________________ નરકના નિવાસીઓ 209 શ્રેણિકના પુત્ર કોણિકે બે યુદ્ધોમાં એક કરોડ એસી લાખનો વધ કર્યો. તેની સાથે બે સિવાયના બધા સૈનિકો નરકે ગયા. પતિવિયોગમાં રડનારી રાણી શ્રીદેવી આર્તધ્યાનથી નરકે ગઈ. મમ્મણ શેઠે દાન કરી જે અફસોસ કર્યો અને આર્તધ્યાનના ગુણાકાર થયા તેથી તેમાંથી રૌદ્રધ્યાનમાં ગયો અને સાતમી નરકે ગયો. અગ્નિશર્માએ ત્રણ મહિનાનો ઉપવાસ પછી વૈરભાવનાથી નવમા ભાવમાં ગુણસેનને સળગાવી નાંખવાનો મનસૂબો નરકનું કારણ બને છે તથા પ્રત્યેક ભવમાં વૈરની ભાવનાથી પાપાચરણ કર્યા કરે છે. રજ્જા સાધ્વી તથા લક્ષ્મણા સાધ્વી સંસારમાં સર્યા કર્યા કારણ કે પાપની આલોચના કરી નહીં. તેઓની જેમ ગોશાલો પણ પુદ્ગલપરાવર્ત સુધી ભટક્યો જેની પીડા નરકવાસ કરતાં પણ અધિક ગણાવી શકાય. જૈન રામાયણ પ્રમાણે રાજા રાવણના હાડકાં ભાંગી નાંખનાર વાસુદેવ લક્ષ્મણ પણ નરકે ગયો હોય છે. આઠ કર્મોમાંથી સાત કર્મો પ્રતિસમયે બંધાય છે; પરંતુ આયુષ્ય કર્મ તો જિંદગીમાં એક જ વાર બંધાય છે, જે ભોગવ્યા વિના છૂટકો નથી. ભવસિદ્ધિકો મોક્ષમાં જવાવાળા હોય છે જે ગતિ મોક્ષમાં જવાનાં અનુષ્ઠાનો વિના શક્ય નથી. અતિનિકાચિત નિયાણામાં ફસાયેલા જીવોને સમ્યત્વનો લાભ પ્રાય: ફરી મળતો નથી. કોરડુ મગની જેમ અભવસિદ્ધિક ગમે તેટલા પ્રયત્ન પછી પણ મોક્ષ મેળવવા યોગ્યતા મેળવી શકતા નથી. સમ્યગ્દષ્ટિ જીવોને સમ્યક્ત પ્રાપ્ત થતાં પહેલાં નરકાયુષ્ય બંધાઈ ગયું હોય, અથવા સમ્યક્યારિત્રની આરાધના શક્ય ન બની હોય, અથવા ચારિત્રધારી બન્યા પછી પણ પાલનમાં શિથિલતા રહી હોય ત્યારે નરકાયુષ્ય જ અવશિષ્ટ રહે છે. જેમના જીવનમાં સમ્યક્ત, સદ્ગદ્ધિ અને સદ્વિવેકનો પ્રકાશ ન થયો હોય તેથી હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, વ્યભિચાર, પરિગ્રહાદિમાં જીવન વ્યતીત કરનારા, કષાય કલેશમાં 24 કલાક પૂરા કરી તેમના અધ્યવસાયો કૃષ્ણ વેશ્યા, નીલ ગ્લેશ્યા અને કપોત વેશ્યાવાળા હોઈ રૌદ્ર ધ્યાનમાં પ્રવેશ થતાં વાર ન લાગતાં તેમાં મૃત્યુ પામી નરકનો અતિથિ બની જાય છે. ભગવાન મહાવીર પણ તેમના ૧૮મા વાસુદેવના ભવમાં ૭મી નરકે તથા ૨૧મા ભવમાં ચોથી નરકે જાય છે. ભગવાન મહાવીરથી શરૂ કરી ભગવાન મહાવીરથી સમાપન કરીએ. જૈન-૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org