SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ 208 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન વૈરભાવ અગ્નિશર્માની જેમ નરકનું કારણ બને છે. લક્ષ્મણા સાધ્વીની જેમ તીવ્ર તપ પાપની આલોચના કર્યા વગર કરાયું તે એકડા વગરના મીંડા જેવું છે. 80 ચોવીસી સુધી ભવાટવિમાં ભટકવું તે નરક કરતાં પણ દુષ્કર છે. તેથી, પાપો કરી તીવ્ર પશ્ચાત્તાપ કે આલોચના ન કરાય તો તે નરકનાં દ્વાર બને છે. ઉપરનાં ઉદાહરણોના વિશ્લેષણરૂપે નરકનાં કારણો જોઈએ : સાતમી નરકગામી મહાવીરે ૧૮માં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં ગરમ ધગધગતું શીશુ કાનમાં રેડાવ્યું હતું તે કાર્ય નિવૃતમ હોવાથી નરકે ગયા. વળી વગર શસ્ત્ર સિંહને ચીરી નાંખવો તથા ૧૬મા ભવમાં બળદને શીંગડાંથી પકડી ગોળગોળ ઘુમાવી આકાશમાં ઉછાળી તે કાર્ય પણ તેવું જ ગણાવી શકાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ એક પછી એક નરકને પાત્ર બનતા ગયા તેનું કારણ તીવ્ર આક્રોશ સહિત મુનિપણામાં યુદ્ધ કરવું તે હતું. ભલે તે માનસિક હોય. તંદુલિયો મત્સ્ય પણ માનસિક ચિંતનવશ નરકે જાય છે ને ? - શ્રેણિક રાજા જે પહેલી નરકે ગયા તેનું કારણ મૃગલીને હણ્યા પછી તીવ્રતમ ભાવે આનંદ કર્યો તે હતું. કૃષ્ણને સાતમીથી ત્રીજી નરકે જવાનું થયું તેનું કારણ વાસુદેવ હોઈ સંસારનો ત્યાગ ન કરાયો તે છે; કારણ કે “રાજશ્રી તે નરકથી'. કુરુક અને ઉકુરુક અનેક પ્રકારની લબ્ધિઓ તથા ઉત્કટ તપશ્ચર્યા. છતાં સમતા ગુમાવી જે વણથંભ્યો વરસાદ વરસાવી અનેક પ્રકારના જીવોની અશાતા કરી તે ગણાવી શકાય. આખી કુણાલા નગરી તારાજ કરી ! સુભૂમ ચક્રવર્તી નરકે ગયા કારણ કે છ ખંડ જીતી લોભવશ સાતમો ખંડ જીતવો હતો. બ્રહ્મદત્ત ચક્રવર્તીએ અસંખ્ય બ્રાહ્મણો મારી નંખાવ્યા તથા ક્રોધવશ ગુંદાના ઠળિયા તેઓની આંખો છે તેમ માની ચીકણાં નિકાચિત કર્મો બાંધ્યાં અને રૌદ્રધ્યાનથી સાતમી નરકે ગયો. કંડરિકે હજાર વર્ષનું ઉગ્ર સંયમી જીવન જીવ્યા પછી રસનાની લાલસાએ, ખાઉધરાની જેમ ખાવાથી, શૂળાદિ વ્યાધિગ્રસ્ત થઈ તીવ્ર આર્તધ્યાનથી નરકે ગયો. ધમ્મસિરિ આચાર્ય ઉત્સુત્ર પ્રરૂપણા થકી નરકે ગયા. મૃગાપુત્ર પૂર્વભવમાં જે અત્યાચારો કર્યા હતા તેથી નરકે જઈ રાજારાણીની કૂખે જન્મ્યો હતો. મહાશતકને પૌષધમાં બાળી નાંખનારી રેવતી મૃત્યુ પામી સાત રાત્રિમાં નરકે ગઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy