________________ 26 સમકિત, સભ્યત્વ કે સગદર્શન આ સચરાચર સંસારમાં બે મુખ્ય તત્ત્વો છે : ચેતન અને અચેતન, જીવ અને જડ. જડ કદાપિ ચેતન ન થાય તેમ ચેતન ક્યારેય પણ જડ ન થાય. જડ એવાં કર્મોના સંસર્ગમાં આવવાથી આત્માના પ્રદેશો આંદોલિત થાય છે. કર્મવર્ગણાના આઠ પ્રકારો છે. આત્માના આઠ રૂચક પ્રદેશો છે તે ક્યારેય પણ આંદોલિત થતા નથી. કર્મવર્ગણાના સંસર્ગથી તે સિવાયના પ્રદેશો કર્મોના સપાટામાં આવે છે, આત્માને કર્મબંધ થાય છે. તેના દ્વારા જીવને સંસારમાં મુક્તિ ન મળે ત્યાં સુધી ચાર ગતિમાં ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય કે જાતિભવ્ય તરીકે ભટકવું પડે છે. તેમાંથી મુક્ત થનારા આત્માને મુક્ત કે મોક્ષગતિ પામેલો કહી શકાય. કર્મોના આ બંધનમાંથી મુક્ત થવા માટે અપનબંધક અવસ્થા, રામપુદ્ગલાવર્ત, અર્ધપગલપરાવર્તથી ન્યૂન સમય, જે યથાપ્રવૃત્તિકરણ, શુદ્ધયથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ પછીથી સમ્યક્તના બીજની પ્રાપ્તિ તેનો ઉત્તરોત્તર વિકાસ થતાં તે આત્મા મુક્ત થઈ સચ્ચિદાનંદસ્વરૂપ પામે છે. આ માટે સમ્યક્ત અતિ આવશ્યક છે. શ્રી શ્રીપાલરાજાના રાસમાં ચતુર્થખંડની 27, 28, 29, 30 ગાથામાં તે વિષે કહ્યું છે કે દર્શનસપ્તકરૂપી કર્મમળને ઉપશમવાથી ઉપશમ સમ્યક્ત, ક્ષયોપશમથી ક્ષાયોપથમિક સમ્યક્ત અને ક્ષય કરવાથી ક્ષાયિક સમ્યકત્વ થાય છે (27), સંપૂર્ણ સંસાર ચક્રમાં ઉપશમ સમ્યક્ત પાંચ વાર ક્ષાયોપથમિક સમ્યક્ત અસંખ્યાતી વાર અને ક્ષાયિક એક વાર પ્રાપ્ત થાય છે (28). સમકિત વિના જ્ઞાન યથાર્થ હોતું નથી, ચારિત્ર રૂપી વૃક્ષ ફળદ્રુપ થતું નથી (29). અને તે વગર તપ પણ કાયક્લેશ છે. આ સમ્યક્ત 67 બોલે અલંકૃત થયેલું છે. સમ્યક્ત શું છે? તે કેવી રીતે પ્રાપ્ત થાય? તેનાં લક્ષણો ક્યાં? તે ક્યારે અને કેમ નષ્ટ થાય? તેને કેવી રીતે દઢિભૂત કરવું? તેનાં ભૂષણો કયાં? તે કેવી રીતે દૂષિત થાય? તે સંબંધી વિચાર કરીએ. અઢાર પાપસ્થાનકોમાં મિથ્યાત્વને મહાભયંકર અને અનિષ્ટતમ પાપ ગણાવ્યું છે. તેનો પરિચય આમ આપી શકાય કે તે સર્વ પાપોનો બાપ છે. કષાયો (મોહનીયકર્મ), અન્તાનુબંધી ક્રોધ, માન, માયા ને લોભ આવેલાં જલદી જતાં નથી, લાંબો સમય રહે છે તેના ઉદયમાં સમ્યક્ત હોય નહીં, હોય તો જાય, આવેલું ટકે નહિ, કારણ કે તે ટકવા દે નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org