સુંદરતા આત્માની, નહીં કે પુદ્ગલની ! સમ્યવની હાજરી અને ગેરહાજરી વિષે વિચારીએ. સુદેવ, સુગુરુ અને સુધર્મને માનવા છતાં પણ જો મોક્ષની રુચિ ન હોય તો સમ્યક્ત નથી એ નક્કી છે. જેનામાં સંસારથી છૂટવાની અને મોક્ષ પામવાની અભિલાષા જ ન હોય તેનામાં સમ્યા નથી જ એ નક્કી થઈ જાય છે. અનંતજ્ઞાનીઓ જણાવે છે કે મિથ્યાત્વ એ બહુ જ ભયંકર કોટિનું પાપ છે, સઘળાં પાપોનો બાપ છે. તેની હાજરીમાં સમ્યકત્વની ગેરહાજરી છે. દ્વિદશબંધક કે તેથી વધુ સમય જેઓનો સંસારભ્રમણ કાળ રહ્યો છે તેવાં જીવો મિથ્યાત્વી હોવાથી સમ્યક્તની ગેરહાજરી નિર્દેશ છે. મિથ્યાત્વી દેવમાં દેવ બુદ્ધિ, ગુરુમાં ગુરુ બુદ્ધિ, ધર્મમાં ધર્મ બુદ્ધિ થવા ન દે તેથી ઊલટું અદેવાદિ દેવ તરીકે, અસતને સત્ તરીકે સ્વીકારી, વિપરીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy